May 22nd 2008

વિશ્વાસ પ્રભુનો

                       shiv-parvatima.jpg                        

                           વિશ્વાસ પ્રભુનો
૨૨/૫/૨૦૦૮                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની પર અવતાર મળ્યો જ્યાં કૃપા પ્રભુની થઇ
               ઉપકારોની હારમાળામાં જીંદગી ઝપટાઇ ગઇ
પ્રથમ શરણે માતપિતાને દેહ છે દીધો અહીં
               પ્રેમની અસીમકૃપા હતી જે સંતાને આવીગઇ
પુત્રબની અવનીપર સંસારની માયા લાગીગઇ
               માતપિતાની માયાને પરમાત્માથી પ્રીતીથઇ
ભવસાગરના આ કિનારે સ્નેહપ્રેમ મળે અહીં
                લાગી માયા જ્યાં સંસારની બંધન છુટે નહીં
જીવ શીવની પ્રીત અનામી જલ્દી મળશે નહીં
                  શ્રધ્ધા અને વિશ્વાસમાં મન પરોવજો અહીં
બંધનસંબંધમાં વળગી લપેટાશે જીવપામર થઇ
                છુટશેનહીં આતાંતણો ભક્તિએ વિશ્વાસ નહીં
લાંબી જીંદગી લાંબી માયા વળગી રહેશે અહીં
                વિશ્વાસ પ્રભુમાં રાખતાં માયા વળગશે નહીં.

૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮

May 22nd 2008

કાન્તિભાઇ કારપૅટ ક્લીનર

                 કાન્તિભાઇ કારપૅટ ક્લીનર
૨૧/૫/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેડ બાંધી ભણવા કાજે જુવાન હતો હું જ્યારે
        ડીગ્રી મેળવી પહેલા ક્લાસે બી કોમ થયો હું ત્યારે
ભણતર જીવનમાં હશે તો જીંદગી સારી થાશે
        મક્કમ મનમાં નિર્ણય હતો જ્યાંપગ સોપાને લાગે
સિધ્ધી મેળવી આગળ વધતો આનંદે હું ન્હાતો
        મુખ મલકાતા જોઇ માબાપના મનમાં હુ હરખાતો
એક સ્ટેજ પાસ કરી મેળવી એલએલબી ડીગ્રી
        કાયદો જ્યારે ભણી લીધો મેં સૌ આનંદે મલકાતા
વકીલ બન્યો ને વ્યવસાય વકીલાતનો કીધો
        આનંદે હરખાતો કે ભણતરથી જીંદગી સુધરી ગઇ
ઉજ્વલ જીવન શોધતો આવી ગયો અમેરીકા
        ભણતરને નાપુછેઅહીં ગમેત્યાં ભણ્યાજીવતર ખોઇ
અરજીમાં ઉંમર પુછેને ક્યાંથીતમે આવ્યાઅહીં
         ભારત નામ વાંચી અરજી ગારબેજમાં દીઠી ભઇ
આવેલ ભારતીયો મોટેલ લઇ ગોદડાસાફકરતા
        ગેસ સ્ટેશને ઉભારહી મેયઆઇહેલ્પ યુ કહેતા અહીં
ઘણો પ્રયત્ન કર્યો પણ કાંઇ મેળ પડ્યો નહીં
        આખરે નિર્ણય કર્યો કે જે મળે તે કામ કરવુ અહીં
મજુરી મળી કમનસીબે કારપેટ સાફ કરતોજઇ
          દુઃખ મનમાં ઘણું થતુ પણ હવે કોઇ આરો નહીં
નામ કાન્તીભાઇ પણહવે કેન પૅટ કહેતાઅહીં
         હિન્દુ ધર્મ હતો મારો પણ નામ બદલાઇ ગયું ભઇ

———————————————————–
અમેરીકા આવ્યા બાદ આપણી જે હાલત થાય છે તેનું આ એક દ્રષ્ટાન્ત છે.
જે મેં અહીં જોયુ છે.