September 18th 2012

સંસ્કાર

                                           સંસ્કાર

તાઃ૧૮/૯/૨૦૧૨                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

            મમ્મી બહાર બારણે બાવો આવ્યો છે.એવું મને બારીએથી દેખાય છે. મારા સ્કુલ જવાના સમયે અહીં આવીને ભીખ કેમ માગતા હશે.મને કંઈ સમજ નથી પડતી.હે ભગવાન આ લોકો આ રીતે કેમ જીવતા હશે તે મને સમજાતું નથી. નીરૂબેન રસોડામાં ગેસ ચાલુ કરી દાળ અને શાક ધીમા તાપે બનતા મુકી ઘરના મંદીરમાં સંત જલારામ બાપા અને સંત સાંઈબાબાની માળા કરતા હતા.તેમનો દીકરો અનુજ સ્કુલમાં ભણવા જવાની તૈયારી કરતો હતો.તેર વર્ષના અનુજને તેની મમ્મીએ ઉત્તમ જીવન જીવવા માટે ભણતરનુ મહત્વ સંસ્કારમાં આપેલ.એટલે અનુજ વહેલો ઉઠી નાહી ધોઇ ભગવાનને પગે લાગી પાંચદસ મીનીટ પલાંઠીવાળી બંન્ને સંતોને વંદન કરી લેતો.એ જ્યારે મમ્મી ઉઠીને ચા માટે બોલાવે ત્યારે ઉપલા માળેથી આવ્યો મમ્મી કહીને નીચે આવી મમ્મીને પગે સ્પર્શી જય જલારામ મમ્મી કહે અને મમ્મી તેને બાથમાં જકડી બચી કરી લેતી આ તો દરરોજની વાત થઇ.ઘણી વખત તે લેશનમાં મશગુલ હોય ત્યારે મમ્મી ઉપર આવી કાન પકડી કહે ચલ બેટા ચાનાસ્તો નથી કરવાનો.
સમય તો કોઇ ના હાથમાં નથી.ખુદ રામ ભગવાનને પણ સમય આવતાં જંગલમાં જવું પડ્યુ હતું.પંદર વર્ષ પહેલા નીરૂબેનના લગ્ન વડોદરામાં રહેતા રાવજીભાઈના એકના એક દીકરા રાજેન્દ્ર સાથે થયા હતા.નીરૂબેનને એક મોટી બહેન હતા જે લગ્ન બાદ દીલ્હી રહેતા હતા.લગ્ન પછી નીરૂબેન વડોદરા રહેવા આવી ગયા.તેમના પતિ સરકારી કચેરીમા ક્લાર્કની નોકરી કરતા હતા.પગાર સારો હતો રજાઓ પણ સારી એવી મળતી હતી અને પાછી ખાધેપીધે શાંન્તિ હતી. પણ તેમને બહાર ફરવાનો શોખ પહેલેથી હતો અને રજા મળી કે ફરવા જતા રહે. નીરૂબેનને તેમના માબાપ તરફથી સંસ્કાર મળેલા એટલે સવારે ઉઠી સાસુ સસરાને પગે લાગી નાહી ધોઇ સેવા કરી રસોડામા જઇ રસોઇ તૈયાર કરી ઘરમાં કપડાલત્તા સફાઇ કરવી એ રોજીંદુ બની ગયુ હતું.સાસુ સસરાને કંઇજ કહેવુ ના પડે તે હંમેશાં ધ્યાનમાં રાખતા હતા.તેના પતિ હંમેશાં આઠ વાગે ઉઠે તેમની નોકરી દસ થી છ વાગ્યાની હતી એટલે મોડા ઉઠે.નીરૂબેન તેમના માબાપને ત્યાં અને અહીંયા પણ સવારે સાડા છ વાગે ઉઠી જતા અને સેવા તથા ઘરકામ કરતાં.સાસુ સસરાને પણ આ વહુ માટે માન થયુ કે સંસ્કારી દીકરી છે એટલે તેમના છોકરાને જીવનમાં કોઇ તકલીફ નહીં પડે.

                સાસરા પક્ષમાં  નજર કરીએ તો નીરૂબેનના સસરા એ સરકારી કચેરીમાં પટાવાળાનું કામ કરે.ઓફીસના બારણા આગળ બેસી રહેવાનુ અને સાહેબ બોલાવે એટલે અંદર જઇ જે કહે તે કામ કરવાનું. જ્યારે બપોરના ખાવા માટે સમય  મળે ત્યારે બહાર જઈ લારી આગળ ઉભા રહી ચા નાસ્તો કરવાનો અને પછી બીડી પીવાની.સરકારી નોકરી હતી એટલે તેમને  બધા સરકારી લાભ મળે. તેમને ત્રણ દીકરા અને એક દીકરી હતી. મોટો દીકરો નટવર સરકારી સ્કુલમાં માસ્તરની નોકરી કરતો હતો અને તેની પત્ની સરીતા પણ સ્કુલમાં નોકરી કરતી હતી. બીજો દીકરો રાજેન્દ્ર સરકારી કચેરીમા ક્લાર્કનુ કામ કરતો હતો.ત્રીજો દીકરો નરેન્દ્ર ગામમાં એક અનાજની દુકાનમાં રજીસ્ટર પર કામ કરતો હતો. અને દીકરી નંદીની સ્કુલમાં ભણી અને લગ્ન બાદ તેના પતિ મનહરભાઇ સાથે નડીયાદમાં રહેતી હતી.

                રાજેન્દ્રભાઇની ઓફીસમાં કારદાકીય કામો થતા હોય એટલે મકાન,મિલ્કત,છુટાછેડા,લગ્ન રજીસ્ટર કે વિદેશ જવાના કાગળો તૈયાર કરી સાહેબ પાસે જઈ સહી કરાવી પરત આપવા આ તેમનું રોજનુ કામ.ઓફીસમાં બહારથી આવેલા માણસોનો દેખાવ,પૈસાનો ઉછાળો અને મોટી મોટી વાતો એ સાંભળી અને જોઇને ઘણી વખત મુંઝાય અને પરદેશ જવાનો વિચાર મનમાં થાય કરે.પણ  હવે છત્રીસ વર્ષે શુ કરવાનુ લગ્ન થઈ ગયે બે વર્ષ થઈ ગયા અને તેની પત્નિ નીરૂએ બાળકનો જન્મ આપ્યો અને એ પણ એક વર્ષનો થઈ ગયો.પણ જગતમાં માયા અને કાયાનો મોહ કળીયુગમાં કોઇને છોડતો નથી. માબાપે આપેલા સંસ્કાર એ જીવને સદમાર્ગે લઈ જાય નહીં તો પછી એવું પગલુ ભરાય કે ના અહીંના કે ના તહીંના રહેવાય.રાજેન્દ્રને પણ એવી માયા લાગેલ કે અહીંના કરતાં અમેરીકામાં જીવન જીવવાની મઝા આવે.પૈસે ટકે શાંન્તિ મોટર લઈ ફરવાનું અને એય હાયબાય કરીને  લ્હેર કરવાની.એક દીવસ અમેરીકાથી આવેલી ડોલી તેના કાયદાકીય કાગળો લઈને આવેલ.તેના લગ્ન થયેલા પણ તેનો અમેરીકન પતિ રોમી દારૂ સીગરેટ અને બીજી સ્ત્રીયોના સંબેધમાં હોવાથી રાત્રે ઘેર ના આવે.બહાર રખડ્યા કરે અને રાતની  જોબ એક મોટા અમેરીકન શાકભાજીના સ્ટોરમાં રજીસ્ટર પર કરે.ડોલીની સાથે લગ્ન થયે બાર વર્ષ થયેલ પણ પતિનો કોઇ જાતનો સાથ નહી.એક બાળક થયેલ પણ જીવનમાં કોઇ જાતની શાંન્તિ નહી. તે એક મૉટેલમાં ખાવા કરવા જતી અને જીવન જીવી રહી હતી.એક દીવસ તેના પતિ ઘરમાં તેના બાળકની સામે બહારથી લાવેલ સ્ત્રીની સોડમાં બેસી અને નખરા કરે જે સારુ ના કહેવાય તેથી ડોલીએ પોલીસને બોલાવી અને પેલી અડધા કપડા પહેરેલી સ્ત્રીને પોલીસને સોપી દીધી. આ પ્રસંગથી તેનો પતિ ખુબજ અકળાયો અને ત્રીજે દીવસે કોર્ટના કાગળ લઈને છુટાછેડાના સ્ટેમ પેપર પર સહી કરાવી અને જતો રહ્યો. ડૉલી બહુંજ દુખી થઈ એટલે એ જ્યાં નોકરી હતી  તેજ મૉટેલમાં માલીકને વાત કરી નિરાધાર બતાવી તેના છોકરા સાથે રહેવા જતી રહી. મોટલનો માલીક સુરેન્દ્રનગરનો હતો અને તેને તેના સાળાએ બોલાવેલ અને મૉટલ લઈ આપી હતી.તે પોતે જલારામ બાપા અને સાંઇબાબાનો ભક્ત હતો.એટલે કોઇ જીવને દુઃખી ના જુએ અને થાય તે રીતે મદદ કરે.એટલે એણે જ ડૉલીને મોટેલમાં રૂમ આપી બાબાને ચાઇલ્ડકેરમાં મુકી આવે અને લઈ આવે.

                   ડૉલી પણ અમેરીકન હોઇ લીપસ્ટીકલાલી અને પૅન્ટ પહેરતી એટલે બહુ ઉંમરનો ખ્યાલ ના આવે.એક બે વખત ઓફીસમાં આવી અને રાજેન્દ્ર પર નજર બગડી હતી એટલે એક દીવસ તે બહાર નાસ્તો કરવા લઈ ગઈ અને પછી પોતાની ઇચ્છા બતાવી કે તારે મારી સાથે લગ્ન રજીસ્ટર કરી અમેરીકા આવવુ છે. રાજેન્દ્રની મનની ઇચ્છા હતી અને સામેથી વિનંતી આવી એટલે એ ડૉલીને કહે હું તો હજુ કુવારો જ છું.મારે અમેરીકા જવુ છે એટલે હું રાહ જોઉ છું.તારી સાથે હું લગ્ન રજીસ્ટર કરી લઉ અને પછી હું તારી સાથે અમેરીકા આવી જઉ.કોઇ જાતનો મને વાંધો નથી.ડૉલી ઓફીસમાં કોઇને પુછે તે પહેલા તેણે બધાને જણાવેલ કે કોઇ કંઇ જ કહેશો નહીં.એણે કાયદાકીય કાગળો ગેર રીતીથી તૈયાર કરાવી લગ્ન કરી લીધુ.અને ડૉલી સાથે બહાર જવા ઘેર નીરૂને કહે હું મારી ઓફીસના કામ માટે અઠવાડીયુ બહાર જવાનો છુ.અને તે રીતે એ ડૉલીનો જીવન સાથી બની ગયો.અમેરીકા જવાનો સમય આવ્યો એટલે નીરૂ જોડે ઝગડો કરી તેને ગમેતેમ બોલી તને આ નથી આવડતુ અને તે નથી આવડતુ તેમ કહી ઝગડા શરૂ કર્યા. અને જવાના દીવસે કહે તારી સાથે રહેવામાં કાંઇ જ જીવનમાં મળવાનુ નથી.એટલે હું જતો રહું છું.તારે જેમ કરવું હોય તેમ કરજે. અને આ રીતે તે ડૉલી સાથે અમેરીકા જતો રહ્યો.

                  મારૂ તારૂ કરતાં જીવનમાં કોઇથી સમય રોકાતો નથી.અમેરીકા આવે આજે નવ વર્ષ થયા શરૂઆતમાં તો ડૉલી તેની બગલામાં ભરાઇ વ્હાલનો વરસાદ વરસાવતી. પણ તેના આ બીજા પતિને ખબર નહીં કે તે એવું તે શું કામ કરે છે કે દરરોજ રાત્રે એક બે વાગે આવે.રાજેન્દ્રની તાકાત પણ નહીં કે તેને પુછે કે કેમ મોડી આવે છે.રાજેન્દ્ર મૉટેલમાં સફાઇ અને રહેવા આવનારની જરૂરીયાત પુરી કરે અન અને  ડૉલીના બાળકનું ધ્યાન આપવાનું.આવુ ઘણા વર્ષ ચાલ્યું પણ આને ખબર ના પડે કે ડૉલી મોડી કેમ આવે છે.એક દીવસ તો જાતે તેની અજાણમાં તે તેની પાછળ ગયો અને જોયુ તો ડૉલી તો એક અમેરીકન મૉટલમાં ત્યાં રહેવા આવેલ ગ્રાહકોની સાથે પડી રહી તેમની મનોકામના પુર્ણ કરતી હતી.રાજેન્દ્રને ઘણુંજ દુઃખ થયું એને એમ થયુ કે તે માયાના મોહમાં ફસાઇ અહીં આવ્યો પણ તેનુ જીવન રોળાઇ ગયું.હવે કોઇ આરો નહીં.પણ એક દીવસ મક્કમ મને કોઇને કહ્યા વગર ભારત પાછો આવી ગયો.તેના માબાપ ગુજરી ગયા હતા બીજા કોઇને મળાય તેમ હતું નહી કારણ તે ખોટા રસ્તે જઈ તેની સંસ્કારી પત્ની નીરૂને છોડીને એ કહ્યા વગર જતો રાહ્યો. નીરૂને કાંઇ જ ખ્યાલ ન હતો એટલે એ સમાજ થી બચવા તેના બાળકને લઈને ડાકોરમાં રહેવા જતી રહી હતી અને ત્યાં એ તેના બાળકને ભણાવતી અને એક ગુજરાતી હોટલમાં ખાવા કરતી હતી.શની રવિ તે મોડી જતી કારણ તે રાત્રે દસ વાગ્યા સુધી કામ કરતી હતી.અનુજ પણ હવે બધુ સમજી વિચારી કામ કરતો અને ભણતો.સમયની સીડી તો જીવને મૃત્યુ મળે ત્યાં સુધી સમજીને ચઢવી પડે.શની વારે સવારે નવ વાગ્યાના સમયે એક દાઢી વાળો માણસ તેના ઘર આગળ આવી હાથ ધરી ભીખ માગવા આવ્યો. અનુજે તેને ઉપલા માળની બારીએથી જોયો.તે બોલતો હતો તે તેની માતાએ સાંભળ્યુ તેણે પણ ઉપરેથી જોયુ અને મનમાં વિચારની સાથે નીચે આવી બારણા આગળથી તે ભીખ માગતો દાઢી વાળો ચહેરો જોતા જ તે વર્ષો પહેલાનો સહેવાસ ઓળખી ગઈ.તે બહાર નીકળી તે વખતે અનુજ પણ બોલ્યો મમ્મી આવાને શું કામ ખાવા આપે છે?તે બારણાના ઉંમરા આગળ ઉભો રહ્યો તેની મમ્મી બહાર જઈ ભીખ માગનારની નજીક જઈ કહે તમારે ભીખ માગવાની ના હોય તમે તો મારા પતિ છો એમ કહી પગે લાગી.રાજેન્દને તરતજ ખ્યાલ આવ્યો કે આ તો મારી પત્ની નીરૂ છે જેને હું છોડીને ચાલી ગયો હતો.તે પગે લાગી કહે આ તમારૂ ઘર છે તમારે ભીખ માગવાની ના હોય. રાજેન્દ્ર તેને બાઝી પડ્યો અને તેને પગે લાગવા નમ્યો ત્યાં નીરૂ કહે ના હોય અને ચલો તમે ઘરમાં.અનુજ વિચારતો જ રહ્યો કે આવુ કેમ?ત્યારે રાજેન્દ્ર કહે બેટા હું તારો પિતા છું અને તારી મમ્મીને છોડીને અમેરીકા નાસી ગયો હતો હવે હું પસ્તાઉ છું. તારી મમ્મીએ સંસ્કાર સાચવી તને જીવનની ઉજ્વળ કેડી બતાવી મને મારા મોહમાટે ખુબ જ દુઃખ થાય છે.તારી મમ્મીએ તને જીવન અને ભણતર આપી તને મા અને બાપનો પ્રેમ આપ્યો ધન્ય છે એના માબાપે આપેલ સંસ્કારને.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

July 29th 2012

સાચી સમજ

.                                 સાચી સમજ

તાઃ૨૯/૭/૨૦૧૨                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

