May 5th 2008
પાર્સલ આવ્યું
તાઃ૫/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બારણે આવ્યું કોઇ અજાણ્યું, મનમાં થાય વિચાર ઘણા
કોણ આવ્યું ક્યાંથી આવ્યું,શા માટે અને શું લઇ આવ્યું
….મન આકુળ વ્યાકુળ થાય
મસ્ત ખોખું હાથમાં દીઠુ, સાથે જોયા પેન અને કાગળ
મન હરખાતું ને વ્યાકુળ બન્યું,શુ હશે તેમાંતે દીસે મોટું
ના મંગાવ્યુ મેં કે ઑડર કર્યો, તોય આવ્યું આ વહેલું
….મન આકુળ વ્યાકુળ થાય
ના રમાની કોઇ માગણી હતી,કે ના દીપલ નો ઑર્ડર
રવિ કહે ના મેં કોઇ પાર્ટ મંગાવ્યો કે ના મંગાવી બુક
આવ્યો જ્યારે બારણે ડ્રાયવર બેલ સાંભળવા હું ઉભો
….મન આકુળ વ્યાકુળ થાય
આતુર મને ઘરમાં ઉભો રહ્યોતો,ત્યાં વાગ્યો ડોર બેલ
બારણું મેં જ્યાં ખોલી દીધુ,ત્યાં ધરીદીધા કાગળપેન
કરી સહીં જ્યાં કાગળ પર, મુક્યું પાર્સલ મારા હાથે
….મન આકુળ વ્યાકુળ થાય
********************************************************
પાર્સલ પર મોકલનારનું સરનામુ જોતાં એતો ન્યુજર્સીથી મારા મોટીબેન
પુજ્ય શકુબેનનું સરનામું હતું એટલે મન આંનંદીત થઇ ગયું અને જ્યારે ખોલ્યું
ત્યારે તેમાં ??????????????
April 25th 2008
આગમન ઉર્મીબેનનું.…
……આંગણે અમારે…..
તાઃ૨૪/૪/૨૦૦૮ હ્યુસ્ટનમાં…… પ્રદીપ બ્રહ્મભટ્ટ
પધારો સરસ્વતીના સંતાન,
પ્રેમે આવકારીએ ને હૈયા અમારા ખુબ હરખાય
જેની રચના અમારી કલમથી ના લખાય
એવો હરખ કે જે શબ્દોથી ના કહેવાય.
પધારો પ્રેમ સ્વીકારી આજ,
હ્યુસ્ટનના સર્જકો હરખાય ને મુખડા છે મલકાય
પ્રેમ સ્નેહ અમારો દઇશું મનથી તમને
લેજો સ્વીકારી હૈયુ હરખાવી દેજો આજે.
પામવા પ્રેમ સર્જનહારોનો,
મનડું હંમેશા થનગન થનગન થતું જાય
ઉર્મીબેન ઉપનામથી બેન પધાર્યા હ્યુસ્ટનમાં
આજે સાગર સર્જકોનો અહીં રહ્યો ઉભરાય.
આંગળી ઝાલી ઉર્મીબેન ની
સાહિત્યસાગર તરવાનિકળ્યા પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્નેહ ઉલેચવા આવ્યા ઓળખી અમારામન
ગુજરાતીથી ભરી દીધુ આ અમેરીકાવન.
————————————————————————–
આજે અમેરીકામાં ગુજરાતી ભાષાનો સાગર ભરનાર બેન કે જેને સાહિત્ય જગત
“ઉર્મીસાગર” ના પ્રખર નામથી ઓળખે છે તેઓ આજે હ્યુસ્ટનમાં પધાર્યા છે જે ખુબ
જ આનંદનો પ્રસંગ હોઇ આ લખાણ મારા તરફથી યાદ રુપે અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી ભેંટ તાઃ૨૪.૪.૨૦૦૮ ગુરુવાર
April 5th 2008
શુભ દિવાળી લાભ
એક અનોખો તહેવાર
પ્રદીપ બ્રહ્મભટ્ટ
ફટફટ કરતા ફટાકડા ભઇ,ફુટી રહ્યા છે ચારેકોર
ચમમ કરતી ફરતી ચકરડી,કોઠી વેરે તારલીયા ચારેકોર
ફટાકડાની જોડ મળીને કરે ધમાધમ છે આજે
સુરસુરીયુ થઇ સરકી જાતું હવાઇ ગયેલુ લાગે
તારામંડળ ચમકે જાણે ચમકી રહ્યા છે આભે
ચાંદા જેવી ચાંદની દેતી વીજળી તારની વાટે
……..ફટફટ કરતાં
ઝુમુમુમ્ કરતી હવાઇ ઉડીને વાદળમાં છુપાતી
મનમળેલાહૈયે આજે હ્યુસ્ટનમાં માણે સૌ દિવાળી
લક્ષ્મીપુંજન કરતા સૌ જન પામવા માની કૃપા
હનુમાનજીનીપુંજાકરીને પિત્રુજનનામાગે કલ્યાણ
……..ફટફટ કરતાં
અનંત એવા આભમાં જાણે તારા વહેવા લાગે
ટેટા ટેટી બોમ્બ ફુટીને જગે આપે અનેક ધડાકા
તારામંડળ હાથમાં લઇનેબાળકો સૌ રહયાનાચી
આનંદ સૌને હૈયે દીસે પ્રદીપ રહ્યો છે માણી
…..ફટફટ કરતાં
દીવાળી પછી દેવદીવાળી,વરસે વરસે આવે
ઉંમર ના ધટવાની આપણી વરસવરસેવધતી
તોય રહે આ જીવનની માયા દાડે દાડે વધતી
છુટીજશે આ ધરતી ક્યારે કોઇ નથી કહી શકતું
…….ફટફટ કરતાં
*********************************************
April 3rd 2008
ભલે પધાર્યા
તાઃ૩/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનગમતી માયા મળે, ને અંતરે ઉભરે હેત
જોતાં જીભલડી ના ઉપડે, મનડુ હરખે એમ
બારણું ખોલતા વરસી રહે, ફુલછાબના ફુલ
આગમન સ્વીકારતા અહીં,હૈયા થાયછે ડુલ
સન્માનપામેલા અતિથીઓ ખુશહાલ દેખાય
લેખ,કવિતાના સર્જકો આજે આનંદે હરખાય
દીર્ઘાયુભાઇ બારણે રહી આવકારો દેતા જાય
સ્મીતાબેનતો સ્મીત સાથે પાણી પાતા જાય
ફતેહઅલી દીઠા હરખાતા,પેન કાગળનીસાથે
દીપકભાઇને આવતાદીઠા,વિજયભાઇની હારે
કોણઆવ્યુનેકોણના આવ્યુ,સમજ મનેનાઆવે
પ્રદીપ મારું નામછે,પણ તોય ના દીપું આજે
પ્રેમેપધાર્યા મિટીંગમાંઆજે,ફરી પધારજોપ્રેમે
હેતભરેલા હૈયે ફરી કહીશું, ભલે પધાર્યા આજે
ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ
ગુજરાતી સાહિત્ય સરીતા,હ્યુસ્ટનના સર્જકોની મિટીંગમાં મને જવાની તક શ્રી વિજયભાઇની સલાહથી મળી અને તેમાં તાઃ૬/૪/૦૮ ના રોજ હાજર રહેવાના આનંદમાં આ રચના કરી છે જે મારી સમજ પ્રમાણે છે. છતાં કોઇ ક્ષતી હોય તો મનુષ્ય હોઇ માફીને પાત્ર છુ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ
હ્યુસ્ટન. તાઃ૩/૪/૦૮
March 10th 2008
………………જન્મદીન આજે
૭-૦૩-૨૦૦૮……….આણંદ………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહાશીવરાત્રીનો આનંદ માણ્યો ગઇકાલે
……………ને આજે જન્મદીન દક્ષાનો ઉજવીયે પ્રેમે
માર્ચ માસની તારીખ સાતમીને ૧૯૬૩માં
……………જન્મ ધર્યો પાળજમાંને નામદક્ષાગયુમળી
………………………….એવી દક્ષાના જન્મદીને સૌ હરખાય.
