August 4th 2017
...
...
. .પરમકૃપાળુ
તાઃ૪/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,સાચી ભક્તિએ અનુભવ થાય
નિર્મળ ભાવના સંગે ભક્તિ કરતા,પરમાત્માની જ કૃપા થઈ જાય
.....અવનીપરનુ આજ સત્ય છે,જે શ્રધ્ધાએ ભક્તિ કરતા જ મળી જાય.
માનવજીવન એ કરેલ પાવન કર્મથી,જીવને અવનીએ લાવી જાય
નિખાલસ ભાવનાએ ભક્તિ કરતા,જીવપર જલાસાંઇની કૃપા થાય
પવિત્ર જીવ એજ આંગળી ચીધે દેહને,જે પવિત્રકર્મને કરાવી જાય
માગણી મોહને દુર રાખતા જીવનમાં,ના આફત કોઇ જ અથડાય
.....અવનીપરનુ આજ સત્ય છે,જે શ્રધ્ધાએ ભક્તિ કરતા જ મળી જાય.
જીવને મળેલ દેહને સમયની સાંકળ,એ સંગે સુખદુઃખ આપી જાય
પરમાત્માનો પ્રેમ મળતા જીવને,નિર્મળભાવનાએ સતકર્મ થઈ જાય
એજ બંધન જીવના અવનીપર,જે જીવને પવિત્ર માર્ગે જ લઈ જાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને,જ્યાં પરમાત્માની પરમકૃપા થઈ જાય
.....અવનીપરનુ આજ સત્ય છે,જે શ્રધ્ધાએ ભક્તિ કરતા જ મળી જાય.
======================================================
August 3rd 2017
..
..
. .પવિત્ર ગુરૂવાર
તાઃ૩/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજવળ જીવનનીરાહ મળે જીવને,જે નિર્મળ ભાવે કરેલ ભક્તિએ મેળવાય
મળેલ જીવને માનવદેહ અવનીએ,અનેક સંબંધે જીવોના કર્મથી સ્પર્શીજાય
....અદભુત લીલા છે પરમાત્માની,જે મળેલ દેહને પવિત્રરાહે જીવતા જ સમજાય.
સમયની સાંકળ એ અવનીએ મળે,જે જીવને મળેલ કૃપાએ અનુભવ થાય
પવિત્ર શ્રાવણ માસ એ હિંદુધર્મની રાહ,જે સત્કર્મથી જ જીવનમાં મેળવાય
સંત જલારામની ચિંધેલ આંગળી જીવોને,અન્નદાનથીજ પ્રભુકૃપા મળી જાય
પવિત્ર રાહે રહીને જીવતા પત્ની વિરબાઈ,સંસ્કાર સંગે પ્રભુને ભગાડી જાય
....અદભુત લીલા છે પરમાત્માની,જે મળેલ દેહને પવિત્રરાહે જીવતા જ સમજાય.
ગુરૂવાર પવિત્રદીવસ છેઅવનીપર,શ્રધ્ધાભક્તિએ જીવને સુખશાંંતિ મળીજાય
શેરડીમાં લીધેલ દેહ પરમાત્માએ સાંઇબાબાનો,જીવને પવિત્રમાર્ગે દોરી જાય
હિંદુમુસ્લીમ ધર્મને અભિમાનથી દુર રાખવા,માનવી તરીકે જીવન જીવી જાવ
નાકોઇ નિમિત બનેછે બાબાનાજન્મે,ને દેહ અંતે જમીનમાં વીલીન થઈજાય
....અદભુત લીલા છે પરમાત્માની,જે મળેલ દેહને પવિત્રરાહે જીવતા જ સમજાય.
===========================================================
August 1st 2017
.
.
. .પ્રેમનીગંગા
તાઃ૧/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહ એજ જીવને છે સ્પર્શે,જગતમાં કરેલ કર્મથી એ મળી જાય
પાવન રાહની પવિત્ર કેડી,પિતા ભોલેનાથની પ્રેમની ગંગાએ મેળવાય
.....શ્રાવણમાસમાં શ્રધ્ધારાખી,માતા પાર્વતી સંગે પતિ ભોલેનાથની પુંજા થાય.
