December 7th 2018

કૃપાળુ માતા

.       .કૃપાળુ માતા

તાઃ૭/૧૨/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાભાવથી પુંજા કરતા જીવનમાં,માતાની અનંતકૃપા મળી જાય
મળેલદેહને કર્મની પાવનરાહ મળે,જીવનમાં સુખશાંંન્તિ મળી જાય
......એજ અદભુતકૃપા પવિત્રમાતાની,કર્મની પાવનકેડીએ જીવન જીવાય.
સવારસાંજને પારખી પુંજન કરતા,માતાજી અનંતઆનંદ આપી જાય
જીવનોસંબંધ કર્મનો અવનીએ,જે દેહ મળતા જીવનેએ સમજાઈ જાય
સમયને પારખી જીવન જીવતા,દેહને સત્કર્મનો સંગાથપણ મળી જાય 
અર્ચનાપુંજન શ્રધ્ધાભાવથી કરતા,માતાની ખુશીનો અનુભવ થઈ જાય 
......એજ અદભુતકૃપા પવિત્રમાતાની,કર્મની પાવનકેડીએ જીવન જીવાય.
માતાજી પકડે આંગળી સંતાનની,જે પવિત્રભાવે થતી ભક્તિએ સમજાય
શ્રધ્ધાનો સંગ મળે દેહને જીવનમાં,એજ મળેલદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપરનો આવન જાવનનો સંબંધ છુટે,જીવને મુક્તિ માર્ગે લઈ જાય
કર્મની કેડીને માતાનીકૃપા દુરકરે,જીવને જન્મમરણના બંધન છુટી જાય
......એજ અદભુતકૃપા પવિત્રમાતાની,કર્મની પાવનકેડીએ જીવન જીવાય.
======================================================
December 5th 2018

પાવનરાહ મળી

.      .પાવનરાહ મળી    

તાઃ૫/૧૨/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભક્તિનો સંગાથ મળ્યો જીવનમાં.ત્યાં કૃપાએ પાવનરાહજ મળી દઈ
અનંત આનંદથયો અંતરમાં,જ્યાં સંતજલાસાંઈની શ્રધ્ધાથી પુંજા થઈ
......એજ કૃપા પરમાત્માની,જીવનમાં પવિત્ર પાવન જીવોનો સંગાથ આપી જાય.
મળેલ માનવદેહને સંબંધ કર્મનો,જે દેહના વર્તનથી અવનીએ સમજાય
કુદરતની આ અવનીપરની લીલા,ના કોઇજ જીવથી જગતપર છટકાય
શ્રધ્ધાભાવનાથી થયેલ ભક્તિ,પાવનકર્મની પવિત્રકેડી જીવને આપી જાય
ના માગણીનો સંબંધ અડે,કે ના જીવને મોહનો સંગાથ કદી મળી જાય
......એજ કૃપા પરમાત્માની,જીવનમાં પવિત્ર પાવન જીવોનો સંગાથ આપી જાય.
સરળ જીવનની રાહમળે પ્રભુકૃપાએ,જ્યાં નિખાલસ ભાવનાએ પુંજા થાય
મળેલ માનવદેહ ને પવિત્રકર્મનો સંગાથ મળે,જ્યાં સત્કર્મનો સંગાથ મળે
નિર્મળભાવથી ભક્તિ કરતા પરમાત્માની,જીવને મુક્તિમાર્ગે એ દોરી જાય
જીવને મળેલદેહ એ કર્મનો સંબંધ,પાવન ભાવનાની ભક્તિએ છુટી જાય 
......એજ કૃપા પરમાત્માની,જીવનમાં પવિત્ર પાવન જીવોનો સંગાથ આપી જાય.
==============================================================

December 4th 2018

જાણી અજાણી

.           .જાણી અજાણી   

તાઃ૪/૧૨/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જાણી અજાણી કેડી જીવનમાં,સમયના સંગે જીવને દોરી જાય
પાવનરાહના સંગે પવિત્રજીવન,એ નિર્મળભાવનાએ મળી જાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,સંગે સંતજલાસાંઇનો પ્રેમ મળી જાય.
મળેલ જીવનને સંગાથ મળે,જે સગાસંબંધીઓ મળતાજ દેખાય
પાવનકર્મની પવિત્રરાહે જીવતા,મળેલ દેહને સત્કર્મ આપી જાય
માગણી મોહનો સ્પર્શના થતા,દેહને પવિત્રરાહે પણ દોરી જાય
મૃત્યુજન્મનો સંબંધછે જીવને,જે દેહથી આવનજાવન આપીજાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,સંગે સંતજલાસાંઇનો પ્રેમ મળી જાય.
કુદરતની કેડીનો સંબંધ અવનીએ,મળેલ જીવને કર્મ આપી જાય
અવનીપરના આગમનવિદાય,જે પ્રભુકૃપાએ શાંન્તિપણ દઈ જાય
અજબકૃપાળુ છે પરમાત્મા,જે શ્રધ્ધાએ ભક્તિકરતા કૃપા કરીજાય
જીવનો સંબંધ જગતપર કર્મથી,જે પ્રભુકૃપાએ મુક્તિરાહ દઈ જાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,સંગે સંતજલાસાંઇનો પ્રેમ મળી જાય.
========================================================

November 15th 2018

સુખપ્રેમ સાગર

        .સુખપ્રેમ સાગર  

તાઃ૧૫/૧૧/૨૦૧૮          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનંતકૃપા છે અવિનાશીની અવનીપર,જે અનેક દેહ નામથી ઓળખાય
ભક્તિના સાગરમાં રહેતા કૃપા મળે,એવા સંત શ્રીજલારામ પણ કહેવાય
......પરમાત્માની એ અજબલીલા જગતપર,એ અંતે સુખપ્રેમ સાગર વહાવી જાય.
અયોધ્યા દ્વારકાની યાદરહે ભક્તોને,સંગે વિરપુર ગામને પણ યાદ રખાય
રામ લક્ષ્મણ સીતા માતાને વંદન કરે,સાથે શ્રી કૃષ્ણને પણ પ્રણામ થાય
વિરપુર ગામમાં જન્મ લીધો જલારામે,જે પવિત્ર ભોજનનીરાહ આપી જાય
નિરાધારીને ભોજન ખવડાવી રાજી કરો,પ્રભુનો પ્રેમ મળે જન્મપાવન થાય
......પરમાત્માની એ અજબલીલા જગતપર,એ અંતે સુખપ્રેમ સાગર વહાવી જાય.
આગમન જીવનુ અવનીપર એ દેહ મળતા દેખાય,જે કર્મબંધનથીજ મેળવાય
મળેલ માનવદેહ એ પવિત્રકૃપા પ્રભુની,શ્રધ્ધા ભક્તિએ નિર્મળકર્મ થતા જાય
સત્કર્મના સંગાથે જીવતા જીવનમાં,અનેકરાહે દેહને સુખનોસંગાથ મળતો જાય
સુખ અને પ્રેમનો નીખાલસ સાથ મળે,જીવનમાં સુખપ્રેમનો સાગર વહી જાય
......પરમાત્માની એ અજબલીલા જગતપર,એ અંતે સુખપ્રેમ સાગર વહાવી જાય.
============================================================
November 1st 2018

જલાસાંઇની જ્યોત

.       .જલાસાંઇની જ્યોત   
તાઃ૧/૧૧/૨૦૧૮          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર પાવન દેહ લઈને આવ્યા ભારતમાં,જે પરમાત્માની કૃપા આપી જાય
મળેલ માનવદેહથી જીવોને પવિત્ર ભક્તિથી,પાવનરાહે સુખશાંંન્તિ દઈ જાય
......ગુરૂવારના પવિત્રદિવસે શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા,જીવને પાવનકર્મ મળી જાય.
સમય પારખી જીવન જીવતા અવનીપર,મળેલ દેહને અનેક અનુભવો થાય
ઉંમર એજ દેહનોસંબંધ જગતપર,જે અનેકમાર્ગથી મનુષ્યને જીવનમાં દેખાય
સરળજીવનનો સંગાથ મળે,જ્યાં શ્રધ્ધાએ સંતજલાસાંઈની ભક્તિપ્રેમથી થાય
ૐ શ્રી સાંઇનાથાય નમઃ સ્મરતા,સંગે જય જલારામ જય જલારામને સ્મરાય
......ગુરૂવારના પવિત્રદિવસે શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા,જીવને પાવનકર્મ મળી જાય.
નિર્મળજીવનની રાહ મળે જલાસાંઇકૃપાએ,જે કળીયુગની કેડીથી દુર લઈ જાય
મોહમાયાનો નાસાથ મળે દેહને જીવનમાં,એજ પરમાત્માની પરમકૃપા કહેવાય
પરમકૃપાએ દેહ લઈ આવ્યા અવનીપર,જે માનવ દેહને પાવનરાહે દોરી જાય
સંસારનો સંગાથલઈ વીરપુરમાં જન્મલીધો,સંગે વીરબાઈ માતા પણ ઓળખાય
......ગુરૂવારના પવિત્રદિવસે શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા,જીવને પાવનકર્મ મળી જાય.
=================================================================
October 31st 2018

