May 1st 2008

સવાર અમેરીકાની

                    bhaktiprem.jpg

                      સવાર અમેરીકાની
 તાઃ૧/૫/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગ્યો જ્યારે સવાર દીઠી,ના કુકડો અહીં બોલ્યો
લાગી જ્યારે ભુખ કડકડતી, પાંઉ શેકી મેં લીધો
                                          …… ભઇ મેંપાંઉ શેકી લીધો
ના વરસાદ પડ્યો કે ના મેં હાથમાં લોટો લીધો
તોય શાવરથયોઅહીં બાથરુમમાંને,મેં નાહીલીધુ
                                          …….ને મેં અહીં નાહી લીધુ
મંદિર હુંના રોજ જતો,પણ પ્રેમે ધેર પ્રભુનેભજતો
રવિવારે સૌ મંદીરેજમતા,અમેપ્રભુનેઘેરજમાડતા
                                         ……પ્રેમેપ્રભુનેઘેર જમાડતા
મિથ્યામાયાના મોહવળગે,ચેતીઅમે અહીંચાલતા
જગજીવન સામાન્ય દીસેતોય,પ્રભુ ભક્તિમાંરહેતા
                                        ……તોય પ્રભુભક્તિમાંરહેતા

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

May 1st 2008

ભક્તિનો પોકાર

                          shiva-family.jpg         

                         ભક્તિનો પોકાર
તાઃ૧/૫/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તતણા ભક્તિના પોકાર,સ્નેહે સુણજો વારંવાર
દેજો પ્રેમ તણો  સથવાર, રાખી હૈયે  અમારે હામ
ઓ ત્રિપુરારી,ઓ ગિરધારી, ઓ મોહન વનમાળી

તારીઅગણીત લીલા અપાર,ને માયાનો નહીં પાર
દિનરાત મને લાગે ન્યારા, કરુ સ્મરણ સાંજ સવાર
ઓ અંતરયામી,ઓ ભોલેશંકર,છે ડમરુ ડમડમ થાય

મુક્તિની માયા લાગી આ દેહે, જીવ બંધાણો તમથી
ભક્તિ મળે જ્યાં પ્રેમે તુજને, હૈયે હામ મળે છે ત્યારે
ઓસીતારામ,ઓ રાધેશ્યામ,ઓ લક્ષ્મીનારાયણદેવ

જીવન જીવવા પ્રેમેપુકાર ઝાલી હાથ અમારો લેજો
સંત સમાગમ સ્નેહે મલેને ઉજ્વળ આ દેહને કરજો
ઓદ્વારકાધીશ,ઓવ્રજવિહારી,રાસ અમો સંગ રમજો

મા માયા તારી ભોલે સંગે,  ઑમ નમઃશિવાય  જપુ
ડમરુનાનાદે મનડોલતુ આજે,પ્રેમથી મા હું રટણ કરું
ઓ સાંઇબાબા,ઓ જલાબાપા,પ્રેમે પ્રદીપ સ્મરણકરે.

====================================