March 6th 2010
ભક્તિનુ માપ
તાઃ૬/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી જાય માયા જ્યાં જગની,દેહને આનંદ થાય
કુદરત કુદરત કરતો માનવી,જગમાં જ ભટકી જાય
……….મળતી જાય માયા જ્યાં.
બાળપણની ભઇ લીલા એવી,જે માબાપથી દેખાય
મળે દેહને પ્રેમ નેસંસ્કાર,ઉજ્વળ જીવને દોરી જાય
ભક્તિ કેરી દોરી દેતા જીવને,અનંતકૃપા મળી જાય
જન્મ સફળ થઇજાય જીવનો,જ્યાં કર્મ પાવન થાય
………..મળતી જાય માયા જ્યાં.
જન્મમૃત્યુનો સંબંધ ન્યારો,નાજગે કોઇથીએ છોડાય
ભક્તિ સાચી થાય અંતરથી,ના દેખાવની કોઇ રીત
કર્મ બંધન સાથે ચાલી જગમાં,રાખો ભક્તિનો સંગ
મળી જાય કૃપાપ્રભુની દેહને,જન્મ સાર્થક થઇ જાય
………..મળતી જાય માયા જ્યાં.
===============================
March 5th 2010
પકડાઇ ગઇ
તાઃ૫/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની સરગમના તાલે,માનવી જીંદગી આવી ગઇ
નીતિ અનીનિ આવીબારણે,જીવની મુંઝવણ વધી ગઇ
………સંસારની સરગમના તાલે.
જીવને ઝંઝટ પકડીચાલે,જે સમય આવે ત્યારે સમજાય
કેવી રીતે આવી મળે જીવને,અને ક્યારે એ ભાગી જાય
કુદરતની આ અપાર લીલા,જે સંસારમાં સચવાઇ જાય
મળી જાય દેહને માયાનેમોહ,માનવ ભટકે ત્યાં ચારેકોર
……….સંસારની સરગમના તાલે.
જન્મ જીવ ને દેહ જગતમાં,એપરમાત્માના ત્રણ પાસા
મળે છુટે ને જકડી રાખે જગે,જે જન્મે જીવને મળનારા
સાચી ભક્તિ છે સ્નેહ પ્રેમથી,જે પ્રભુ કૃપા માણી લાવે
આવેજ્યાં કળીયુગની કેડી,માનવીને નામળેકોઇ સીડી
………સંસારની સરગમના તાલે.
ભાવના મનની નાપારખે,કે ના માનવમનથી દેખાઇ
પ્રભુનું શરણુ જ્યાંમળે દેહને,ત્યાંઅનીતિ પકડાઇ ગઇ
નીતિનીકેડી પકડી જે દેહે,કળીયુગે વ્યાધી આવી ગઇ
સ્નેહ દર્દને પ્રેમ દેખાવના,એ સત્કર્મે જ પકડાઇ જાય
……….સંસારની સરગમના તાલે.
================================
March 4th 2010
પ્રાર્થનાનુ ફળ
તાઃ૪/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખ સંસારની માયા,વળગી ચાલે કાયાને
મળે ક્યારે કોઇના જાણે,સંબંધ છો હોય કર્મોના
………સુખદુઃખ સંસારની માયા.
માયા તો સૌ જીવને વળગી.ના રહે એ અળગી
દેહ ભલે હોય માનવ કેપ્રાણી,ના શકે કોઇ છટકી
બુધ્ધિ કેરા દાનદીધા છે,પરમાત્માએ માનવ દેહે
સમજી વિચારી જે પગલુ માંડે,મળે ભક્તિની કેડી
………સુખદુઃખ સંસારની માયા.
ઉજ્વળ જીવન પામવા,જીવને રહે રટણ હૈયેથી
પ્રભુકૃપા મળીજાય જ્યાં,પાર્થના કરીએ મનથી
ભક્તિપ્રેમથી કરતાંપ્રભુની,ઉજ્વળ જીવન લાગે
સફળતાનીસીડીમળે,જે પ્રાર્થનાનુ ફળ લઇઆવે
………..સુખદુઃખ સંસારની માયા.
=============================
March 2nd 2010
કલ્યાણના માર્ગ
તાઃ૨/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવ દેહ જગતમાં,કૃપા પરમાત્માની કહેવાય
જન્મધરીને આવતાં જીવને,મુક્તિના માર્ગ મળીજાય
……….મળે માનવ દેહ જગતમાં.
માબાપનો પ્રેમ મળી જાય,જ્યાં બાળપણને સચવાય
મળીજાય જ્યાંનિર્મળસ્નેહ,જે જીવનુ કલ્યાણ કરીજાય
આશીર્વાદ જ્યાં મનથી મળે,ત્યાં જીવને શાંન્તિ થાય
વાણીવર્તનવિચારસાચવતાં,માર્ગ સફળતાનોમેળવાય
……….મળે માનવ દેહ જગતમાં.
મહેનત મનથીકરતાં ભણતરે,જીવન ઉજ્વળ થઇ જાય
સાચી રાહ જીવનમાં લેતાં,સઘળી વ્યાધીઓ ટળી જાય
મનને શાંન્તિ મળે આવીને,ત્યાં પ્રેમની વર્ષા જ થાય
સંબંધ અને દેહના માર્ગ,જીવથી આજન્મે જ છે લેવાય
……….. મળે માનવ દેહ જગતમાં.
અપારલીલા કુદરતનીભઇ,જ્યાં જીવથી સમજાઇજાય
ભક્તિમાર્ગની કેડીલેતાં,જીવથીપ્રભુકૃપા મેળવાઇજાય
સંતને વંદન કરતાં દેહથી,સદમતિ દેહને દેખાઇ જાય
પામી પ્રેમ પરમ પિતાનો,કલ્યાણનામાર્ગ મળી જાય
……….મળે માનવ દેહ જગતમાં.
================================
March 1st 2010
આવી ધુળેટી
તાઃ૧/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માર્ચ મહીનો ૨૦૧૦ નો મઝાનો,લાવ્યો આજે ધુળેટી
હોળીકાનુ દહનથતાં ગઇકાલે,માણો આજે રંગરંગીલી
……….માર્ચ મહીનો ૨૦૧૦ નો.
પાપભરેલી પોટલીછુટી,જ્યાં પડી પરમાત્માની સોટી
અહમમોહને છોડ્યા ગઇકાલે,આજે આવી ભઇ પહેલી
મનનીમુંઝવણ તોભાગીદુર,ને આવી સરળતાનીહેલી
જીવન પાવન બનતુ લાગે,જ્યાં પીચકારી કંકુનીથઇ
………માર્ચ મહીનો ૨૦૧૦ નો.
ગુલાલની જ્યાં ચપતી ચોંટી,ત્યાં ગાલ ઉભરાઇ જાય
કંકુની ફોરમમહેંકતા ભઇ,નારીની મુંઝવણ ચાલી ગઇ
ધુળેટીની સટાકી પડતાં આજે,નફરત પણ ભાગી ગઇ
મસ્તમઝાની પ્રેમનીસાંકળ,જગતજીવોને વળગી ભઇ
………..માર્ચ મહીનો ૨૦૧૦ નો.
હોળી તો ગઇકાલે હતી,જે દહનથતાં જ વિસરાઇ ગઇ
આવીધુળેટી આજેસંગીનીથઇ,જે ગુલાલ લપડાઇ ગઇ
ગુજરાતીની તો ગરવીગાથા,તહેવારોથીસમજાઇ ગઇ
પ્રેમ પામવાની અજબ પ્રેરણા,જે પ્રસંગોએ મળી ભઇ
………..માર્ચ મહીનો ૨૦૧૦ નો.
++++++++++++++++++++++++++++++++
February 28th 2010
આગમન અવનીનુ
તાઃ૨૮/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને ઝંઝટ જગતમાં છે,જ્યાં અવનીએ દેહ મળી જાય
પ્રાણી,પશુ,પક્ષી કે માનવ,કૃપા પ્રભુએ શાંન્તિ જીવે થાય
………જીવને ઝંઝટ જગતમાં છે.
દેહ મળતાં અવની પર,જન્મ મૃત્યુ ના સંબંધ છે બંધાય
નામળે માનવદેહ જગતપર,ત્યાં દેહ આધારીત કહેવાય
ના સહારો બને એક બીજાનો,જ્યાં ત્યાં ભટકીને એ ખાય
જીવ પર થાય દયા પ્રભુની,ત્યાં માનવદેહ ને મેળવાય
…………જીવને ઝંઝટ જગતમાં છે.
આગમન ધરતી પર દીસે,જીવને માનવદેહ મળી જાય
જીવને મુક્તિનો આધાર મળે,જ્યાંએ સાત્વીક વિચારાય
પ્રભુભક્તિનો અણસારસંતથી,જે તેમના અનુભવે દેખાય
પકડી સાચીકેડી જીવે જ્યાં,ત્યાં આધીવ્યાધી ભાગી જાય
………….જીવને ઝંઝટ જગતમાં છે.
મંદીર મસ્જીદ કે દેવળ,અવનીએ છે ભક્તિના નાનાદ્વાર
આવી જાય જ્યાં ભક્તિ ઘરમાં,ત્યાં પરમાત્માય હરખાય
મળે પ્રેમ જલાસાંઇ જેવા સંતનો,જે ભક્તિ ઉજ્વળ થાય
પરમાત્માનીપરિક્ષાએ આદેહો,દેહના જન્મસફળ કરીજાય
………જીવને ઝંઝટ જગતમાં છે.
=================================
February 28th 2010
દયાનો સાગર
તાઃ૨૮/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ પ્રેમથી કરતાં દેહને,જગે પ્રભુ કૃપા મળી જાય
પરમાત્મા છે દયાનોસાગર,શ્રધ્ધાએ જીવસુખી થાય
………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
મનમાંરાખી હેત પ્રભુથી,માનવ જીવન જ્યાં જીવાય
મળી જાય આત્માને શાંન્તિ,ત્યાં પાવન કર્મ જ થાય
આશીર્વાદની વર્ષા વરસે,જ્યાં માનવતા છે મહેંકાય
મળીજાય સુખશાંન્તિ દેહને,ને જગેજીવનપણ જીવાય
………ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
પરમાત્માને હાથ જોડતાં,દેહ પર એક દ્રષ્ટિ પડી જાય
સૃષ્ટિનો સહવાસ મળે ત્યાં,જીવને ઉજ્વળતાજ દેખાય
સાર્થક માનવ જન્મથાય,જ્યાં કૃપા જલાસાંઇની થાય
આવીઆંગણે ભક્તિપધારે,જે જીવનુ કલ્યાણ કરી જાય
………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
માગણી માનવી મનની,ના જગમાં કોઇથી એ રોકાય
આવતાં અવનીપર દેહથી,કળીયુગ ત્યાં વળગી જાય
ભક્તિમાં છે એક માગણી,કે જીવનુ કલ્યાણ જગે થાય
મોહમાયાના બંધન તુટે,ને જીવે પવિત્રતા મળી જાય
………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
**********************************
February 27th 2010
अपनोसे मुलाकात
ताः२७/२/२०१० प्रदीप ब्रह्मभट्ट
यारोका मै यार हुं,और दुश्मनका मै दोस्त
प्यार है मेरी रगरगमे,ना रखता कोइ लोभ
………यारोका मै यार हुं.
पाया जब मैने बचपन,मीला माबापका प्रेम
देह पाके मानवका मै,खुशीसे रहेता हेमखेम
माया मेरे साथ चले,पर ना रहेता कोइ मोह
मेरे अपने मुझे सबलगे,कोइ नहीं परायापन
…………यारोका मै यार हुं.
लेकर हाथमे पाटीपेन,जहांमीली लीखनेकी देन
महेनत अपने साथ रखके,पाया जीवनमें फल
आयीशान साथअपने,जहां महेनत दीलसेमीली
साथमीला अपनोका जहां,मंझील मेरे साथचली
………यारोका मै यार हुं.
दुःख दर्द तो देहका बंधन,ना मीले उसमे भ्रम
रखकर दिलमें श्रध्धा मै.प्रभु कृपा भी ले पाया
आगइ बहार जीवनमें,जो थी मेरेमनकी मंझील
यारोकी पहेचानमीली,ओरहुइ अपनोसे मुलाकात
……….यारोका मै यार हुं
================================
February 26th 2010
સંસ્કારનો પ્રેમ
તાઃ૨૬/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતામાં ના માગણી, કે પ્રેમ ભરી દઇ જાય
સંસ્કાર સિંચન જે મળેલ છે,તે વર્તનમાં દેખાય
……….માનવતામાં ના માગણી.
મોહમાયાને અળગી રાખી,મનમાં ના કોઇ લોભ
દીલથી દેતાં હેત જગે,ઉજ્વળતાદે નામાયામોહ
સ્નેહની સાંકળ પકડતાં,હર પળે પ્રેમ વર્ષા થાય
લાખ ખર્ચતા ના મળે,તે નિર્મળતાએ મળી જાય
…………માનવતામાં ના માગણી.
આશીશ એતો દીલનો દરીયો,મળે નશીબમાં હોય
માનવજીવનને મળે ઉજ્વળતા,નાહોય ટકોર કોઇ
સંસ્કાર મળતાં જીવનમહેંકે,ને માબાપના વહે હેત
પ્રેમ જગતમાં ઉજ્વળ દેખે,જે મળે સંસ્કારને સંગ
………..માનવતામાં ના માગણી.
=================================
February 25th 2010
અજવાળુ થયુ
તાઃ૨૫/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહે મનમાં જ્યાં,સમજણ છે સચવાય
જીંદગીના પાવન પગલે,અજવાળુ ત્યાં થાય
……….માનવદેહે મનમાં જ્યાં.
એક બે ની છે અજબ પ્રીત,જે ભવિષ્યે ઓળખાય
સચવાય આજની વાત,ત્યાં જીવન જીવી જવાય
………માનવદેહે મનમાં જ્યાં.
કુદરતનો અણસાર જીવનમાં,કોઇ ક્ષણે છે દેખાય
ના સમજ આવે મનને,ત્યાં પ્રભુ કૃપાથી લેવાય
……….માનવદેહે મનમાં જ્યાં.
નિત્ય સવારે પ્રેમની ચાદર,જીવનમાં છે ઓઢાય
સ્નેહ સભર આ જીવન બનતાં,આનંદીત રહેવાય
……….માનવદેહે મનમાં જ્યાં.
સગપણ દેહના સાચવવા, મહેનત અનંત થાય
ક્યારે પાવન કર્મ થાય,તે આવતી કાલ દેખાય
………માનવદેહે મનમાં જ્યાં.
મારાની માયા તો સમજી,જીંદગી જીવી જવાય
મળે મોહ માયા ને પ્રેમ,જે દીલને વળગી જાય
……….માનવદેહે મનમાં જ્યાં.
અજબ રીત અવિનાશીની,પ્રેમથી પારખી લેવાય
અજવાળુ જીવન થઇજાય,જ્યાંજન્મ પાવન થાય
……….માનવદેહે મનમાં જ્યાં.
———————————————————