November 21st 2012

લગ્નદીનની ઉજવણી

 

 

 

 

.

 

.

.

.                       લગ્નદીનની ઉજવણી

તાઃ૨૧/૧૧/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયની સાંકળ અતિ નિરાળી,સમજી ચાલતા સમજાય
આજકાલની અનંતલીલા,ના કોઇથીય એનાથી છટકાય
.                     …………………..સમયની સાંકળ અતિ નિરાળી.
જન્મ મળે ત્યારે જન્મદીન,અને લગ્ન કરે તેછે લગ્નદીન
ઉજવણી આ બે દીવસની,જેમાં સ્નેહીઓના હરખાય દીલ
વ્હાલાદીકરા રવિના લગ્નને,આજે એકવર્ષ પુર્ણ થઈ જાય
આવી હિમા વહુ બનીઘરમાં,જલાસાંઇની કૃપા વરસી જાય
.                     …………………..સમયની સાંકળ અતિ નિરાળી.
ઉજ્વળ ભાવિ પ્રભુકૃપાએ,જે સંસ્કારને સાચવી સુખી થાય
મળે પ્રેમ વડીલોનો જીવનમાં,ત્યાં સાચી નિર્મળતાદેખાય
પ્રદીપ રમાના આશિર્વાદસદા,રવિ હિમાને પ્રેમે મળી જાય
સુખનીવર્ષા સંતજલાસાંઇ કરે,જે જીવને મુક્તિઆપી જાય
.                     …………………. સમયની સાંકળ અતિ નિરાળી.

*****************************************************************
.           .અમારા વ્હાલા સંતાન રવિના લગ્નજીવનને એક વર્ષ થયુ.અ.સૌ.હિમાના
પત્ની તરીકેના સંબંધને એક વર્ષ થયું.અમારા કુળમાં સંસ્કાર ભક્તિ અને પ્રેમ સાચવી
સુખ સમૃધ્ધિ અને શાંન્તિ મેળવી જીવનમાં આનંદ મેળવે તે સંત જલારામબાપા અને
સંત પુજ્ય સાંઇબાબાને પ્રાર્થના.           (તાઃ૨૧/૧૧/૨૦૧૧)     તાઃ૨૧/૧૧/૨૦૧૨.
લી. પ્રદીપ,રમાના અંતરથી આશિર્વાદ સહિત જય જલાસાંઇ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++