October 8th 2007

ગુજરાતી

પ્રદીપકુમાર……………….ગુજરાતી……………..બ્રહ્મભટ્ટ
હ્યુસ્ટન
હું ગુજરાતી ને તમેય ગુજરાતી, આપણે સૌ ભઇ છીએ ગુજરાતી
જગમાં માયા ને જગમાં પ્રેમ, વરસાવે મનથી વરસાદની જેમ
હેત મેળવી ને હેત વરસાવી, હૈયે અનંત પ્રેમ દર્શાવું તેવો
………………………………………………..હું ગુજરાતી
હ્યુસ્ટન ટેક્ષાસને કર્યું ગુજરાત, સ્નેહપ્રેમથી મેળવી હાથમાં હાથ
શબ્દેશબ્દે જ્યાં અર્થ સરે, ને હૈયે હૈયે ઉભરાય છે હેત
પ્રેમ મળ્યો સંસ્કારમાં જેને, નામળે આ જગમાં કદીયે જોટો
………………………………………………..હું ગુજરાતી
મહાભારતને માળીએ મુક્યું, જીંદગીમાં ના છે કોઇ રામાયણ
કર્મના બંધન તો છે બાંધેલા, ના તે માટે મનમાં કોઇ શંકારહી
અહીંયાં આવ્યો પ્રેમ મેળવવા, કલમ તણી સૃષ્ટિને હું માણું
………………………………………………..હું ગુજરાતી
અબ્દુલભાઇની કલમ અજબની, શબ્દે શબ્દના છે જ્યાં અર્થ સરે
‘રસીકમેઘાણી’નામથીજગછેજાણે, કલમ ભાષાની ભઇ તેમની ભારે
સુમનભાઇની સરળ ભઇ ભાષા ને વર્ષાબેનની કમાલની કલમ
………………………………………………..હું ગુજરાતી
ચીમનભાઇ તો’ચમન’બન્યા ને મનોજભાઇ,’મનોજ હ્યુસ્તનવી’
એવો ભાષા પ્રેમ પ્રેમીઓનો, અંતરમાં ઉપજાવે અનેરા હેત
ગીરીશભાઇની ગરવી કૃતિઓ, ને શબ્દોના સણગાર ધીરુભાઇના
………………………………………………..હું ગુજરાતી
વિશાલભાઇની વિશાળ ભાવના, હેમંતભાઇ હરખાતે હૈયેસુંદરલખીજાય
શબ્દોનાસથવારેઆવ્યુ છેગુજરાત, કલમમળતાંહાથમાંપ્રદીપ છેમલકાય
ક્ષતી મારી પ્રેમથી કરજો માફ,સદા હૈયે રાખી પ્રેમે માગતો સૌના હેત
…………………………………………………હું ગુજરાતી
પ્રવીણાબેન ને લખવાની માયા, ને સરયુબેન સુંદરકૃતિ આપે,
વિજયભાઇના સથવારે મળીગયાસૌ મહંમદભાઇપણલખતાંનાથાકે
સુરેશભાઇનું સુંદર સર્જન, ને રમેશભાઇની પ્રેરણા અમને મળતી
…………………………………………………હું ગુજરાતી
રસેશભાઇની કલમ મઝાની,ને નિખલભાઇની અનોખી ભાષા
વાંચવા સૌના મનડા તરસે,વાંચકોના મનમાં છે અભિલાષા
આંગણું અમારુ હ્યુસ્ટનનું શોભે, ગુર્જરી કલમ તણા સથવારે
દેવીકાબેનની દ્રષ્ટિ અનેરી,ને નિશીતભાઇ ની લગનકલમની
…………………………………………………હું ગુજરાતી
અશોકભાઇનેકીરીટભાઇ સર્જનમાં સાથે,ફતેહઅલીનેસાથેવિશ્વદીપભાઇ
મા સરસ્વતીના સૌ વ્હાલા સંતાન, હૈયે હાથે સ્નેહ ધરીને પ્રેમ સૌમાં પ્રેરે
માયા સર્જકોનીનેસંતાનછુ મા નો,સરસ્વતીનોપુત્ર છુ નેભાઇભાંડુંસૌમારા
…………………………………………………હું ગુજરાતી
————————–
અમેરીકાના હ્યુસ્ટનમાં ગુજરાત લાવનાર લેખકોને સંકલિત કરવાનો પ્રયત્નશ્રી વિજયભાઇ શાહની પ્રેરણાથી મેં કર્યો છે જે મારી શુધ્ધભાવનાથી થયો છે.નિખાલસ ભાવના હોઇ કોઇ ક્ષતિ હોય તો સર્જકો તથા વાંચકોની માફી માગું છુ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન રવિવાર તાઃ૭મી ઓક્ટોબર,૨૦૦૭. .