પરમાત્માની કૃપા મળે દેહને,જ્યાં નિખાલસ ભાવના સંગે પુંજન થાય
કરેલ ભક્તિ પુજ્ય શ્રી ભોલેનાથની,સંગે માતા પાર્વતીનો પ્રેમ મેળવાય
ગજાનંદ શ્રીગણપતિએ સંતાન તેમના,જગતને કલમથી પાવન કરીજાય
અદભુત કૃપાળુ ભોલેનાથ છે અવનીપર,જે પવિત્ર ગંગાને વહાવી જાય
.....શ્રાવણમાસમાં શ્રધ્ધારાખી,માતા પાર્વતી સંગે પતિ ભોલેનાથની પુંજા થાય.
આગમન વિદાય એ સંબંધ જીવનો,જે મળેલ દેહથી જ સમજાઇ જાય
જીવનેમળે જ્યાં દેહપશુપક્ષીનો,નાકોઇ સમજણ જ્યાં નિરાધાર રહેવાય
કુદરતની જ્યાં પરમકૃપા મળે જીવને,ત્યાંજ માનવ દેહ મળતા સમજાય
ભક્તિભાવ શ્રધ્ધાએ રાખી પુંજન કરતા,શિવલીંગ પર દુધ અર્ચના થાય
.....શ્રાવણમાસમાં શ્રધ્ધારાખી,માતા પાર્વતી સંગે પતિ ભોલેનાથની પુંજા થાય.
===========================================================
July 31st 2017
..
. .શ્રધ્ધાથી સેવા
તાઃ૩૧/૭/૨૦૧૭ (શ્રાવણસુદ આઠમ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રાવણ માસની આઠમ આજે,ને સુર્યદેવની કૃપાએ સવાર પડી જાય
પાવનરાહ મળે જીવને હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધાએ શ્રાવણ માસમાં પુંજન થાય
.....સોમવારની પવિત્ર સવારે ભોલેનાથને,વંદન કરીને શિંવલીંગે દુધ અર્ચના થાય.
મનમાં રહેલ પવિત્ર ભાવના જીવનમાં,મળેલ દેહને અનંતશાંંન્તિ આપી જાય
ના મોહમાયાની ચાદર અડે દેહને,કેના કોઇજ અપેક્ષા જીવનમાં કદી રખાય
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતા,મા પાર્વતી પતિ શ્રી ભોલેનાથ કૃપાળુ થાય
એકજ આશિર્વાદની કૃપાએ જગતમાં,અબજો જીવો મુક્તિમાર્ગ મેળવી જાય
.....સોમવારની પવિત્ર સવારે ભોલેનાથને,વંદન કરીને શિંવલીંગે દુધ અર્ચના થાય.
અજબશક્તિશાળી પરમાત્મા જગતમાં,જે પવિત્રગંગાનુ આગમન કરાવી જાય
મળેલદેહને કૃપામળે ગંગામાતાની,વંદન કરી અર્ચનાએ જીવ મુક્તિમાર્ગે દોરાય
કરેલ કર્મથી મળેશાંંન્તિ જીવને,જે ગૌરીનંદન શ્રી ગણપતિની કૃપાએ મળીજાય
પરમકૃપાળુ છે પરમાત્મા અવનીપર,જે નિર્મળ ભાવે કરેલ ભક્તિએ અનુભવાય
.....સોમવારની પવિત્ર સવારે ભોલેનાથને,વંદન કરીને શિંવલીંગે દુધ અર્ચના થાય.
=============================================================
July 29th 2017
.
.
. .વીર હનુમાન
તાઃ૨૯/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્મા શ્રીરામના,એ પરમશક્તિશાળી ભક્ત છે હનુમાન
અવનીપર આગમન કરીને,અજબશક્તિશાળી રાવણનુ દહન કરી જાય
....અજબપ્રેમ મળ્યો પરમાત્માનો,જે પાવનભક્તિમાર્ગે ભક્તોને એ દોરી જાય.
અયોધ્યામાં અવતાર લીધો પ્રભુએ,જે પુત્ર શ્રીરામના નામથી ઓળખાય
માતાએ પણ દેહ લીધો અવનીપર,એ શ્રીરામના પત્ની સીતાજી કહેવાય
પવિત્રજીવે દેહ લીધો જગત પર,જે શ્રીરામના ભાઈ લક્ષ્મણથી ઓળખાય
માબાપના પ્રેમની પરમકૃપાએ જ,જગતમાં કરેલ કર્મ પાવનકર્મથી સમજાય
....અજબપ્રેમ મળ્યો પરમાત્માનો,જે પાવનભક્તિમાર્ગે ભક્તોને એ દોરી જાય.
શ્રધ્ધા રાખી ભક્તિ કરતા રાવણને,શ્રી ભોલેનાથ અજબશક્તિ આપી જાય
મળેલ શક્તિને પારખી જગતમાં,એ દુશ્કર્મથી જીવનમાં ભટકતો થઈ જાય
માતા સીતાનુ અપહરણ કરી જીવનમાં,શ્રી રામનો એ દોશીત દુશ્મન થાય
પરમભક્તિશાળી શ્રી હનુમાન,શ્રીરામને મદદ કરી રાવણનુ દહન કરી જાય
....અજબપ્રેમ મળ્યો પરમાત્માનો,જે પાવનભક્તિમાર્ગે ભક્તોને એ દોરી જાય.
=========================================================
July 21st 2017
.
.
. .દેવાધીદેવ મહાદેવ
તાઃ૨૧/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ છે પરમાત્મા અવનીએ,જગતમાં એ શ્રધ્ધાભક્તિએ સમજાય
પાવનરાહ મળે છે જીવને કૃપાએ,એજ દેવાધીદેવ મહાદેવ પણ કહેવાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
નિર્મળજીવનની રાહ બતાવે જીવોને,એ જગતમાં ભોલેનાથથી ઓળખાય
ૐ નમઃ શિવાયનુ શ્રધ્ધાએ સ્મરણ કરતા,શક્તિશાળી દેવની કૃપા થાય
પવિત્ર જીવનની રાહ મળે જીવને,જ્યાં દેવાધીદેવ મહાદેવને વંદન કરાય
આવી આંગણે કૃપા કરે મહાદેવ,જીવને ભક્તિની પવિત્ર રાહ મળી જાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
શ્રધ્ધાસંગે દુધનીઅર્ચનાકરતા સોમવારે,શંકરભગવાનની પરમકૃપા થઈજાય
જીવને મળેલ પાવન રાહે જીવતા,સમયની ના કોઇજ આફત અડી જાય
મળે માતાપાર્વતીનો પ્રેમ પ્રદીપને,સંગે ગજાનંદ ગણપતિનીકૃપા પણ થાય
ના અપેક્ષા કદી જીવને અડે,જે મળેલકૃપાએ કુળ પણ પાવન કરી જાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
=============================================================
July 11th 2017
..
..
. કૃપા મળી જાય
તાઃ૧૧/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગજાનંદ ગણનાથ સંગે ગણપતિય,માતા પાર્વતીના સંતાન પણ કહેવાય
પિતા ભોલેનાથની અજબશક્તિ મળી છે,જે તેમને વંદનથી મળી જાય
.....અવનીપરના આત્માને શ્રધ્ધા ભક્તિએ,ગણેશજીની કૃપા પણ મળી જાય.
શિવલીંગને દુધ અર્ચના કરી,ગજાનંદને પગે લાગીને ધુપદીપ પણ કરાય
મળેકૃપા મને અજબશક્તિશાળી માબાપની,જ્યાં પુત્ર ગણેશજી હરખાય
આગમન અવનીપરનુ જીવને કર્મથીબાંધે,નિર્મળભક્તિએ જીવથીછટકાય
અંતરમાં આનંદમળે દેહને જીવનમાં,જ્યાં ૐ ગં ગણપતયે નમઃ બોલાય
.....અવનીપરના આત્માને શ્રધ્ધા ભક્તિએ,ગણેશજીની કૃપા પણ મળી જાય.
પવિત્રરાહ મળે જીવને કૃપાએ,જ્યાં સંગે માતા રીધ્ધી સિધ્ધીય રાજી થાય
વંદન કરીને હાથ જોડી પગે લાગતા,જીવને કૃપાએ પાવનરાહ મળી જાય
કર્મના સંબંધ એ બંધન જીવના,અવનીપર આવનજાવનથી સમજાઈ જાય
મુક્તિમાર્ગ મળે જીવને,જ્યાં માતાપાર્વતીસંગે પિતા ભોલેનાથની કૃપા થાય
.....અવનીપરના આત્માને શ્રધ્ધા ભક્તિએ,ગણેશજીની કૃપા પણ મળી જાય.
==========================================================
July 8th 2017
...
...
. .મળ્યો ભક્તિપ્રેમ
તાઃ૮/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો જીવનમાં નિર્મળ ભક્તિપ્રેમ,જ્યાં શ્રી હનુમાનજીની કૃપા થઈ
નિર્મળ ભાવે શ્રી રામનામનુ સ્મરણ કરતા,સીતામાતા આવ્યા અહીં
......એજ કૃપા હનુમાનજીની કહેવાય,જે ભક્તિમાર્ગની રાહ આપી ગઈ.