માતાકમળાબાને પિતા નરશીહભાઇની દીકરી
……………ને હર્ષદભાઇની નાની ને રાજુની મોટીબેન
સંસ્કાર સ્નેહને પ્રેમભક્તિ એ જીવન વણેલુ લાગે
……………ભણતરની સીડી પકડીને પછી કેડી જીવનની
………………………….એવી રમાની લાડલી દક્ષા મલકાય.
અતુલકુમારની સંગી બની સંસારની સીડી પકડી
……………ભવોભવની ઓળખાણ જાણે આજીવનને જકડી
સવિતાબાનો સ્નેહ ને બાપુજીનો પ્રેમ વહુ પર વરસે
………….પાળજ છોડી આણંદ આવતાઆનંદ જીવને મળતો
………………………………આજે સાળી દક્ષા હરખે છે હરખાય.
સૃષ્ટિના નિયમને સમજી પ્રેમભાવથી રહેતા
……………બંસરી લાડલી મોટી ને પ્રીયા દીકરી નાની
કિશન કિશન કરતાં મુખ પર આનંદ આનંદ દીસે
…………..રમા આવી આણંદને સાથે પ્રદીપકુમાર મલકાય
……………………………એવો આનંદ જોઇ જલાબાપા હરખાય.
રમા દક્ષાનો પ્રે અનેરો જાણે એક માબાપની દીકરી
………….આવ્યા આણંદ જાણે જન્મદિન ઉજવવા તેનો
સુખશાન્તિથી ભરેલુ પવિત્રજીવન આયુષ્ય લાંબુ પામે
………….સૌ સંબંધી સગ વ્હાલાનો પ્રેમ મળે જીવનમાં
………………………પ્રાર્થના ખોડીયારમાને સૌમળીને કરીયે.
+++++++++++++++++++++++++++++++++++
અ.સૌ.દક્ષાના જન્મદીનને અમારી હાજરીમાં ઉજવી અમે આનંદ મેળવ્યો તેની યાદ
રુપે આ કાવ્ય અમાર તરફથી સપ્રેમ અર્પણ.
……………….પ્રદિપ,રમા તરફથી જય જલારામ સહિત હેપ્પી બર્થડે.
———————————————————-
January 9th 2008
……………………પુ.શ્રી વિરાટભાઇના જન્મદીને
…………પ્રદીપ બ્રહ્મભટ્ટ……….તથા…………પ્રદીપ પંડ્યા
………………………….તરફથી સપ્રેમ ભેંટ
૨૦ મી જાન્યુઆરી ૨૦૦૮…………………………………..હ્યુસ્ટન
વ્યોમતણી વિશાળ ભાવના ને ઉજ્વળ જ્યોત જીવનની
…………….માતાપિતાના સંસ્કાર સિંચન ને લાગણી ભાઇબહેનોની
આગમન અમદાવાદમાં ૧૯૪૦માં જાન્યુઆરી ૨૦ના રોજ
…………….માતાહિરાબેનમહેતા ને પિતાકનૈયાલાલના વિરાટભાઇ
નવીપોળ શાહપુર અમદાવાદમાં જન્મ્યા જન્મ સફળકાજે
……………..છ ભાઇબહેનોમાં પાંચમા સંતાન છે મહેતા વિરાટભાઇ
યોગેશભાઇના નાનાભાઇ હતા ને જયશ્રીબેનના મોટાભાઇ
……………..ઉમાબેન,જીગીશાબેનને છાયાબેનના હતાએનાનાભાઇ
