May 26th 2008

શરણું આપનું સાચું.

                શરણું આપનું સાચું
                       ઓ જલાબાપા ઓ સાંઇબાબા
૨૬/૫/૨૦૦૮                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરમાં આનંદ ઉભરાતો, ને મનમાં સ્મરણ સંતનું થાય
આજકાલની વિટંમણાઓમાં,જ્યારથી જીવને મુઝવણથાય
                                                …તે સાચા સંતના સ્મરણથી જાય.
ભક્તિનો એકદોર મળ્યો,ને લાગી લગની જલારામબાપાની
આધીવ્યાધીની ના ઉપાધી,પ્રેમથી પ્રભુકૃપાએ ઉકલી જાય
                                                …જે સાચા સંતના સ્મરણથી થાય.
માગણી પરમાત્માથીકરવી,કે સદાઅંતરથીવહે હ્રદયમાંપ્રેમ
લાગણીમાં ના ભટકવું સંસારે,રાખવો સંત જલાસાંઇનો સંગ
                                             …જે ઉજળા જીવનથી સદા છલકાય.
કીર્તન અર્ચન માળા કરતાં, હૈયે રાખવી પ્રભુ સંતથી પ્રીત         
સંસારીસંતની ભક્તિસાચી,છે પરમાત્માને પામવાની રીત
                                   …જ્યાં હાર્યા અવિનાશી ને થઇ સંતની જીત.

*********************************************************

May 26th 2008

માતાપિતા,સંતાન

                                          ravi-prem.jpg                           

                                             માતાપિતા,સંતાન
૨૬/૫/૨૦૦૮                                                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
 માતા
* પૃથ્વી પરના તારા અવતરણ પહેલાં નવમાસ સતત તારી સંભાળ રાખી પોતાની
   જરુરીયાત અળગી કરે છે તે માતા.
* જન્મ બાદ તારા શરીરના દરેક અંગને પોષણ આપવા પ્રેમથી મહેનત કરે તે માતા.
* પુત્ર કે પુત્રી એતો કર્મનું બંધન છે પણ જેણે જન્મ આપ્યો છે તેને માટે તો તે તેના
   સંતાન છે તે માતા.
* બાળકને ઝુલણા ઝુલાવી અનંત આનંદ આપવાની ઉત્તંગ ભાવના જેમાં છે તે માતા.
* સુખદુઃખ શરીરને છોપડે પણ પોતાના સંતાનને તેનો પડછાયો નાપડવા દે તે માતા.
* સવાર પડતા પહેલા જરુરી બધીજ વસ્તુઓ બાળકનાવિકાસ માટે તૈયારરાખે તે માતા.
* પૃથ્વી પરનાતારા અવતરણને માનઅનેસન્માન મળે તેનો હંમેશા વિચાર કરેતે માતા.
* અજ્ઞાનતામાં રહી તે કરેલ કોઇપણ અપરાધને માફ કરી સમજાવે તે માતા.
* તારા જીવનની સફળતાના દરેક સોપાને સહજતાથી પ્રેમ વરસાવે તે માતા.
* તારા કોઇપણ જાતના પ્રેમના ઉભરાને મેળવી પોતાના પર સંયમ રાખી ભીની આંખે
   હેત વરસાવે તે માતા.

 પિતા
* સંતાનના જીવનને ઉજ્વળતાના સોપાનો પર લઇ જવા પ્રેરીત કરે તે પિતા.
* સંતાનના પૃથ્વી પરના આગમનને બિરદાવતા તે પિતા.
* મારુ સંતાન,મારું બાળકનુ ગૌરવ અનુભવે તે પિતા.
* જન્મ બાદ જીવનના સોપાનો પર આંગળી પકડી ચલાવે તે પિતા.
* જીવનની વિટંમણાઓમાં પાર થવાના દ્વાર બતાવે તે પિતા.
* પુત્રને જીવનની પરીક્ષામાં સફળતાના એંધાણ કરાવે તે પિતા.
* પુત્રીના જીવનની સુવાસ સર્વ રીતે સુલભ બનાવે તે પિતા.
* પિતાપુત્ર અને પુત્રીપિતાના સંબંધથી સંતાનોના જીવનને ઉજ્વળ બનાવે તે પિતા.
* સંતાનોને લાગણી અને ઉચ્ચ જીવન માટે કષ્ટ સહન કરવાની પ્રેરણા આપે તે પિતા.

સંતાન.
* પુત્ર કે પુત્રી, પણ માતાપિતા માટે તો એ સંતાન છે તે ધ્યાનમાં રાખવું.
* માતાએ ભીનામાં સુઇ અને પિતાએ કષ્ટ વેઠીને સંતાનને જીવન આપેલ છે તે ધ્યાનમા
   રાખવું.
* માતાએ માતા છે અને પિતાએ પિતા છે તે બંન્ને સંતાન માટે જન્મદાતા છે.
* માતાનો પ્રેમ એ સંતાનના જીવનના સોપાનનું પ્રથમ પગથીયું છે.
* પિતાનો પ્રેમ એ સંતાનની ઉજ્વળ જીવનનો પાયો મજબુત કરે છે.
* માતાપિતાનો ઉપકાર એ ઉચ્ચકોટીના સંતાનોના મુળમાં છે.
* માતાપિતાનો પ્રેમ એ સંતાનો માટે અમુલ્ય છે જે ચુકવી શકાતો નથી.
* માતાપિતા એ સંતાન માટે સર્વસ્વ છે તેમના વગર સંતાનનું કોઇ વર્ચસ્વ નથી.

*************************************************************