અજબ શક્તિશાળી છે શ્રીરામના ભક્ત,પાવનરાહે ગદા પકડાઈ ગઈ
સીતામાતાની શોધ કરી અવનીએ,જ્યાં પ્રભુશ્રીરામની કૃપા મળી ગઈ
પવનપુત્રની અજબતાકાત હતી,જેમાતા અંજનીના આશિર્વાદ કહેવાય
રામનામનુ સતત સ્મરણ કરતા,લંકેશ્વર શ્રી રાવણનુ દહનએ કરી જાય
......એજ કૃપા હનુમાનજીની કહેવાય,જે ભક્તિમાર્ગની રાહ આપી ગઈ.
માયા નાસ્પર્શે કાયાને જીવનમાં,જ્યાં નિર્મળભાવે અંતરથી ભક્તિ થાય
ભક્તિભાવે વંદન કરતા,શ્રી રામ ભક્ત હનુમાનજી આંગણે આવી જાય
શ્રીરામ જયરામ જયજલારામ,શ્રીરામ જયરામ જયસાંઇરામની માળાથતાં
મળેલજન્મ માનવીનો જીવને પરમાત્મા કૃપાએ,પાવનરાહના પગલે જાય
......એજ કૃપા હનુમાનજીની કહેવાય,જે ભક્તિમાર્ગની રાહ આપી ગઈ.
=======================================================
June 23rd 2017
.
. .કર્મના બંધન
તાઃ૨૩/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરેલ કર્મનાસંબંધ છે જીવને,જે મળેલ દેહથી અવનીપર દેખાય
જીવને મળતા દેહ અવનીપર,કરેલ કર્મની કેડીને સમજાઇ જાય
.....એ પાવન કૃપા છે પરમાત્માની,મળેલ જન્મમરણને સ્પર્શી જાય.
અવનીપરનું આગમનથી દેહ મળતા,ત્યાં કરેલ કર્મની પરખ થાય
માનવદેહ એ ઉત્તમકૃપા છે જીવપર,જે સત્માર્ગે જીવને દોરી જાય
સમયને પારખીને જીવન જીવતા,મળેલ દેહની મહેંક પ્રસરતી જાય
શ્રધ્ધાભક્તિની પવિત્રરાહ પારખે,ના અભિમાન કે આફત અથડાય
.....એ પાવન કૃપા છે પરમાત્માની,મળેલ જન્મમરણને સ્પર્શી જાય.
માયાનો સંબંધ છે દેહને અવનીએ,જીવને દેહ મળતા અનુભવાય
કુદરતની અજબશક્તિ છે જગતપર,સતયુગ કળીયુગથી મળી જાય
માનવદેહે મળે કેડી જીવને,સમય પારખવા જલાસાંઈની કૃપા થાય
ઉજવળ જીવનની રાહ મળે,જ્યાં આંગણે પરમાત્માય આવી જાય
.....એ પાવન કૃપા છે પરમાત્માની,મળેલ જન્મમરણને સ્પર્શી જાય.
===================================================
June 22nd 2017
....
....
. .શક્તિ ભક્તિની
તાઃ૨૨/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિમાં એ અજબ શક્તિ છે,જીવને પાવનરાહે મુક્તિ દઈ જાય
અપેક્ષાની નાચાદર અડે જીવનમાં,કે ના મોહમાયા કોઇ અથડાય
.....મળેલ પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની અનંતકૃપા થઈ જાય.
મળે માનવદેહ જીવને અવનીએ,જે કરેલ કર્મના સંબંધથી મેળવાય
કુદરતની આ અજબલીલા છે,અવનીપર આવન જાવન મળી જાય
અનેક દેહના સંબંધ છે જીવને,જે જન્મ મળતા અવનીપર મેળવાય
માનવદેહને સમજણ સ્પર્શે જીવનમાં,પ્રભુકૃપા ભક્તિ માર્ગ દઈ જાય
.....મળેલ પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની અનંતકૃપા થઈ જાય.
મળેલ દેહને સ્પર્શે પ્રેમ માબાપનો,અવનીપર એ દેહને આપી જાય
પવિત્રરાહની કેડી મળે જીવને,જે નિર્મળભક્તિએ શક્તિઆપી જાય
ભક્તિમાર્ગ એજ કૃપા જલાસાંઇની,મળેલદેહની માનવતા મહેંકીજાય
નિર્મળભાવનાએ ભક્તિ કરતા જીવને,જન્મમરણના બંધનછુટી જાય
.....મળેલ પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની અનંતકૃપા થઈ જાય.
======================================================