November 10th 2010

લાભપાંચમ
તાઃ૧૦/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નુતન વર્ષના નવલા દીવસોમાં,ભક્તિ પ્રેમથી થાય
નવા વર્ષનો દીવસ પાંચમો,એ લાભપાંચમ કહેવાય
………..નુતન વર્ષના નવલા દીવસોમાં.
પ્રભાતપહોરે વહેલા ઉઠી,પ્રભુભક્તિએ જીવ પરોવાય
પરમાત્માની કૃપાને કાજે,ઘરમાં ભજન કિર્તન થાય
પાંચમના પવિત્ર દીને,મા લક્ષ્મીની આરતી ગવાય
ઉજ્વળ જીવન જીવવાકાજે,માતાની ભક્તિપ્રેમે થાય
……….નુતન વર્ષના નવલા દીવસોમાં.
પવિત્ર પંચામૃતથી,માતાની મુર્તીને સ્નાન કરાવાય
ૐ શ્રીમ નમઃ,ૐ શ્રીમ નમઃથી,ઘર આખુ ગુંજી જાય
કૃપાપામવા માનીઆજે,શ્રધ્ધાએ મીઠાઇપણધરાવાય
વંદન કરતાં દયા માગવાને,સૌ ભક્તિમાં ભળી જાય
…………નુતન વર્ષના નવલા દીવસોમાં.
******************************************
November 8th 2010

ભાઇબીજ
તાઃ૮/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હેતના આંસુ આંખમાં લઇને,એ બારણું ખોલવા જાય
ભાઇના ભાઇબીજના આગમને,બહેનને આનંદ થાય
……….હેતના આંસુ આંખમાં લઇને.
એક માબાપના સંતાન છે,જે સંસ્કારે જ અનુભવાય
પ્રેમ બાળપણનો સાથેરાખતાં,તો ભાઇબહેન હરખાય
પવિત્રદિનનીરાહે બહેન આજે,વારેવારે બારણે જાય
રાખડી બાંધી હાથે ભાઇને,આજે ભાઇનીરાહ જોવાય
………..હેતના આંસુ આંખમાં લઇને.
પ્રેમ જગતનો આ અમરપ્રેમ,જે ભાઇ બહેનનો દેખાય
નિશ્વાર્થ ભાવને સાથે રાખતાં,આંખો આંસુથી છલકાય
ઉજ્વળદિવસો માણીદિવાળીના,બહેનપ્રેમથી હરખાય
ભાઇનીઆજે રાહજોતાંતો,આજે ભાઇબીજ છે સમજાય
……….હેતના આંસુ આંખમાં લઇને.
++++++++++++++++++++++++++++++++
November 5th 2010
વર્ષના વધામણા
તાઃ૬/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય ના પકડાય કોઇથી,કે ના તેને તરછોડાય
સમજી ચાલતા જીવનમાં,સંગ તેનોય મળીજાય
………..ના સમય કોઇથી પકડાય.
ગઈકાલે જો દિવાળી ઉજવી,તો આજેછે નુતનવર્ષ
આવતીકાલે ભાઇબીજ આવે,તેમ સમય ચાલે ઝટ
મળતાં અનેક માનવીને,દીલના ઉભરાવો ખોલાય
સાચા સ્નેહની સાંકળ પકડતાં,પ્રેમ સૌનો મેળવાય
………..ના સમય કોઇથી પકડાય.
સાલમુબારકનું સ્મરણ કરતાં,સૌને પ્રેમે આવકારાય
અહીંતો મળતાં તુરત,Happy New Yearબોલાય
શબ્દનો સ્નેહ તો ઉજ્વળ છે,જે માનવતાએ દેખાય
પ્રભુપ્રેમને પામતાં જગમાં,આજન્મ સફળ થઇ જાય
…………ના સમય કોઇથી પકડાય.
**************************************
November 5th 2010
દીવાળી
તાઃ૫/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિન્દુ ધર્મ ની ધજાનો ડંકો,દુનિયામાં ગાજે છે
જ્યાંત્યાં વસે ગુજરાતી,દીવાળીને સૌ માણે છે
………..આ પવિત્ર હિન્દુ પર્વ છે.
ફટાકડા તો ચુમે આભને,દારૂખાનું ફુટતુ સંભળાય
નાનામોટા સાથે રહીને,અગરબત્તીએ સળગાવાય
દીવાળીના પવિત્રદીવસથી,હિન્દુવર્ષ છે બદલાય
નુતન વર્ષના સાલ મુબારક,બીજે દીવસે બોલાય
………..આ પવિત્ર હિન્દુ પર્વ છે.
હવાઇ ઉડે આકાશમાં,ને કોઠી તારલીયા દઇ જાય
ચમક ચમક દે તારામંડળ,જે ભોંયે જ પ્રસરી જાય
ઘર આંગણે રંગોળી રંગાતા,તો આંગળું મહેંકીજાય
ભાગીજાય અંધકારજીવનનો,જ્યાંદીવાળીઉજવાય
………..આ પવિત્ર હિન્દુ પર્વ છે.
**************************************
November 5th 2010
કાળીચૌદશ
તાઃ૪/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુનીયાની ઝંઝટ જોઇ,ના ભાગશો મારા ભાઇ
કાળીચૌદશના દીવસે,હનુમાનને ભજશો જઇ
………..દુનીયાની ઝંઝટ જોઇ.
ભુતપલીત ભટકે અહીં તઇ,ભરજો ડગલુ જોઇ
રટજો હનુમાનને જઇ,માળા પ્રભુ રામની લઇ
સરળ જીવનમાં ત્રાસ,મળીજાય જ્યાં છે વાસ
સુખમેળવતા જીવને,તોદુઃખ દેવામાંતેને પ્રીત
……….દુનીયાની ઝંઝટ જોઇ.
મેંશ આંજી આંખમાં આજે,રામ ભક્તને ભજજો
મેલી શક્તિ ભાગશે દુર,જ્યાં આવશે ભક્તિપુર
હનુમાન ચાલીસા રટશો,પ્રભુ કૃપાને તમે લેશો
મળશે શાંન્તિ જીવને દેહે,નેપવિત્ર જીવન જોશો
…………દુનીયાની ઝંઝટ જોઇ.
*******************************
November 5th 2010
ધનતેરસ
તાઃ૪/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળજીવન મનનીશાંન્તિ,લક્ષ્મીકૃપાએ મેળવાય
શ્રધ્ધારાખી સરળ જીવનમાં,માને ધનતેરસે પુંજાય
……..એને સાચી ભક્તિ કહેવાય.
મળી જાય જો કરુણા માતાની,ભક્તિપ્રેમ થઇ જાય
સમય પકડી ચાલતાદેહને,નાવ્યાધી કોઇ અથડાય
લક્ષ્મી માતાની સેવા કરતાં,સાથે ગણેશજી પુંજાય
મળીજાય પ્રેમ કૃપાની સાથે,આ જન્મ સાર્થક થાય
……….એને સાચી ભક્તિ કહેવાય.
ધનતેરસની સંધ્યાટાણે,પંચામૃતથી સ્નાન કરાવાય
કંકુ ચોખાથી તીલક કરતાંતો,મા લક્ષ્મીજી રાજીથાય
કૃપા માતાની વરસે જીવપર,જે આ જીવનમાંદેખાય
મળે સરળતા જીવનમાં બધે,જ્યાં ભક્તિસાચી કરાય
………એને સાચી ભક્તિ કહેવાય.
**************************************
October 31st 2010
જન્મ તારીખ
તાઃ૩૧/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુનીયાના દસ્તુરમાં ભઈ,જ્યાં લખાઇ જાય તમારુ નામ
મળે દેહ જીવને અવનીએ,તેને જ જન્મ તારીખ કહેવાય
………..દુનીયાના દસ્તુરમાં ભઈ.
કર્મ બંધન જીવના સાથે છે,જે દેહના વર્તનથી જણાય
ના માગણી કોઇની ચાલે,કે નાતેમાં કોઇ ભેદભાવ થાય
સરળરીત પરમાત્માનીએવી,જે સાચીભક્તિએ સમજાય
તારીખ આગમનની અવનીની,કૃપાએ પ્રભુની મેળવાય
………..દુનીયાના દસ્તુરમાં ભઈ.
કોને કયો દેહ મળે અવનીએ,જીવના બંધનથીજ દેખાય
લીલા ન્યારી છે આ પ્રભુની,જે સાચી ભક્તિએ અણસાય
જન્મ જકડે જીવને જ્યારે,ત્યારે કર્મના બંધનને સમજાય
જન્મ મળતાં નાનાદેહથી જીવને,તો ઘડપણથીજ છોડાય
……….દુનીયાના દસ્તુરમાં ભઈ.
