Garbage Truck
Garbage Truck
(કચરાનો ખટારો)
૮/૫/૨૦૦૮ ગુરુવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાફસફાઇ તો ક્યારની થઇગઇ,શોધુ કચરો નાખવા ડબ્બો
અહીં મુક્યો તો ત્યાં મુક્યોતો,મારે નાખવો ક્યાં જઇ કચરો
ડુચા કાગળના, ને કકડા પુંઠાના, ઉઠાવી લીધા મેં જલ્દી
જમણા હાથે ઝાડું મેં લીધુ,બીજા હાથમાં સુપડીપણલીધી
શોધતોવાળતા ડબ્બોકચરાનો,બોલુ કોણે ખસેડ્યો અહીંથી
અલ્યા કોણે ખસેડ્યો અહીંથી
ઘાસ કપાવ્યું તું ગઇકાલે ને, લોન કરાવીતી પણ સરખી
ગારબેજ બેગમાં ભર્યો તો કચરો,નાખવા ગારબેજ ટ્રકમાં
ગરાજમાં જોવા મેં વિચાર્યુ,ત્યાંઆવ્યો હું પાછલા બારણે
હું આવ્યો પાછલા બારણે
લાઇટ ખોલવા હાથ ઉચક્યો ત્યાં ફાટી કચરો ભરેલી બેગ
બીજા હાથે હતી બે થેલીઓ,સ્વીચ પાડતાંપડીનીચે એક
અવાજ આવ્યો ખટારાનો જ્યાં,દોડ્યો ખોલવા ગરાજડૉર
હું દોડ્યો ખોલવા ગરાજડૉર
ડૉર ખોલું હું એકહાથે જ્યાં,બીજા હાથથીપડી ભરેલીબેગ
જોયો ડબ્બો કચરાનો ત્યાં, દોડ્યો લઇ ગારબેજ નાખવા
ખોલ્યું ગારબેજ કેન ટ્રકવાળાએ,ત્યાં ખાલી ખોખુ મેંદીઠુ
ભઇ ખાલી ખોખુ મેં દીઠુ
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$