.             .અમેરીકા આવવાના મોહને કોઇ રોકી  શકતુ નથી કારણ અહીંથી
ભારત જનારા લોકો ત્યાં જઈને પોતાના અહંમને સાથે રાખી અમેરીકા આમ
અમેરીકા તેમ બોલે એટલે નિર્દોષ અને નિખાલસ જીવો વાતોમાં ફસાઇ જાય
આ અમેરીકા જ્યાં………..
*   નોકરી ના હોય તો આખો દીવસ ઘરમાં જ ભરાઇ રહેવાનું.
*   ઘરમાં ઇલેક્ટ્રીક ના હોય તો જીવન જીવવુ અશક્ય લાગે કારણ ઘરમાં દરેક
જગ્યાએ લાઇટની જરૂર પડે રસ કાઢવો હોય કે મીક્શ કરવુ હોય કે પછી ઠંડી
કે ગરમી મેળવવી હોય તો જરૂર પડે જ કારણ સાધન વગર તે શક્ય નથી.
*   ઘરમાંથી મંદીર જવુ હોય કે શાકભાજી લેવા તો મોટર વગર જવાય જ નહીં
અને મોટર માટે પેટ્રોલ જોઇએ એટલે કે નાણા વગર નો નાથીયો ના રહેવાય.
*   દેશમાં એવો દેખાવ કરવો કે સંતાનને માબાપ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે
તેમને પોતાની પાસે અમેરીકા બોલાવે છે પણ હકીકતમાં મોટા ભાગે માબાપને
અહીં બોલાવી સરકારના પૈસા મેળવવાનો પ્રયત્ન કરી લાભ લેવો નહીંતો પછી
ધરડા ઘરમાં મુકી દેવા જ્યાં સરકારના પૈસા કે જે ભીખ જ કહેવાય તે મેળવી
પરાણે જીવવું અને ખુણામાં બેસી રડવું. (આ પ્રસંગ મેં અહીં જોયો છે)
*   અહીં આવ્યા બાદ જ્યારે માબાપને સાચો ખ્યાલ આવે ત્યારે મોં બંધ રાખી
જીવવું પડે છે કારણ પોતાના સંસ્કાર એજ સાચવે છે.
*   ધરડા ઘરમાં મુકેલા માબાપ અમેરીકામાં ફાધર ડે અને મધર ડે ની રાહ જુએ છે
કારણ તે દીવસે કમસે કમ સંતાનના સંતાન જોવાની તક મળે બાકી તો હાયબાય
ફોન પર મળતી હોય છે.
*   આ દેખાવની દુનીયા જ છે પણ કમસે કમ આપણા હિન્દુ મંદીરમાં સંસ્કાર દેખાય
કારણ શનિ,રવિ ઘરમાં ખાવા કરવાની શાંન્તિ.મંદીરમાં જઈ લોકોને મળવું મોટી
મોટી વાતો કરવી એ પ્રથા થઈ ગઈ છે.
*    અહીંયા આવી મંદીરમાં વધારે ભરાઇ રહેવાથી ધણા લોકોને આનંદ થાય છે
કારણ અહીં મંદીરમાં દેખાવ કરવાથી ધણા લાભ મળે છે.જે અહીં આવ્યા બાદ
ખબર પડે છે.સાધુ હોય કે સત્સંગી બધાને લહેર છે.
*    આ દેશમાં ડૉક્ટર થઈ જીવવામાં શાંન્તિ છે કારણ તેમણે આપેલ એક દવાની
આડ અસરમાં કાયમ દર્દી મળી રહે એટલે આવક માં વાધો નહી અને વિમા નો
ધંધો કરનાર પણ ભુખે ના મરે કારણ અહીંયા વિમો એ જરૂરી માર્ગ બતાવ્યો છે.
*    આ દેશમાં આવી ત્યાં સારુ ભણેલાને પણ મજુરી કરતાં અને ત્યાંના ભણતરની
અહીં કોઇ કિંમત નથી તે પણ મેં જાતે જોયેલ છે.

=++++++++++++++++++++++++++++++++++++++++++++++++=

April 22nd 2012

ભુમિનો ભાર

.                        ભુમિનો ભાર

તાઃ૨૨/૪/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રી રામનો જન્મ અયોધ્યામાં
.                         શ્રી કૃષ્ણનો જન્મ ગોકુળમાં
ગાંધીજીનો જન્મ પોરબંદરમાં
.                                       ભુમિનો ભાર ઉતારવાને.

શ્રી રામની સાથે સીતા છે
.                           શ્રી કૃષ્ણની સાથે રાધા છે

ગાંધીજીની સાથે કસ્તુરબા હોય
.                                      ભુમિનો ભાર ઉતારવાને.

શ્રી રામના હાથમાં ધનુષ્ય છે
.                     શ્રી કૃષ્ણના હાથમાં મોરલી છે
ગાંધીજીના હાથમાં રેંટીયો હોય
.                                      ભુમિનો ભાર ઉતારવાને.

શ્રી રામે માર્યા રાવણને
.                               શ્રી કૃષ્ણે માર્યા કંસને
ગાંધીજીએ માર્યા અહીંસાને
.                                      ભુમિનો ભાર ઉતારવાને.

===================================

February 29th 2012

ક્યાં જાય?

અમેરીકા આવ્યા બાદ

.                             .ક્યાં જાય?

તાઃ૨૯/૨/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૧)   માબાપનો પ્રેમ ક્યાં જાય?          ડૅડ થઈ જાય.
(૨)   માતાની મમતા ક્યાં જાય?         મમી થઈ જાય.
(૩)   આદરમાન ક્યાં જાય?               હાય થઈ જાય.
(૪)   બાળપણ ક્યાં જાય?                  ટેક કૅરમાં ખોવાય.
(૫)   સાચી પ્રીત ક્યાં જાય?               કૅમ્પુટરમાં લબદાય.
(૬)   અમૃતવાણી ક્યાં મળે?              સીડીમાં સંભળાય.
(૭)   કળીયુગી પ્રીત ક્યાં થાય?         લીપસ્ટીક લાલીથી છલકાય.
(૮)   સંબંધો ક્યાં સચવાય?               હોટલ મોટલથી મેળવાય.
(૯)   અંતરની વિટમણા ક્યાં દેખાય?   ભીની આંખોથી મળી જાય.
(૧૦) તિરસ્કારની કેડી ક્યાં મળે?         અમેરીકા આવતાં સમજાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++++=

September 4th 2011

કોણ,ક્યારે આવે?

.                      .કોણ,ક્યારે આવે?

તાઃ૪/૯/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતમાં મળેલ જન્મને હંમેશા અપેક્ષા જ હોય છે.

*મારા ઘરવાળા ક્યારે આવશે?
*મારી વહુ ક્યારે આવશે?
*મારે સંતાન ક્યારે આવશે?
*મારી દીકરી ક્યારે આવશે?
*મારું ભણતર ક્યારે પુરૂ થશે?
*મને નોકરી ક્યારે મળશે?
*મને સારા મિત્ર ક્યારે મળશે?
*મને પૈસા ક્યારે મળશે?
*મને સુખ ક્યારે મળશે?
*મારી મા ક્યારે રાજી થશે?
*મારા પપ્પા મને ક્યારે વ્હાલ કરશે?
*મારી દીકરીને સંતાન ક્યારે આવશે?
*મારા દીકરાની વહુ કેવી આવશે?
*મારા પડોશી ક્યારે સારા આવશે?
*મને મનની શંન્તિ ક્યારે મળશે?
*મારે ત્યાં સાચા સંત ક્યારે આવશે?
*મારાથી માયા ક્યારે છુટશે?
*મને નિખાલસ પ્રેમ ક્યારે મળશે?
*મારી જીભ ક્યારે સચવાશે?
*મારી લાગણી ક્યારે સમજાશે?
*મારી મહેનતનુ ફળ ક્યારે મળશે?
*મને મા સરસ્વતીની કૃપા ક્યારે મળશે?
*****અને
…………. મને મોક્ષ ક્યારે મળશે?

September 2nd 2011

તમારું કોણ?

.                   તમારું કોણ ?

તાઃ૨/૯/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

* તમારો પ્રેમ.
* તમારી માયા.
* તમારી જીદ.
* તમારી જીંદગી.
* તમારા માબાપ.
* તમારા સ્નેહીઓ.
* તમારી મહેનત.
* તમારો વિશ્વાસ.
* તમારી લાગણી.
* તમારી બુધ્ધિ.
* તમારા સંતાન.
* તમારુ ઘર.
* તમારુ આંગણું.
* તમારા સંસ્કાર.
* તમારુ ભણતર.
* તમારી હિંમત.
* તમારી માગણી.
* તમારી માણસાઇ.
* તમારી મિત્રતા.
* તમારી દોરવણી.
* તમારી નિખાલસતા.
* તમારી પત્નિ.
* તમારા પતિ.
* તમારી પ્રેરણા.
* તમારી સાચવણી.
* તમારી આંગળી.
* તમારુ ચણતર.
* તમારુ અભિમાન.
* તમારા ભગવાન.
* તમારી સેવા.
* તમારી જીભ.
* તમારા બાળકો.
* તમારા છોકરા.
* તમારુ કુટુંબ.
* તમારા ભાઇ બહેન.
* તમારો મોહ.
* તમારી કેડી.
* તમારી સાઇકલ.
* તમારી ગાડી.
* તમારી લાડલી.
* તમારો દ્વેષ.
* તમારો દેખાવ.
* તમારી માણસાઇ.
*****…..અને અંતે તમારા કર્મ.

+++++++++++++++++++++++++++++

August 9th 2011

મારી માગણી

.                          .મારી માગણી.

તાઃ૯/૮/૨૦૧૧                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલાસાંઇની કૃપાએ મને માનવ દેહ મળ્યો છે.જન્મ સાર્થક થાય
એ ભાવનાથી જ મારી માગણી……….

___પરમાત્માથી છે કે__________
*મારાથી કોઇ જીવને દુઃખી ન કરાય તેવી બુધ્ધિ આપજો.
*જન્મ આપનાર માબાપનો મને અખંડ પ્રેમ મળે તેવુ વર્તન આપજો.
*જીવન ઉજ્વળ થાય તે માટે જરૂરી સદબુધ્ધિ આપજો.
*કોઇ પણ જીવનો તિરસ્કાર ન થાય તેવું બળ આપજો.
*મને ભક્તિનો મોહ આપજો અને સાચા સંતની સેવાની માયા આપજો.
*મળેલ જન્મના બંધનથી મુક્તિ મળે તેવુ મને વર્તન આપજો.
*મને પવિત્ર જીવોનો સાથ મળે જેથી આ જન્મ સફળતામાં આપની કૃપા રહે.

____મિત્રોથી છે કે______
*મને સદમાર્ગમાં સાથ આપજો કે જેથી મારી શ્રધ્ધા પકડાઇ રહે.
*એવા બોલ બોલજો કે જેથી મને મિત્રતાનો સહવાસ રહે.
*ખોટા માર્ગે જતાં મને સંકેત આપી અધોગતીથી બચાવે.
* જીવનના સુખદુઃખમાં મારો સાથ બની રહે.
*મારી શ્રધ્ધાને પારખી જન્મ સફળ કરવામાં સહવાસ આપે.
*પ્રેમની જ્યોત સાથે રાખી જીવને સદમાર્ગે દોરવામાં મદદ કરે.

_____મારા દુશ્મનથી છે કે જે_____
*મને પળેપળ સાચવવા મારી જીવનની કેડીમાં જાગૃત રહે.
*મારા કોઇપણ કદમને એ ઇર્ષાથી જુએ તો સાચી સફળતા મળે.
*મારા કામમાં એ અડચણ રૂપ બને તો મારાથી મહેનત થાય.
*મારા થતાં કામમાં એ ટકોર કરે તો હું જાગૃત રહુ.
*મારો હાથ પકડવાને બદલે મને બરડે થાપટ મારે તો હું ચેતીને ચાલુ.
*મારા અનેક કામમાં ડખલરૂપ થાય તો મારી લાયકાત વધે.

++++++++++++===============+++++++++++

July 23rd 2011

મુ.વલીભાઇને સપ્રેમ

               મુ.વલીભાઇને સપ્રેમ
        (પ્રદીપ બ્રહ્મભટ્ટ,વિજયભાઇ શાહ)
તાઃ૨૩/૭/૨૦૧૧                            હ્યુસ્ટન.

પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા,મળતાં આનંદ થાય
મા સરસ્વતી સંતાનને જોતાં,હૈયુ અમારુ હરખાય
                    ……….પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.
કલમનીકેડી સરળતમારી,વાંચી વાંચકો ખુશ થાય
નિર્મળભાવનો પ્રેમમળતાં,ગુજરાતીઓ રાજી થાય
જ્યોત પ્રેમની પ્રગટાવી તમે,જે અમને દોરી જાય
ભાષા ચાહકને આંગળી ચીંધી,જે હ્યુસ્ટનમા દેખાય
                    ……….પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.
મળ્યા મુ.વલીભાઇ અમને,અંતરમાં આનંદ થાય
આશીર્વાદની એકજ દોરે,અમારાહૈયા ખુબ હરખાય
મળશે પ્રેમ હ્રદયનો અમને,કલમથી કાગળો ભરાય
ગુજરાતીની ચાહત વધશે,ને ગ્રંથો બનશેય અપાર
                       ………પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.
પ્રદીપના વંદન શ્રી વલીભાઇને,જે વડીલ જ કહેવાય
કલમનીકેડી સૌથી નીરાળી,વાંચી વિજયભાઇ હરખાય
આવ્યા આજે હ્યુસ્ટન ગામે,તક અમને ત્યાં મળી જાય
રાખજો કૃપાપ્રેમ અમોપર,જે કલમની કેડીએ લઈજાય
                      ………..પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.

+++++++++++++++++++++++++++++++=
     પાલનપુરથી મુ.શ્રી વલીભાઇ મુસા અત્રે હ્યુસ્ટન પધાર્યા છે
તેમને અહીંના સાહિત્ય પ્રેમી અને લેખકોની યાદ રૂપે આ લખાણ
સપ્રેમ હું અર્પણ કરુ છું.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ   તાઃ૨૩/૭/૨૦૧૧

May 30th 2011

અમે ક્યાં?

                            અમે ક્યાં?……..

તાઃ૩૦/૫/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતમાં જ્યારે માબાપ એરપોર્ટ પર આવ્યા
              ત્યારે મનમાં ઉત્સાહ ઉમંગ અને
                             પ્રેમ હતો,,,,,કે અમેરીકામાં
દીકરો પ્રેમ આપશે…….
                  ……..વહુ અમારો પ્રેમ લેશે
        …….અને સંતાન સૌનો પ્રેમ વહેંચશે……
મનમાં વિચારોના વમળમાં મુસાફરી પુરી થઇ
           તેનો માબાપને ખ્યાલ પણ ના રહ્યો.
     ભગવાન પર શ્રધ્ધા રાખી પારકી ભુમી પર
                         પગ મુક્યો.

બાર વર્ષ બાદ દેહના સંબંધીને
                 મળતાં
હાય…..સાંભળી મનને મારી લીધુ??????
               મારી પત્નીએ આંખનો અણસાર કર્યો…… 
        સવારનો સમય હતો.
                    દીકરો એકલો જ લેવા આવ્યો હતો.
શનિવારની શીતળતા તો મળી ગઈ.
                  પણ ના વહુ કે સંતાન દીઠા???????

$……………………………………………………./

May 24th 2011

હ્યુસ્ટન

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.૨૪/૫/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

                      હ્યુસ્ટન ના

        ઉત્તમ કલાકાર શ્રી મુકુન્દભાઇ ગાંધી

‘હું રીટાયર્ડ થયો’ નાટકમાં કરેલ અનંતરાય વિધ્યાપતિનું

                            પ્રસંશનીય પાત્ર.

અદભુત કલા આ કલાકારમાં મેં જોઇ છે તેને માટે તેમને વંદન.
   નં   નંદ ભુમીમાં જેમ કનૈયાનુ રાજ હતું તેમ મુકુંન્દભાઇનુ નાટકમાં પાત્ર હતું.
       ત   તરણાથી જેમ કિનારો મળે તેમ આ પાત્રથી નાટકને ચાર ચાંદ લગાવ્યા છે..
          રા   રાખી શ્રધ્ધા તેમણે કલામાં ત્યાં કૃપા મળી મા સરસ્વતીની.
               ય    યશ અને સન્માન એ આ નાટકના કલાકારોની કદર છે. 

વિ    વિશ્વાસ રાખી દેરેક પાત્ર ભજવાતા સફળતા બારણે આવી છે.
      ધ્યા  ધ્યાનમાં એટલું જ રાખ્યુ કે હું અનંત રાય છું હું મુકુન્દભાઇ નથી.
            પ   પગની તકલીફ હોવા છતાં ઉત્તમ પાત્ર ભજવેલ છે.ધન્યવાદ મુકુન્દભાઇ.
                તિ    તિરસ્કાર અને પ્રેમ એ બંને આ પાત્રના પાસા છે.

       અમેરીકાના હ્યુસ્ટનમાં આ નાટક ભજવી શ્રોતાઓની આંખમાં પાણી  આપી ગયા
તે નિખાલસતાથી અને કલાની કદરરૂપે મુકુન્દભાઇએ ભજવેલ પાત્રને શબ્દથી સાર્થક
સાર્થક કરવા પ્રયત્ન કર્યો છે,કોઇ ભુલ હોય તો માફ થશે જ તે ભાવનાથી સન્માનીત
શબ્દો લખાયા છે.                                              લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ

************************************************

« Previous PageNext Page »