પવિત્ર ભક્તિપ્રેમ

.      .પવિત્ર ભક્તિપ્રેમ    

તાઃ૩૧/૧૦/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકર્મની રાહ મળે જીવનમાં,જે દેહને સદકર્મનો સંગાથ આપી જાય
નિર્મળ જીવનમાં નાકોઇ અપેક્ષા અડે,કે ના કદી કોઇ માયા લાગી જાય
......કુદરતની આજ કૃપા છે જીવ પર,જે દેહને પવિત્ર ભક્તિપ્રેમ આપી જાય.
મળેલ જીવનમાં છે કર્મના બંધન,જે અવનીપરના આગમનથી સમજાય
સરળજીવનની રાહ મળે દેહને,જે જીવને સમજણનો સાથ આપી જાય
માનવદેહ છે કૃપા ભગવાનની,મળેલદેહને જીવનમાં પાવનરાહે દોરીજાય 
અદભુતલીલા અવિનાશીની જગતપર,અનેક પવિત્રરૂપ લઈ પ્રગટી જાય
......કુદરતની આજ કૃપા છે જીવ પર,જે દેહને પવિત્ર ભક્તિપ્રેમ આપી જાય.
માનવ દેહને બુધ્ધીનો સંગાથ મળે,જે અનેક રાહે મગજને સમજાઈ જાય
વર્તન એ દેહનીકેડી જીવનમાં,એ ઉંમરનીસાથે સમય પ્રમાણે ચાલી જાય
નિર્મળભાવનાથી પરમાત્માની ભક્તિ કરતા,જીવને સુખશાંંન્તિ મળી જાય
આજ પ્રેમછે પ્રભુનો અવનીપર,અંતે કૃપાએ જીવને મુક્તિમાર્ગે દોરી જાય
......કુદરતની આજ કૃપા છે જીવ પર,જે દેહને પવિત્ર ભક્તિપ્રેમ આપી જાય.

=======================================================

October 15th 2018

માગણીનો સંગ

.      .માગણીનો સંગ

તાઃ૧૫/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર કુદરતની કેડીનો સંગાથ મળે,જ્યાં નિર્મળ ભાવથીજ ભક્તિ થાય
મળેલદેહને સફળતાનો સહવાસ મળે,એજીવની માનવતા મહેંકાવી જાય
......એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે દેહને માગણીથી દુર લઈ જાય.
જીવને સંબંધ કરેલ કર્મનો અવનીપર,જે અવનીએ અવતાર આપી જાય
માનવદેહ મળે એ પરમાત્માની છે કૃપા,જે મળેલદેહને સમજણ દઈ જાય
થયેલ કર્મ સ્પર્શે જીવને જે દેહ મળતા સમજાય,ના કોઇથી કદી છટકાય
શીતળતાનો સંગાથ મળે જીવનમાં,જ્યાં ના કોઇ માગણી કે મોહ રખાય
......એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે દેહને માગણીથી દુર લઈ જાય.
કુદરત એ પરમાત્માની પવિત્ર કેડી,જગતપર જીવના સંબંધને સ્પર્શી જાય
મળેલ દેહની માનવતા પ્રસરે અવનીપર,જે નિર્મળભાવે ભક્તિ આપીજાય
સત્કર્મનો સંબંધ સ્પર્શે દેહને જીવનમાં,જે જીવને અનંત શાંંન્તિ દઈ જાય
જીવને મળેલદેહની માનવતા મહેંકીજાય,અંતે જીવને મુક્તિમાર્ગ મળી જાય
......એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે દેહને માગણીથી દુર લઈ જાય.
===========================================================
October 15th 2018

આવેલ પ્રેમ

.           .આવેલ પ્રેમ 
તાઃ૧૨/૧૦/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આંગણે આવી પ્રેમ મળે જીવનમાં,એજ પરમાત્માની કૃપા કહેવાય
મનથી કરેલ કર્મની પવિત્ર કેડી,જે લાગણીમાગણીને દુર કરી જાય
.....એજ પાવનકૃપા મળે દેહને,જે અનંતશાંન્તિના માર્ગે જીવન દોરી જાય.

નિર્મળભાવના સંગે જીવન જીવતા,ના કોઇ અપેક્ષાના વાદળ વર્ષે
મળેલદેહને પરમકૃપાએ ભક્તિના સંગાથથી,શાંન્તિનો સહવાસમળે
નાકળીયુગની કાતરઅડે દેહને જીવનમાં,કે નાઅભિલાષા અથડાય
મોહમાયાને દુર રાખી શ્રધ્ધાએ ભક્તિ કરતા,પવિત્રકર્મ થઈ જાય
.....એજ પાવનકૃપા મળે દેહને,જે અનંતશાંન્તિના માર્ગે જીવન દોરી જાય.

કર્મની પવિત્રકેડીનો સંગાથમળે જીવનમાં,એ પાવનપ્રેમથી મેળવાય
આગણે આવી પવિત્રપ્રેમ મળતા,એ સુર્યદેવની અર્ચના કરાવી જાય
સરળ જીવનમાં ના કોઇ માગણી અડે,ના અશાંન્તિનો સંગાથ થાય
સુખશાંન્તિનો સાથમળતા જીવનમાં,શ્રધ્ધાથી પરમાત્માની કૃપા થાય
.....એજ પાવનકૃપા મળે દેહને,જે અનંતશાંન્તિના માર્ગે જીવન દોરી જાય.
=======================================================

October 2nd 2018

સીધ્ધીવિનાયક શ્રીગણેશ

.    .સિધ્ધીવિનાયક શ્રી ગણેશ        

તાઃ૨/૧૦/૨૦૧૮         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિરધનને ધનવાન કરે,ને દે નીહ સંતાનને સમયે સંતાન
પવન પાવન કૃપા વરસે,જ્યાં ગજાનંદ ગણપતિને પુંજાય
.....એજ નિખાલસ ભક્તિ છે,જ્યાં નિર્મળ ભાવનાથી અર્ચના કરાય.
મળે માતા પાર્વતીનો પરમપ્રેમ જીવને,જે કૃપા આપી જાય
ભોલેનાથના લાડલા દીકરા,જગતમાં સિધ્ધીવિનાયક કહેવાય
પવિત્રકર્મની રાહ ચીંધે દેહને,જે જીવને દેહ મળતા સમજાય
દુઃખ હરતા સુખ કરતા જીવનમાં,જે ગૌરીનંદન પણ કહેવાય 
.....એજ નિખાલસ ભક્તિ છે,જ્યાં નિર્મળ ભાવનાથી અર્ચના કરાય.
નિર્મળભાવથી ભક્તિકરતા દેહને,ગણેશજીનીકૃપા મળતી જાય
શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,જીવ પર સત્માર્ગે પ્રેરણા થાય 
સમયના પકડાય જગતમાં કોઇથી,જે શ્રધ્ધા ભક્તિએ સમજાય
અવનીપરનુ આગમન વિદાય જીવનો,જે કર્મબંધને મળી જાય
.....એજ નિખાલસ ભક્તિ છે,જ્યાં નિર્મળ ભાવનાથી અર્ચના કરાય.
====================================================
September 17th 2018

તાલીઓના તાલે

.      .તાલીઓના તાલે  

તાઃ૧૭/૯/૨૦૧૮        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતાજીનો પ્રેમ મળે ભક્તોને,જ્યાં તાલીઓના તાલે ગરબા ઘુમાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા માતાને,જીવપર પવિત્રપ્રેમની વર્ષા થાય
.......જ્યાં નિર્મળભાવથી ગરબે ઘુમતા,ભક્તોપર માતાજીની કૃપા થઈ જાય.
પવિત્રધર્મનો સમય પારખી ભક્તો પધાર્યા,સંગે દાંડીયારાસ રમી જાય
આજે અનેક સ્વરૂપે પધારે માતાજી,જ્યાં પાવનરાહેજ ગરબા ગવાય
તાલી સંગે ગરબે ધુમતા નર ને નારી,મળેલ જીવન પાવન કરી જાય
નવરાત્રીની પવિત્રરાત્રીએ ધર્મ સમજતા,પવિત્રપ્રેમપણ મળતોથઈ જાય
.......જ્યાં નિર્મળભાવથી ગરબે ઘુમતા,ભક્તોપર માતાજીની કૃપા થઈ જાય.
માડી તારા ચારણને વંદન કરતા ભક્તો,નિર્મળભાવે ગરબે ઘુમી જાય
તાલીઓના સંગે શ્રધ્ધાએ દાંડીયા રમતા,માડીની કૃપાનો અનુભવ થાય
પ્રેમથી માડી કૃપા કરજો ભક્તો પર,જીવને મળેલદેહ પાવન થઈ જાય
અનંતકૃપાળુછે માતા અવનીપર,જે અનેકદેહ લઈ ધરતી પવિત્ર કરીજાય
.......જ્યાં નિર્મળભાવથી ગરબે ઘુમતા,ભક્તોપર માતાજીની કૃપા થઈ જાય.
============================================================

Next Page »