May 5th 2008

પાર્સલ આવ્યું

                             પાર્સલ આવ્યું
તાઃ૫/૫/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

બારણે આવ્યું કોઇ અજાણ્યું, મનમાં થાય વિચાર ઘણા
કોણ આવ્યું ક્યાંથી આવ્યું,શા માટે અને શું લઇ આવ્યું
                                              ….મન આકુળ વ્યાકુળ થાય
મસ્ત ખોખું હાથમાં દીઠુ, સાથે જોયા પેન અને કાગળ
મન હરખાતું ને વ્યાકુળ બન્યું,શુ હશે તેમાંતે દીસે મોટું
ના મંગાવ્યુ મેં કે ઑડર કર્યો, તોય આવ્યું આ વહેલું
                                              ….મન આકુળ વ્યાકુળ થાય
ના રમાની કોઇ માગણી હતી,કે ના દીપલ નો ઑર્ડર
રવિ કહે ના મેં કોઇ પાર્ટ મંગાવ્યો કે ના મંગાવી બુક
આવ્યો જ્યારે બારણે ડ્રાયવર બેલ સાંભળવા હું ઉભો
                                              ….મન આકુળ વ્યાકુળ થાય
આતુર મને ઘરમાં ઉભો રહ્યોતો,ત્યાં વાગ્યો ડોર બેલ
બારણું મેં જ્યાં ખોલી દીધુ,ત્યાં ધરીદીધા કાગળપેન
કરી સહીં જ્યાં કાગળ પર, મુક્યું પાર્સલ મારા હાથે
                                              ….મન આકુળ વ્યાકુળ થાય

********************************************************
  પાર્સલ પર મોકલનારનું સરનામુ જોતાં એતો ન્યુજર્સીથી મારા મોટીબેન
પુજ્ય શકુબેનનું સરનામું હતું એટલે મન આંનંદીત થઇ ગયું અને જ્યારે ખોલ્યું
ત્યારે તેમાં ??????????????

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment