December 26th 2020
. .આંગળી પકડી
તાઃ૨૬/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની થઈ,માબાપના પ્રેમથી મળ્યો દેહ અવનીપર
બાળપણમાં આંગળી પકડીને ભણતરની કેડીને ચીંધી પપ્પાએ તહીં
....અનંતપ્રેમથી માતા સરસ્વતીએ આંગળી પકડીને કલમની રાહ મને આપી.
મળેલ માનવદેહને પાવનરાહ મળી,જે સમયસંગાથે પ્રેરણાએજ સચવાય
કુદરતની કેડીને સંભાળી ચાલતા,ના મોહમાયા કે અભિમાન અડી જાય
કલમનીરાહની કેડીમળી જે કલમપ્રેમીઓના સંગાથથી આગળ લઈ જાય
માતા સરસ્વતીએ મારી આંગળી પકડી,કલમની પાવનરાહ આપી જાય
....અનંતપ્રેમથી માતા સરસ્વતીએ આંગળી પકડીને કલમની રાહ મને આપી.
સારેગમની સમજણ પકડતા,અવાજથી સૌને અનંતઆનંદ પણ મળીજાય
એ પાવનકૃપા પ્રેમાળ પ્રેમીઓની મળી,જે કલમથીજ સમયનેય સચવાય
શ્રધ્ધારાખી સમજણથી કલમપકડી,માતાએ ચીંધેલ આંગળીથી મળી જાય
અનંતપ્રેમાળ કલમપ્રેમીઓ હ્યુસ્ટનમાં,સાચી સમજણથી સાથ આપી જાય
....અનંતપ્રેમથી માતા સરસ્વતીએ આંગળી પકડીને કલમની રાહ મને આપી.
************************************************************
December 21st 2020
. .શાંન્તિ મળી ગઈ
તાઃ૨૧/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા સરસ્વતીની પાવનકૃપા,એ હ્યુસ્ટનના કલમપ્રેમીઓથી મળી ગઈ
નિખાલસપ્રેમથી કલમની પકડતા,દુનીયામાં કલમનીકેડીથી અપાઈ ગઈ
....એ પરમશાંન્તિ મળી મળેલદેહને,જે સમય સમજીને જીવનમાં ચાલતી થઈ.
વ્હાલા કલમના પ્રેમીઓનો સંગાથમળે,શ્રધ્ધાભાવથી કલમ પકડાઇ જાય
મળેલ દેહની માનવતા પ્રસરે જીવનમાં,જે અનેકરાહથી જીવને પ્રેરી જાય
સમયની સાથે કલમનો ઉપયોગ કરી,ઉજવળરાહે હ્યુસ્ટનમાં વંચાવી જાય
મનથી મળેલ પાવનકેડીથી જીવનમાં,અનંત પ્રેરણાની કલમથી પ્રસરીજાય
....એ પરમશાંન્તિ મળી મળેલદેહને,જે સમય સમજીને જીવનમાં ચાલતી થઈ.
કુદરતનીજ આકૃપા અવનીપર,જે પાવનરાહની કેડી માનવીને આપી જાય
પરમશ્રધ્ધાએ કલમ ચાલતા જીવનમાં,માતા સરસ્વતીની કૃપાએજ સમજાય
શાંંતિનો સંગાથ મળે કલમથી પકડેલકેડીએ,જે પ્રેમીઓનો પ્રેમ મળી જાય
નાકોઇ ચિંતા કે નાકોઈ તકલીફ રહે,એજ કલમપ્રેમીઓનો પ્રેમજ કહેવાય
....એ પરમશાંન્તિ મળી મળેલદેહને,જે સમય સમજીને જીવનમાં ચાલતી થઈ.