પગલુ ભર્યું જ્યાં ભણતર કાજે પહોંચ્યા સેંન્ટઝેવીયર્સ સ્કુલે
………………સ્કુલપતાવી એચકેઆર્ટ્સ કોલેજમાં એમએબીએડ કર્યું
સંસારસાગરે આવી૧૯૭૧માં ઉષાબેનને જીવનસંગીનીકીધા
……………..દવે યશવંતરાવ ને સવિતાબેન દવેની આશીશ લીધા
ગૃહસંસારની પગથી ચાલતા કૉલેજમાં પ્રોફેસર હતા રહ્યા
…………..દ્વારકાધિશની અસીમકૃપાને કર્મકાંડની ગતીનેવળગીરહ્યા
કૃપા થતાં પ્રભુની ને માતાની આશીશ હતા વડીલોના પ્રેમ
……………મોટી દીકરી મૌલીબેન ને બીજી દીકરી નૈત્રીબેન જન્મ્યા
અહોભાગ્ય સંતાનોના કે જેને પવિત્રભાવુક માબાપ મળ્યા
……………જીંદગીના સોપાન તણા વમળમાં પરભુમીને પાવનકરી
માર્ચ ૧૯૮૧માંઅમેરીકા આવ્યાને કથાકીર્તનને જકડી રાખ્યા
……………જોબ કરીને કથા કરી પાવન કાર્યો કરતા હ્યુસ્ટ્નમાં રહ્યા
જન્મદીન ઉજવતાં પ્રદીપ બ્રહ્મભટ્ટ ને પ્રદીપ પંડ્યા હરખાય
……………વિનંતી પરમાત્માને કરીએ દીર્ઘાયુજીવન તેમનું મલકાય
**********************************************
……..હ્યુસ્ટનમાં પુ.શ્રી વિરાટભાઇ મહેતાના જન્મદીન પ્રસંગે દીર્ઘાયુની શુભેચ્છા સહઃ
પ્રેમ સહિત યાદ રુપે પ્રદીપ બ્રહ્મભટ્ટના પરિવાર તથા સનાતન શિવમંદીરના પુજારી
શ્રી પ્રદીપ પંડ્યા તરફથી ભેંટ. ૨૦ મી જાન્યુઆરી ૨૦૦૮,ગુરુવાર
September 2nd 2007
શિખરોત્સવ
સ્વામિનારાયણ મંદીર,(ISSO)હ્યુસ્ટન.
તાઃ૨૩/૭/૨૦૦૬. રવિવાર. પ્રદીપ બ્રહ્મભટ્ટ
શોભે અમારુંહ્યુસ્ટનઆજે શ્રીજીસમા અવતારપધાર્યાપાવનકરવાજન્મ
લાગેઅમને મનથીજાણે કર્મતણાબંધન છેતુટ્યાનેફેરાભવોભવના
જન્મમરણમાં ભટકી રહેલા અમને સાચું શરણું મળી ગયું.
…ભઇ સાચું શરણું મળી ગયું.
મંદીરતણા ઘંટારવવાગે સાથે ઢોલનગારાને મૃદંગ છેગાજ
મંજીરાના મધુરતાલ ભઇ જયશ્રી સ્વામિનારાયણ કહે
પાઘતણું શિખરછેમળતા આ મંદીર ધામ બનીનેદીપી રહ્યું
…ભઇ મંદીરધામ બની રહ્યું.
કીર્તનગાનથકીસંતવૃદનીકૃપાઅમોપરનીસદીનછેવહી રહી
નામાન્યું આમાનવ દેહેવિદેશેકૃપાળુનીકૃપામળશેઅમને
જન્મસફળપ્રદીપનોથયોશ્રીકૌશલેન્દ્રપ્રસાદજીનાઆશિર્વાદમળ્યા
…ભઇમહારાજશ્રીનાઆશિર્વાદ મળ્યા.
કરું વંદનને સાષ્ટાંગદંડવતસફળમાનવજન્મછેથઇરહ્યો
માગીએકૃપાપરમકૃપાળુની જેમહારાજશ્રીને નિરખતાં મળીરહી
પાવનપગલે પધારીશુક્રવારસવારેઘરઅમારુંપાવનકરીગયા
….ભઇ ઘર પાવન કરી ગયા.
મુક્તિમાગું ને આશિર્વાદપણમાગું જન્મસફળઅમારો કરવા કાજે
પાવનપગલાં આપશ્રીનાજ્યાંપડેત્યાં સ્નેહપ્રેમની વરસેવર્ષા
માતપિતાનીકૃપાથકીઆસાત્વિકજીવનસફળજન્મઅમારોથાઓ
….ભઇજન્મસફળઅમારોથાઓ.
ઉત્સવ હ્યુસ્ટનમાંઉજવાઇરહ્યો ભક્તિઅમારીશિખરસમી દીપીરહે
મહારાજશ્રીનીઅસીમકૃપામળશેતોમાનવજન્મઅમારોસફળબનીજશે
ભવસાગરનાઆફેરનેપરમાત્માનીએકઝલકજોમળીજશેતો
…ભઇ ભવસાગર તરી જશો.
————–
***જયશ્રીસ્વામિનારાયણ જયશ્રીસ્વામિનારાયણ***
————–
પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનના લાડીલા પુ.આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્રપ્રસાદજીની હ્યુસ્ટનમાં શ્રીસ્વામિનારાયણ મંદીરના શિખરોત્સવ પ્રસં ગે પાવન પધરામણી થઇ તે નિમિત્તે તેઓશ્રીની અસીમકૃપા થતાં તેમની પ્રેરણાથી લખાયેલ આ કાવ્ય દંડવત પ્રણામ સહિત અર્પણ. …..પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાr તરફથી સપ્રેમ.
August 23rd 2007
જય જલારામ જય સાંઇબાબા.
મુલાકાત લંડનની…..
તાઃ૯/૫/૨૦૦૭ પુ.શકુન્તલાબેનના મુખેથી…
ભાઇ પ્રદીપની કલમે…
સંસાર સાગરના તરંગે નાવડી ડોલતી ચાલે
વાંકી ચુકી ડોલતી અમારી જીવનનૈયા હાલે
આવ્યા અવની પર કર્મના એકમળેલ ધાગે
મંદમંદ મલકાતી જીંદગી પ્રેમ ભરેલી લાગે
સંતાનોના સંગાથ ભરેલી મસ્તી અમને મળતી
ઠેકોદીધો નાથ અમારે મિત્રોનીમુલાકાત કરવાને
લંડન લંડન કરતા આજે નિકળ્યા હવાઇ માર્ગે
વિદાયદેવા જતાત્યારે રાહ આગમનની દેખાઇ
એવી અમારી ડોલતી નૈયા મુલાકાતે મલકાઇ
મિત્રો મિત્રો કરતા આજેસહવાસ પ્રેમનો મળશે
ખોબે ખોબે પ્રેમ ઉલેચવા નાથ અમારા હાલ્યા
લંડનમાં મલકશે ને પાછા નોર્થબર્ગનમાં ચમકશે
રાહની અમને ટેવ પડી ના સમયની સાથે હાલજો
વ્હેલા પકડી પ્લેન ઝડપથી ઘેર પ્રેમથી આવજો.
*************
આ કાવ્ય મારા મોટા બનેવી ધણા વર્ષોબાદ તેમના મિત્રોને મળવા લંડન ગયાતે પ્રસંગને ધ્યાનમાં રાખી મારી બહેનના મુખેથી નિકળેલ છે તેમ રજુ કરેલ છે.
August 14th 2007
પુજ્ય પપ્પા..(પુ.બેચરદાસ ઠક્કર)ની
૭૫મી વર્ષગાંઠનિમિત્તે…
ઑગસ્ટ ૧૩,૨૦૦૭ …..પ્રદીપ બ્રહ્મભટ્ટની કલમે
આ આવ્યા આ આવ્યા આ આવ્યા ઠક્કરબેચરદાસ,
પ્રેમપહોળોને વિશાળદિલલઈનેજ્ન્મ્યાઆણંદજીઠક્કરનેત્યાં;
પુત્ર થઈનેઆવ્યા અવનીપર માતાદેવકાબાઈની કુખે,
સાલ ૧૯૩૨નીજુલાઈમાસેપહેલીતારીખનારોજકચ્છખેડેગામે.
ભણતરની સીડીચઢત બોમ્બેકલીભાઈમાં૧૨ ભણ્યા,
કોલેજમાં ધ્યાનલગાવીઉજ્વ જીવનપામવાસી.એ.થયા;
જગના બંધંન તો જન્મોજન્મનાકર્મનાબંધંનબાંધેલા,
પરણ્યા લક્ષ્મીબેનનેઑગસ્ટમાસનીતારીખત્રીજીસાલ૧૯૪૯.
પ્રેમસાચોમળતોસાથેજલાબાપાની થઈ અનંત કૃપા,
આવ્યાઅમેરીકાનેઠરીઠામથયાહ્યુસ્ટનમાંસાલ૧૯૮૨થી અહીં;
લક્ષ્મીબાની ભક્તિસાચીનેસાચીસેવાસંતોની,
સંવત૧૯૯૬માંવ્હાલાસંતજલાબાપાનેસાંઈબાબાનુંમંદીરકરીદીધું.
સંસ્કારોભરેલાઆજીવનમાંશાંન્તિજલાસાંઈએદીધી.
મંદીરબનાવીહ્યુસ્ટનમાંપ્રદીપનેપ્રેરીનેખોલ્યાભક્તિનાદ્વાર;
સંસારપ્રેમથીભરેલોનેભક્તિનોમેળજગમાંઅનેરો કહેવાય,
પપ્પાની લાગણીનેમમ્મીનીભક્તિસજળનેત્રેસૌ હરખાય.
મોટીદીકરીજ્યોતીબેનજેપ્રેમસૌમાંજ્યોતજલાવીદીપે;
માયાસૌનેજ્યોતીબેનનીનીરખી સતાસૌનામનડાછેમલકાય,
બીજાસંતાનપ્રતીમાબેનછેલાગણીસૌનીપારખીલેતાં;
મમ્મીપપ્પાનીબની પ્રતીમા પ્રેરણાપ્રેમનીઘરમાચમકાવીદેતા.
ત્રીજાદીકરાઅનિલભાઈ પણછબીમાબાપની બનતા;
પ્રેમવરસાવેબહેનોપરનેવ્હાલમાબાપનેકરતાકેલીફોર્નીયારહેતા,
ચોથાઅમારાકપિલભાઈજે પ્રેમસદામાતપિતાને કરતા;
હ્યુસ્ટનમાંરહીહરદમહૈયેરાખીહેતથીસેવાપપ્પામમ્મીની કરતા.
પંકજભાઈ પાંચમાસંતાન સુવાસ ફેલાવી પ્રેમની બધે;
પામીજલાબાપાનીકૃપાનેસાંઈબાબાનાહૈયાસરસોઅનોખોપ્રેમ,
જન્મદીનેજલાસાંઈનેપ્રાર્થના પપ્પામાટે પ્રેમેસૌકરતા;
તન,મન,ધનઅનેસ્વાસ્થ્યસાથેલાંબુઆયુષ્યપ્રેમમેળવીઉજવે.
