May 14th 2008

ઘડપણ

                                    ઘડપણ
૧૪/૫/૨૦૦૮                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક હાથમાં લાકડી ને ખભો બીજા હાથે
              કેડથી નમી ચાલતો જાણે શોધતો નીચે મોતી
જુવાનીની અકડબકડ જે હતી મગજમાં
              ના યાદ રહી આટાણે જ્યારે સોટી આવી હાથે
પેંન્ટ જ્યારે લીધુ હાથમાં ભુલી ગયો હું કાળ
              પગ ઉચક્યો પહેરવાપેંટ જ્યાં બેલેન્સગયું ત્યાં
જુવાનીના જોરમાં છાતી કાઢી ચાલતો ત્યાં
              પેટ પેઠુ અંદરને છાતી જાણે હવે ખોવાઇ ગઇ
ચાલીસમાઇલની સ્પીડે,દોડતો સૌનીઆગળ
             એકપગઉપાડુ ત્યાં હાંફચઢતો આજે ઘૈડપણમાં
સાભળ્યું કાનેઆજે ઉજાણી મન નાચ્યું ત્યાં
             મોંઢું ખુલ્યુ જ્યાં આનંદે ત્યાંપડ્યું ચોખટું બહાર
જતી રહી હવે જુવાની લીસોટા રહ્યા આજે
             કાલનો નાહવે રહ્યો ભરોસો ગોળીયોખાતો રોજ
મન મક્કમ હજુ લાગે,તન લબડ્યુ દેખાય
            ગબડ્યુ શરીર હવેજ્યારે ત્યાં લાકડી હાથે લીધી.

?&&?&?&?&?&?&?&?&?&?&?&?&?&?&?&?&?&?&?&?&?&?&?&

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment