May 20th 2012
. ભગાડજો
તાઃ૨૦/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે અવનીએ,ભગાડજો મોહમાયા ભગવાન
દેજો પ્રેમની સાંકળ જલાસાંઇ,આવતી વ્યાધીભાગીજાય
. ……………….માનવદેહ મળે અવનીએ.
રોજ સવારે પુંજન કરતાં,માગું જીવનમાં ભક્તિ અપાર
કૃપાનીકેડી મને મળે જીવનમાં,જે જન્મ સફળકરી જાય
પ્રાર્થના,પુંજા પ્રેમેકરું જીવનમાં,દેજો સુખદુઃખમાં સંગાથ
આવી બારણે રાહ જોઉ છું,પધારજો પ્રેમ દેવાને અપાર
. ……………….માનવદેહ મળે અવનીએ.
થતાં કર્મમાં સાથે રહેજો,ના કોઇ અપેક્ષાઓ ભટકાય
ભક્તિદેજો જલાસાંઇ અમને,જ્યાંમોહમાયા ભાગીજાય
અંત દેહનો આવતા,મોક્ષ દઈ કરજો જીવનો ઊધ્ધાર
વંદનકરતાં માગીએ અમે,ભગાડજો અપેક્ષાઓ હજાર
. ……………….માનવદેહ મળે અવનીએ.
======================================
May 18th 2012
. ચરણોમાં વંદન
તાઃ૧૮/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવનમાં રાહ સાચી,જે ઉજ્વળ જીવન આપી જાય
સંતને ચરણે વંદન કરતાં,ભવોભવના બંધન છુટી જાય
. ………………મળે જીવનમાં રાહ સાચી.
સાચા સંતની દ્રષ્ટિ પડતાં દેહે,મોહ માયા જ ભાગી જાય
ભક્તિની કેડી સરળ બને,ના દેખાવ કોઇ અથડાઇ જાય
કર્મનાબંધન તો સૌ જીવનેવળગે,ના સાધુથીય છટકાય
મુક્તિ મળે જીવને જગતથી,જ્યાં પરમ કૃપાળુ હરખાય
. ………………..મળે જીવનમાં રાહ સાચી.
મારૂતારૂ એ દેહના સ્પન્દન,જે સાચીભક્તિએ ભાગીજાય
જલાસાંઇના ચરણોમાં વંદનથી,ભવસાગર તરી જવાય
આંગણેઆવી ભીખ માગતા પ્રભુજી,વર્તનથી ભાગી જાય
એજ સાચી શ્રધ્ધા ભક્તિ જીવનમાં,જન્મસફળ કરી જાય
. …………………મળે જીવનમાં રાહ સાચી.
+++++++++++++++++++++++++++++++++++++
May 7th 2012

. . શીવબાબા
તાઃ૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંઇબાબા કે શીવબાબા બોલો;
. પરમકૃપાળુ ભોલેનાથ હરખાય,
ભક્તિ ભાવને પકડી રાખતાં;
. જીવનુ જગતમાં કલ્યાણ થાય.
. …………………સાંઇબાબા કે શીવબાબા બોલો.
સોમવારની છે સવાર નિરાળી;
. ને શિવલીંગે દુધ અર્ચના થાય,
મનને શાંન્તિ ને ઉજ્વળ જીવન;
. શીવજીની કૃપાએ જ મળી જાય.
. ……………….સાંઇબાબા કે શીવબાબા બોલો.
ૐ સાંઇનાથાય નમઃની માળા જપતાં;
. સાંઇબાબાની અનંત કૃપા થાય,
નિર્મળ કેડી મળતાં જીવનમાં;
. બાબા પ્રેમે બારણે આવી જાય.
. ………………..સાંઇબાબા કે શીવબાબા બોલો.
ભક્તિ ભાવની કેડી પકડતાં;
. જીવનમાં અનંત શાંન્તિ થાય,
મોહમાયાની ચાદર છુટતાં;
. જીવને મોક્ષ માર્ગ મળી જાય.
. ………………..સાંઇબાબા કે શીવબાબા બોલો.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
May 2nd 2012
. વ્હાલા સીતારામ
તાઃ૨/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવજો મારા વ્હાલા આજે,મા સીતા પતિ શ્રી રામ
પવનપુત્રનો સંગરાખીને,ઉતારજો ભવસાગર પાર
. ………………..આવજો મારા વ્હાલા આજે.
મંગળ દીપને ધુપ સંગે,આરતી પ્રેમે કરું હું આજ
સ્વીકારજો પ્રેમની પુંજા,અમારો કરજો બેડો પાર
. ………………..આવજો મારા વ્હાલા આજે.