****************************************
October 21st 2010
************************************
આગમનના એંધાણ
=============================
હરખના દીન
તાઃ૨૧/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મમ્મી મમ્મી કરતી દીકરી,ઉંમરના સંગથી બંધાય
આવી જોતાં જમાઇને બારણે,માતાપિતાય હરખાય
……….મમ્મી મમ્મી કરતી દીકરી.
આજકાલનો અણસાર મળે,પણ ના કોઇથી પકડાય
સંતાન જોતાં જીવનમાં,મળીજાય પ્રેમનો અણસાર
ગોદમાં રાખી બાળકને મા,હાલરડા સદા પ્રેમે ગાય
સમય સાચવી ચાલતાંજગે,માબાપ જોઇને હરખાય
…………મમ્મી મમ્મી કરતી દીકરી.
દીકરો લાવે આંગણેનારી,જીવનમાં સંગીની થઈજાય
માબાપના પ્રેમની વર્ષાએ,ગુણીયલ વહુ આવી જાય
સમજી વિચારી પગલાએ,ઉજ્વળ કુળ પણ થઇ જાય
આવે હરખના દીનઘરમાં,હૈયે અનંતઆનંદ મેળવાય
………..મમ્મી મમ્મી કરતી દીકરી.
દીકરી વ્હાલી લાડકીલાગે,પણ એ પારકુધન સમજાય
ઉંમરના આંગણે આવતાં,એને પ્રેમે પારકે ઘેર વિદાય
અણસારમળે જ્યાં હરખનાદીનનો,માબાપ છે હરખાય
બાળકના આગમનની રાહે તો,જમાઇ આંટા ફેરા ખાય
…………મમ્મી મમ્મી કરતી દીકરી.
******************************************
October 14th 2010

___________________________________________
ગરબે આવ્યા
તાઃ૧૪/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નોરતાની નવલી રાત્રીએ,મા કાળકા ગરબે આવ્યા
આજે મા અંબા મા ભવાની,મા દુર્ગાને સંગે લાવ્યા
………..નોરતાની નવલી રાત્રીએ.
ગરબે રમવા આવ્યા મા કાળકા,ગરબાના જોઇ તાલ
સહેલીઓનો સંગે લાવ્યા,ખોલવા આજ ભક્તિના દ્વાર
તાલીઓના તાલમાં રહીને,ગરબે ઘુમે છે નર ને નાર
કૃપા તારી મા પામવા કાજે,ઘુમતા હૈયે રાખીને હામ
……….નોરતાની નવલી રાત્રીએ.
કંકુ પગલા પાડજે માડી,વિનવે નવરાત્રીએ નરનાર
ભક્તિ મનથી કરતાં આજે,લાવ્યા ધુપદીપને સંગાથ
પાયલ નો ઝંકાર સાંભળી,મા કરજે તુ કરુણા અપાર
ગરબેરમવા આવ્યા નોરતે,કરજે મા જીવોનો ઉધ્ધાર
………નોરતાની નવલી રાત્રીએ.
===============================
October 12th 2010
હ્યુસ્ટનના સંતાન
તાઃ૧૨/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરબે ઘુમે માડી ગરબે રમે,હ્યુસ્ટનના નરનારી ગરબે રમે
સંગે રમે ઓમાડી સંગેરમે,દાંડીયાના તાલે સૌ ગરબે રમે
…….માડી તાલીઓના તાલમાં ગરબે ઘુમે.
માડી તારા ગુણલા પ્રેમથી સૌ ગાતા,
મનના મંદીરમાં મા અર્ચના એ કરતા;
પ્રેમે પુંજાને સંગે દર્શન અહીયાં કરતા,
માડી કરજે તુ જીવનો ઉધ્ધાર મારી અંબા.
……..દઇ તાળી મા ગરબે આજે ઘુમતા.
ભક્તિ ભરેલુ મા જીવન તું દેજે.
હૈયાની જ્યોતને મા તુ જલતી જ રાખજે
આરતી ને અર્ચન માડી સંગે સૌ કરીએ
પ્રેમનેપારખી મા આશીશદેજો કરજો કલ્યાણ
……..ઓ માડી તને વંદે છે સઘળા સંતાન.
+++++++++++++++++++++++++++++++++++++