***************************************************************
December 9th 2020
*****
*****
. શ્રી લક્ષ્મી માતા
તાઃ૯/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો ભારતની એ ભુમી પર,જે માતા લક્ષ્મીથી ઓળખાય
શ્રી વિષ્ણુ ભગવાનની પાવનપત્ની,જેમનીકૃપાએ સુખશાંંતિ મળી જાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
જીવને મળેલદેહ એ કર્મનો સંબંધ છે,એ જીવને દેહ મળતાજ દેખાય
મળેલ જન્મને ઉંમરનો સંબંધ દેહથી,જે સમયસંગે સમજીને જ ચલાય
પરમકૃપાળુ માતા લક્ષ્મીછે જીવનમાં,એ દેહપર ધનની કૃપા કરી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા માતાની,જીવનમાં નાકોઇ તકલીફ મેળવાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
પવિત્ર કૃપાળુ માતા છે,સંગે પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાનનો પ્રેમ મેળવાય
કુદરતની આ કૃપા ભારત દેશપર,જ્યાં પરમાત્મા અનેક જન્મ લઈ જાય
મળેલદેહને ના કોઈ સમય સ્પર્શે,જ્યાં નિર્મળ ભાવનાથી જીવન જીવાય
પવિત્ર ધર્મ હિંદુ છે જગતમાં,જેમાં અનેક પવિત્રદેહોનો સંગ મળી જાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
***************************************************************
October 3rd 2020
. .જય બજરંગબલી
ત્તાઃ ૩/૧૦/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી છે બળવાન જગતમાં,પવિત્ર રામ ભક્ત હનુમાન પણ કહેવાય
માતા અંજનીના લાડલાદીકરા,સંગે પિતા પવનદેવના સંતાનથીય ઓળખાય
....ભારતની ભુમી પર એ જન્મ્યા,જગતપર અજબશક્તિશાળી જીવન એ જીવી જાય.
પરમાત્માના જીવથી શ્રીરામસીતા જન્મ લઈ જાય,જે અયોધ્યામાં ઓળખાય
અવનીપર સદમાર્ગના સંગાથછોડી,જીવતા દેહોને રાહ આપવાએ આવીજાય
શ્રી રામને કળીયુગના સમયે દુર લઈ જાય,જ્યાં પત્ની સીતાને ઉપાડી જાય
લંકાના રાજા રાવણને માયા લાગતા,પવનપુત્ર હનુમાન ગદાથીજ મારી જાય
....ભારતની ભુમી પર એ જન્મ્યા,જગતપર અજબશક્તિશાળી જીવન એ જીવી જાય.
સીતાજીને ઉઠાવી ગયા પતિ શ્રી રામથી,જે ભારતમાં લંકાના રાજા કહેવાય
બજરંગબલીની કૃપા થઈ શ્રી રામથી,જે દેહને પાવન અજબશક્તિ દઈ જાય
રાવણ એ શંકભગવાનના ભક્ત હતા,પણ અભિમાનનીકેડી એ જીવતા થયા
પવિત્ર શ્રીરામને એ તકલીફ આપીગયા,જે સીતાજીને ઉઠાવીને ભગાડી જાય
બધી તકલીફથી બચાવવા શ્રીરામને,બજરંગબલી રાજારાવણનુ દહન કરીજાય
....ભારતની ભુમી પર એ જન્મ્યા,જગતપર અજબશક્તિશાળી જીવન એ જીવી જાય.
###################################################################
September 23rd 2020
. .સંસારનીકેડી
તાઃ૨૩/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માબાપનો પ્રેમ સંતાનને,જે પકડેલ પ્રેમ સંસારમાં દેહ આપી જાય
અવનીપરના આગમનનો સંબંધ છે પ્રેમનો,પાવનકૃપા પરમાત્માની થાય
.....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય.
અદભુતલીલા અવીનાશીની અવનીપર,જગતપર જીવને દેહ આપી જાય
થયેલકર્મ જીવના મળેલ દેહને સ્પર્શે,જે જીવને જન્મમરણથી અનુભવાય
નિમીતબને માબાપ જીવનમાં,જે સંસારના સંબંધથી દેહને કર્મઆપીજાય
પરમપ્રેમ મળેદેહને અવનીપર,એજ શ્રધ્ધાભાવથી થયેલ ભક્તિથી દેખાય
.....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય.
કુદરતની આકેડી જગતપર દેખાય,જે જીવનાકર્મથી દેહને સમયે મેળવાય
દેહને મળે સંસારની કેડી જીવનમાં,એ સંસારને કુળથી આગળ લઈ જાય
પતિપત્નીના સંગાથે ચાલતા કુળને,સંતાન મળે જે પુત્રપુત્રીથી ઓળખાય
પાવનકર્મનીrરાહ મળે જીવને દેહથી,જ્યાં સંત જલાસાંઇની ભક્તિ થાય
.....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 22nd 2020

. . શ્રી જય રામ
તાઃ૨૨/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રધર્મની પાવનરાહે ચાલતા,રાજા દશરથના એ વ્હાલાસંતાન કહેવાય
અયોધ્યામાં જન્મ લીધો અવનીપર,સંસારમાં પવિત્રજીવનસંગે ચાલી જાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
અવનીપરના દેહને શ્રી રામ સંગે,સંસારમાં લક્ષ્મણ,ભરત,શત્રુધ્ન મેળવાય
સમય સમઝીને ચાલતા પરમાત્મા,એ લીધેલદેહને ભગવાન શ્રીરામ કહેવાય
માનવદેહ મળતા જીવને કર્મના બંધન,સમયસંગે જીવનમાં એ સ્પર્શી જાય
રામ લક્ષ્મણના એ મળેલદેહને,કુટુંબમાં રાજા દશરથના એ સંતાન કહેવાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
પત્ની સીતાબેનનો જીવ પણ પવિત્ર હતો,જે પતિસંગે જીવનસંગીની થાય
પતિસંગે રહી ચાલતા જીવનમાં,રાજારાવણથી એને રામથી ભગાડી જવાય
લંકામાં પકડીલાવતા સીતાજીને,પરમશક્તિશાળી હનુમાનથી તેમને શોધાય
સમયને પકડતા રાજા રાવણના અભિમાનને,હનુમાન લંકાનુ દહનકરી જાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
==================================================================
March 9th 2020
. .સન્માન નારીનુ
તાઃ૯/૩/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકર્મની રાહ પકડીને જીવતા,જીવોને પવિત્રરાહએ આપીજાય
માનવતાની મહેંક પ્રસરાવી જીવતા,મળેલદેહને પાવનએ કરી જાય
......એજ દેહ છે અવનીપર,જે નારીના પવિત્રદેહથીજ ઓળખાય.
પરમાત્માની કૃપા મળે દેહને,જે સંતાન દેતાજ માતા એ થઈ જાય
મળેલ સંસ્કાર પકડીને ચાલતા,જીવનમાં પવિત્રરાહ દેહને મળીજાય
નિર્મળ જીવનનો સંગાથ મળે,ના કોઇ જ અપેક્ષા જીવનમાં રખાય
મળે મમ્મીના આશીર્વાદ સંતાનને,એજ પિતાને રાજી પણ કરીજાય
.......એજ દેહ છે અવનીપર,જે નારીના પવિત્ર દેહથીજ ઓળખાય.
વિરબાઈબેને સંસ્કાર સાચવ્યા,જ્યાં પતિથી સાધુની સેવાએ મોકલાય
જલારામની જ્યોતપ્રગટી સંસારમાં,જ્યાં પ્રભુ ઝોળીલાકડી આપી જાય
પવિત્ર જીવ અવનીપર આવી જાય,ત્યાં જ પત્નિ માતાથી ઓળખાય
ના.રીદેહની અજબકૃપા જગતપર,અનેક જીવોને માનવદેહ આપીજાય
......એજ દેહ છે અવનીપર,જે નારીના પવિત્ર દેહથીજ ઓળખાય.
મળે દેહ નારીનો જીવને સંસારમાં,જે પતિનો પાવનપ્રેમ મેળવી જાય
અદભુતલીલા થાય પરમાત્માની જગતપર,એ માનવદેહ મળતા દેખાય
નારી દેહનુ થાય સન્માન અવનીપર,જે પવિત્રરાહે જીવન જીવી જાય
પ્રદીપને પ્રેમ મળે બહેનોનો હ્યુસ્ટનમાં,અનંતપ્રેમે કલમ પકડાવી જાય
.......એજ દેહ છે અવનીપર,જે નારીના પવિત્ર દેહથીજ ઓળખાય.
=====================================================
January 1st 2020
. .સત્કર્મની કેડી
તાઃ૧/૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સંગે ચાલતા ગુજરાતીઓ,જગતપર નિખાલસથી પ્રેરણા આપી જાય
માન અભિમાનની નામાગણી રાખે,જે પવિત્રકર્મ સંગે સન્માન પામી જાય
....એ કૃપા માતા સરસ્વતીની,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓનુ સન્માન કરાવી જાય.
મળેલદેહને તો સંબંધ છે થયેલકર્મનો,જે અવનીપર દેહના વર્તનથી દેખાય
સરળ જીવનની રાહ મેળવી જીવવા,સત્કર્મનો સંગાથ પ્રભુકૃપાએ મેળવાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે શ્રધ્ધાભક્તિએ પાવનકર્મ કરાવી જાય
કૃપાની પાવનરાહ મળે દેહને,એ મા કૃપાએ દેહથી પકડેલ કલમથી દેખાય
.....એ કૃપા માતા સરસ્વતીની,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓનુ સન્માન કરાવી જાય.
પવિત્રરાહે કલમ પકડતા જીવનમાં,અનંતપ્રેમની વર્ષાએ પાવનરાહ દઈ જાય
ના કોઇજ અપેક્ષા માનવદેહની રહે,જે દેહને પવિત્રરાહની પ્રેરણાએ દેખાય
મનથી પકડેલ કલમથી અનંતરાહમળે જીવને,જે અનેકને આનંદ આપી જાય
શાંંતિનો સંગાથ મળે દેહને જીવનમાં,જે સત્કર્મનો સાથ જીવને આપી જાય
.....એ કૃપા માતા સરસ્વતીની,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓનુ સન્માન કરાવી જાય.
================================================================
October 22nd 2019
. .ઉજવળ પ્રેમ
તાઃ૨૨/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજવળ પ્રેમની ગંગા વહે હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓને મલકાવી જાય
શ્રધ્ધાપ્રેમથી શબ્દો પકડી ચાલતા,માતા સરસ્વતીની કૃપા પણથાય
......એવી પાવનરાહે ચાલતા પ્રેમીઓ,સાહિત્ય સરીતા વહેવડાવી જાય.
આંગણે આવી પ્રેમ મળે માતાનો,જે મનને અદભુતરાહ આપી જાય
પવિત્ર ભાવનાએ કલમ પકડતા,વાંચકોને પવિત્ર આંગળી ચીંધી જાય
સુખશાંન્તિનો સંગાથમળે સંસારમાં,એજ નિખાલસ જીવન આપીજાય
મળે પ્રેમનો સાગર જીવનમાં,જે જીવને તનમનથી શાંંતિ આપી જાય
......એવી પાવનરાહે ચાલતા પ્રેમીઓ,સાહિત્ય સરીતા વહેવડાવી જાય.
કલમ પકડતાજ પ્રેરણા મળે દેહને,જે કલમને સદમાર્ગેજ દોરી જાય
સમયસંગે ચાલતા કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં કલમથી પ્રેરણા આપી જાય
અનેક પ્રેમીઓને એ જ પ્રેરણા કરે,જે દેહને સુખસાગરમાં લઈ જાય
પાવનરાહે કલમપકડતા સર્જકોથી,અનેકજીવોને અનંત ખુશ કરી જાય
......એવી પાવનરાહે ચાલતા પ્રેમીઓ,સાહિત્ય સરીતા વહેવડાવી જાય.
=========================================================
October 20th 2019
. . આઝાદ ભારત
તાઃ૨૦/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શુરવીરોનો જ્યાં સાથ મળે,ત્યાં અજબશક્તિ મળી જાય
ભારતદેશને આઝાદી,શુરવીરોના સંગાથથીજ મળી જાય
.....એજ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય
અંગ્રેજોની તાકાત હતી,જે જગતમાં સત્તાએ દખાઈ જાય
ના કોઇની લાયકાત હતી જગતમાં,કે તેમને આંબી જાય
શુરવીરોનો સંગાથ મળતા,ભારતને આઝાદીએ લઈ જાય
મહાન આત્મા ગાંધીજીનો,જે દેશમાં મહાત્માએ ઓળખાય
......એજ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય
સરદાર હતા વલ્લભભાઈ,જેને ગુજરાતની શાન કહેવાય
આંબી લીધા અંગ્રેજોને દેશમાં,ભારત છોડીને ભાગીજાય
મળીગઈ આઝાદીદેશને,જે દેશવાસીઓને ખુશકરી જાય
માનઅને સન્માન ગુજરાતીઓનુ,ના કોઇથી તેને અંબાય
......એજ શાન છે ભારતની,જે ગુજરાતીઓ જ લાવી જાય.
================================================