ના માગુ સુખનો સાગર,કે ના માગું જીવનમા મોહ
દેજો મનને શાંન્તિ એવી,ના વળગે જીવનમાં ક્ષોભ
. ………………..આવજો મારા વ્હાલા આજે.
ભવસાગર પાર કરવાને,પ્રદીપ પર કરજો કૃપા પ્રેમે
રમા રવિહિમાને સંગેરાખી,દીપલનિશીત સામુ જોજો
. ………………..આવજો મારા વ્હાલા આજે.
મળ્યો માનવદેહ અવનીએ,અહીં તહીં જીવ ભટકાય
સમજણની એકસાંકળ ન્યારી,મોહમાયા ભાગી જાય
. ………………..આવજો મારા વ્હાલા આજે.
બારણું ખોલી રાહ હું જોતો,પ્રેમે જલાસાંઇને ભજતો
દુર્લભ જીવન મારૂ કરજો,આવીને જીવને અમૃતદેજો
. ………………..આવજો મારા વ્હાલા આજે.
અંત દેહનો આવે નિર્મળ,જેને મૃત્યુ જગે કહેવાય
પકડી આંગળી અમને લેજો,ખોલજો સ્વર્ગના દ્વાર
. ………………..આવજો મારા વ્હાલા આજે.
+++++++++++++++++++++++++++++++++++++
May 1st 2012
. .प्रभु कृपा
ताः१/५/२०१२ प्रदीप ब्रह्मभट्ट
यही तो मेरी श्रध्धा है,और यही मेरा है विश्वास
पुरणकाम करने से पहले,वहां प्रभु कृपा हो जाय
. ……………… यही तो मेरी श्रध्धा है.
अवनी पर में आया कर्मसे,येही सच्ची है पहेचान
अपने जीवोके संबंधसे,जगके संबंधको समजाय
जुडे हुए बंधनको समजे,हो जाये सबका कल्याण
आजकालकी नाआफत रहेती,सच्चाप्रेममिलजाय
. ………………..यही तो मेरी श्रध्धा है.
खाली हाथ में आयाथा,और जाना भी हे खाली हाथ
मोह मायाके ये अतुट बंधन,जीव जन्मोमे लबदाय
आजकालका जहां बंधनतुटे,तब समयको समजाय
कलकी राह न देखने पर,सच्ची प्रभु कृपा मिल जाय
. ……………….यही तो मेरी श्रध्धा है.
++++++++++++++++++++++++++++++++++++
April 8th 2012
. મંગળકારી
તાઃ૮/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મંગળકારી છે સિધ્ધી વિનાયક,ઉજ્વળ જીવન દે સુખદાયક
નિર્મળ ભાવે ભક્તિ કરતાં,માયા મોહ ભાગે છે ભય વિનાશક
…………..ગજાનંદ ગણપતિ વિનાયક,જગે જીવને એ મુક્તિ દાયક
શુધ્ધ ભાવના ને સરળ ભક્તિ,જીવને મળે છે સાચી શક્તિ
મોહ માયાના સંબંધ છુટતાં,જગમાં શાંન્તિ જીવને મળતાં
ગૌરીનંદનગણપતિ નિરાળા,સરળ જીવનમાંશાંન્તિ દેનારા
આધી વ્યાધીને એછે બાંધી રાખી,સાચી શ્રધ્ધા ભક્તિ આપી
. ………………મંગળકારી છે સિધ્ધી વિનાયક.
કરુણા સાગર છે સ્વર્ગ દેનારા,આંગણે આવી એ સુખ દેનારા
પુંજન અર્ચન કરતાં પ્રભાતે,કૃપાની દ્રષ્ટિ જીવ પર કરનારા
ભોલેનાથની પ્રેમે માળા કરતા,માતા પાર્વતી ખુબ હરખાતા
મુક્ત માર્ગને સરળ કરનારા,જીવની ઝંઝટ એ છે હણનારા
. ………………..મંગળકારી છે સિધ્ધી વિનાયક.
==========================================
April 2nd 2012
. ભજન ભક્તિ
તાઃ૨/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવી દેહને મળે શાંન્તિ,ને જીવને જન્મ સફળ દેખાય
સાચી રાહ જીવને મળતાં,દેહથી ભજન ભક્તિ થઈ જાય
. ……………માનવી દેહને મળે શાંન્તિ.
આગમનના એંધાણ મળે જીવને,જ્યાં બંધન કર્મના બંધાય
શીતળતાનો સંગાથમળે,જ્યાંસાચી જલાસાંઇની કૃપા થાય
અંતરમા આનંદની વર્ષા,જીવે કરેલ ભક્તિએ જ મળી જાય
ભજનની ભાવના મનમાં રાખતાં,પ્રભુની નિર્મળ દ્રષ્ટિથાય
. ……………….માનવી દેહને મળે શાંન્તિ.
ભક્તિનો છે રંગઅનેરો,જીવને મળેલ દેહ ઝગમગ થઇ જાય
આફતોને આંબી લેતા જીવનમાં,શાંન્તિનો ભંડાર ભરાઇજાય
ભજન કરતાં ભાવથી નિર્મળ,પરમાત્માની કૃપા વરસી જાય
ભક્તિનો આ રંગ અનેરો,જે મળેલ જન્મ સાર્થક કરી જ જાય
. ……………….માનવી દેહને મળે શાંન્તિ.
======================================
March 22nd 2012

.
.
.
.
.
.
.
.
.
.
.
. ગજાનંદની કૃપા
તાઃ૨૨/૩/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શુભ આશિષ જ્યાં મળે ગજાનંદની
. ત્યાં જ આનંદની વર્ષા થાય
આભ તુટે કે વાદળ પણ ગાજે
. તોય ના આફત કોઇ અથડાય
. …..……………..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.
શુભ લાભનો સાથ મળે જીવનમાં
. ને ના કોઇ જીવનમાં ભટકાય
અનંત પ્રેમ મળે જીવનમાં સૌનો
. આ જીવનો જન્મસફળ થઈ જાય
. …..……………..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.
રિધ્ધી સિધ્ધીના એ સંગાથી જીવે
. અનંત કૃપાનો એતો છે ભંડાર
ભોલેનાથના છે સંતાન જગતમાં
. ને મા પાર્વતીજીના વ્હાલા બાળ
. …..……………..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.
=========================================
March 10th 2012
. માળાની પ્રીત
તાઃ૧૦/૩/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાળપણમાં મળી ગઈ એ કેડી,જે તન મનને સ્પર્શી જાય
ઉજ્વળ જીવનની રાહમળે,જ્યાં સાચી માળાથીપ્રીત થાય
. ……………….બાળપણમાં મળી ગઈ એ કેડી.
ભક્તિનો સંગ રાખતાં જીવનમાં,વાણી વર્તનને સચવાય
માતાપ્રેમથી મળે સંસ્કારદેહને,ને પિતાથી મહેનત લેવાય
જીવનેમળે મુક્તિનો સંગ,જ્યાં જલાસાંઇની માળાપ્રેમેથાય
પળપળને એ સાચવે જીવનમાં,ફેહને સદ માર્ગ મળી જાય
. ………………બાળપણમાં મળી ગઈ એ કેડી.
ધ્યેય જીવનમાં ઉજ્વળ રાખતાં,નાકોઇ અડચણ આવી જાય
પિતાએ ચીંધેલ એક આંગળી,જીવનો જન્મ સફળ કરી જાય
ભક્તિપ્રેમ ને મનથી માળા કરતાં,જીવપર કૃપા પ્રભુનીથાય
સાચી પ્રીત જલાસાંઇથી કરતાં,જગની મોહમાયા છુટી જાય
. ………………બાળપણમાં મળી ગઈ એ કેડી.
+++========+++======+++======+++======+++
March 3rd 2012
કલ્યાણ
તાઃ૩/૩/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળશે જો માયા ભોલેનાથની,જે જન્મ સફળ કરી જાય
ૐ નમઃ શિવાયના સ્મરણથી,જીવને મુક્તિ મળી જાય
. …………….મળશે જો માયા ભોલેનાથની.
શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,પાવન કર્મ જ જીવનમાં થાય
આજકાલની ના ચિંતા જીવને,જે દેહને મુક્તિએદોરીજાય
શાંન્તિનો સહવાસ મળે જીવને,એ શ્રધ્ધા સાચી કહેવાય
ભોલેનાથના ભજન માત્રથી, માતા પાર્વતીની કૃપા થાય
. …………..મળશે જો માયા ભોલેનાથની.
લીધી ટેક જીવનમાં ભક્તિની,જે જીવનુ કલ્યાણ કરી જાય
મળીપ્રીત ભોલે શંભુની,ના કર્મનાબંધન જીવને મળીજાય
સ્વર્ગની સીડીનીકેડી મળતાં,જીવનમાં પાવનકર્મ થઇજાય
મુક્તિમાર્ગ ખુલતાંજીવને,ના દેહનીવ્યાધી અવનીએદેખાય
. ……………..મળશે જો માયા ભોલેનાથની.
======================================