—જય જલારામ બાપા…જય સાંઈ બાબા—–
**********************************************************************
મુરબ્બીશ્રીબેચરદાસઆણંદજીઠક્કરનેતેમના૭૫મીજન્મદીનનીઉજવણીપ્રસંગેહ્યુસ્ટનનાશ્રીપ્રદીપબ્રહ્મભટ્ટતરફથી
પુજ્યજલારામબાપાનીપ્રેરણાથીઅનેપુજ્યમમ્મીનાઆર્શીવાદથીલખાયેલકાવ્યયાદરુપેપ્રણામસહિતઅર્પણ………
લી.પ્રદીપબ્રહ્મભટ્ટતથારમા,રવિ,દિપલ,નિશીત.તરફથીસપ્રેમ.તાઃ૧૫મીઑગસ્ટ,૨૦૦૭
July 23rd 2007

હ્યુસ્ટન રક્ષાબંધન ૨૧મી ઑગસ્ટ ૨૦૦૬
(ભાઈબહેનનો અતુટપ્રેમ)
સર્જનહારની આ લીલા ના જાણી ના નિરખી જગમાં શકવાના,
ક્યાંથી ક્યાં લઈ આવ્યા કૈલાસબેનનો પ્રેમ મેળવવા હ્યુસ્ટનમાં.
…..જયજલારામ જયજલારામ.
ભાઈબહેનનો પ્રેમ અતૂટ છે જેની જગમાં ના કોઈ તુલના છે;
વરસે પ્રેમની વર્ષા અમો પર જાણે શિવબાબાની કૃપા થઈ,
બહેન અમારા હેત કરે ને અમીદ્રષ્ટિ કાયમ અમ પર રાખે છે;
ના માયા ના મોહ ના સ્વાર્થ અમોએ ક્યાંય કદી યે દીઠો,
પ્રેમ મળતો જ્યારે મળીયે હૈયેહેત અમો પર કાયમ વરસાવે છે.
….ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
હ્યુસ્ટન મને લેખે લાગ્યું જયાં મોટીબહેનનો મને પ્રેમ મળ્યો;
માતાની અમને લાગણી દેતાં ને પ્રેમ રમાને હેતકરી એ કરતાં,
હિરાબાના સંસ્કારસિંચન ને જે.ડી.પટેલનો તેમને સાથ મળ્યો;
રવિ,દીપલમાં સંસ્કાર બાના ને નિશીતકુમારને વ્હાલા કૈલાસબા;
કેવો કુદરતનો નિયમ કે જેને માનવી ના તો જગમાં કળી શકે.
…ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
મોટીબહેનની માયા મુજને હાથ અમો પર સદા હેતથી રાખે;
આર્શિવાદ હેતથી મળતાં બાબાની અમપર કૃપારહી છે વરસી,
સ્નેહતણી સગાઈ છે બેનની ના સ્વાર્થ અમે ક્યાંય કદીયે દીઠો;
પ્રદીપ,પ્રદીપનું સ્મરણ મનમાં જ્યારે ભાઈબહેનનો દીન આવે;
રક્ષાબંધન પવિત્ર તાંતણે લાવે આનંદોલ્લાસ અમારા જીવનમાં.
…ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
જન્મ અમારો સાર્થક કરવા જલાબાપા હ્યુસ્ટન લઈને આવ્યા;
સાત્વિક જીવન ને નિસ્વાર્થ ભાવથી રાખી અમને સુખી કર્યા,
તનમનથી હેત અમોને આપી કૈલાસબેને રાહ અમોને દીધો;
ઉપકાર અમો પર અમારાબેનનો જેણે નસીબદાર અમને કીધા,
રાખડીના આ તાંતણે સાર્થક માનવ જીવન આ જન્મે કરી રહ્યા.
…ક્યાંથી ક્યાં લઈ આવ્યા.
……..જય જલારામ.ઑમ શાન્તિ……..
પુજ્ય કૈલાસબેનને તાઃ૯મી ઑગસ્ટ,૨૦૦૭ ના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પરમાત્મા શીવબાબાની તથા પુજ્ય જલારામબાપાની અસીમકૃપાથી લખાયેલ આ “રક્ષાબંધન” કાવ્ય તેઓને યાદ રુપે સપ્રેમ પ્રણામ સહિત અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન