લટકતી ચાલ
. લટકતી ચાલ
તાઃ૩૦/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારી આંખો જોઇ,તારા લટકા જોઇ,મારી કેડી બગડી ગઈ
શ્રાવણની સંધ્યાખોઇ,તુ દીલમાં ગઈ,નેસાંજ લટકતી થઈ
. …………………તારી આંખો જોઇ,તારા લટકા જોઇ.
લટકતી ચાલે તુ સરકી ગઈ,વહુ છટકી ગઈ,વિરહી આંખો થઈ
કળીયુગી કરતાર મળતીથઇ,વ્યાધીઓ લઈ,શાંન્તિ ભાગી ગઈ
. ………………….તારી આંખો જોઇ,તારા લટકા જોઇ.
નાઆગળ જઉ કેપાછળ જઉ,હું ભટકુ અહીં,જ્યાંપ્રીત ખોટી થઈ
મનમંદીરને તાળા વાગતાં,મારી નજર બગડી,નેરાહ વાંકી થઈ
. ………………….તારી આંખો જોઇ,તારા લટકા જોઇ.
ભટકી મારી આંખો ગઈ,ના સમજ રહી,ત્યાંમુંઝવણ મળતી ગઈ
ભોળી મુંઝવણ ભાગીગઈ,નાહાથમાં રહી,નિર્મળતાયચાલી ગઈ
. …………………..તારી આંખો જોઇ,તારા લટકા જોઇ.
મળતી શાંન્તિ ના સાથે રહી,દુર એ ભાગી ગઈ,ના જોડે મારે રહી
મુંઝવણનો ભંડાર આપતી,લટકતી ચાલે,આ જીંદગી બગડી ગઇ
. …………………….તારી આંખો જોઇ,તારા લટકા જોઇ.
લેખના સુધરે ભટકી પડતાં,આફત આપી ગઈ,ના શક્તી કોઇ રહી
નામળતીઆજે કે નામળતીકાલે,તને જોઇ,મારીનજર બગડીગઈ
. …………………….તારી આંખો જોઇ,તારા લટકા જોઇ.
==========+++++++++++++==========