પ્રેમ સંતાનનો
Wednesday, May 14th, 2008 પ્રેમ સંતાનનો
૧૦/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
છાનીમાની આંખો કેમ આજે આંસુથી છલકાય
મનથી મળતો પ્રેમ જાણે જીવનથી છીનવાય
સંતાનતણોસહવાસ જોતાં પ્રેમ અંતરે ઉભરાય
લાગણીસ્નેહ માબાપનો મળતાંહૈયેઆનંદ થાય
…….આજે આંખો આંસુથી છલકાય
બેની આવી હેત લઇને, બાંધવા ભાઇને રાખી
ઉમળકો હૈયે ભાઇને જોતા ના શબ્દો જીભે બેસે
નિરખી વ્હાલા માવતરનો પ્રેમ ના મનડુ માને
આજે આવી સ્નેહ સંગાથે લાડલી ભાઇની બેની
. ……..આજે આંખો આંસુથી છલકાય
સ્નેહાધિન આ લાગણી લઇને હેત ભરેલો લાવી
સુખસાગરની સહેલમળી જ્યાંપ્રેમને ઉભરેઆવી
મળ્યો પ્રેમ માબાપનો ને હવે સંગે છે સથવાર
બંધન ભાઇ બહેનનું સાચું લાવે પ્રેમ અપરંપાર
……..આજે આંખો આંસુથી છલકાય
૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮


Powered By