પ્રેમની કેડી
પ્રેમની કેડી
૧૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાનને વાંસળી,જલાને લાકડી
ત્રિશુલે શોભે ભોલેનાથ
પ્રેમથી પોકારતી,ભક્તને શોભાવતી
ત્રણે લોકમાં ભક્તિ અપાર
ઓ જગત આધારી,ઓ સંકટહારી
તારી પ્રેમની કેડી અજાણ
રાધાના સંગમાં પ્રેમના બંધનમાં
રાસ રમાડી માયા જગાડી
દીધો જગમાં ભક્તિનો અણસાર
તેં દીધો ભક્તિનો રણકાર
રામશ્યામની ભક્તિ કીધી
જગ સંસારે લપટાઇ સીધી
મુક્તિ તણા દર્શાવ્યા દ્વાર
જલા તારી ભક્તિછે પુંજાય
સકળ જગતની સૃષ્ટિ હરતા
ઓ ભોલેનાથ પ્રેમના ભંડાર
પ્રેમ ભક્તિનો દીઠો જ્યાં છે
મુક્તિ જીવને મળી ત્યાં છે
ઓ વિષધારી,ઓ ડમરુધારી
ઓ કૃષ્ણમુરારી,ઓમુરલીધારી
ઓ જગતવિહારી,હો અંતરયામી
દો મુક્તિ જીવને બની દયાળુ
—————————————————————