જલાસાંઇ ને રામ
જલાસાંઇ ને રામ
તાઃ૧૫/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાન ભજી લઉ મનથી,તો થઇ જાય બેડો પાર
જલાસાંઇનો સ્નેહમળે,ઉજ્વળ જીવન પાવન થાય
..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
રામ નામનું રટણ કરુ, કે સ્મરું હું રાધેશ્યામ
પ્રેમનો સંગ થતાં પ્રભુથી,ના ચિંતા રહે લગાર
જલાબાપાનીજ્યોત નેમળે સાંઇબાબાનોપ્રેમ
અનંત કરુણા પ્રભુની મળતાં નહી મળેફરી દેહ
..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
હાથમાં માળાને જીભે જલારામ,હ્ર્દયે સાંઇબાબા
રહેતા મારી સંગે હરપળ, જ્યારથી લાગી માયાં
માગુ પ્રેમથી ભક્તિ દેજો,ને રહેજો પળપળ પાસે
રમા,રવિ,દીપલને જગમાં,દેજો ઉજ્વળ જીવન
..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
પાવનજીવન પામતા જગમાં,ના લાગે કહીં મોહ
આનંદ હૈયે રહેતો હમેશાં,જેની જગમાં છે ખોટ
પ્રદીપનો પામર દેહ આ,સદા રહે પ્રભુને ચરણે
મુક્તિ માગતો હરપળ કહેતો લેજો તમારે શરણે
..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