October 25th 2007

આંગળી, એક તમારા તરફ

……………………આંગળી, એક તમારા તરફ………………..
તાઃ૧૬/૧૦/૧૯૯૫…………….હ્યુસ્ટન……………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

………..સવારમાં ઉઠીને જ્યારે ધડીયાળ તરફ નજર કરી તો ૬.૦૦ વાગ્યાનો ખ્યાલ આવ્યો. રાતની મીઠી નીંદરને ત્યજીને બીજા દીવસના આગમનને સ્પર્શ કરતી સવાર આજે ઉગી તો ખરી પણ દરરોજની જેમ આજે ઉઠવામાં થોડી નરમાશ હતી તેનો ખ્યાલ તો ત્યારે આવ્યો જ્યારે મેં સવારમાં હાથમાં આવેલ સમાચારપત્ર પર નજર કરી, અરે આજે શનિવાર – અને કાલે રવિવાર છે. સોમવાર થી શુક્રવાર સુધી શનિ,રવિ ના આનંદને માટે તથા સુખને સમીપ
આણવા માટે થતા કામ અને મહેનતના અંતે માણવા મળતો રજાનો દીવસ એટલે ‘હાશ’.
………….. મને એમ કે જીવનમાં સુખ-શાંન્તિ મેળવવા અમેરીકા આવવુ જરુરી છે. અમેરીકામાં સ્થાયી થવાને માટે જીવન જરુરી બધી વસ્તુઓ જે ભાવે મળી તેના કરતાં જે ભાવે ગઇ તે નુકશાની કરાવે તેમ હતું છતાં એક સ્વપ્ન જોયેલું કે અમેરીકામાં જીવન જીવવાના ઉત્તંગ શિખરો સર કરવા તથા જીંદગીનીનાણાં પાછળ ફરવાની ટેવને ભુલવા આવી પડ્યા. કદીક જીવનમાં આનંદ તો કદીક ધૃણાને મનમાં રાખીને જ જીવન જીવવાનું શરુ કર્યું. મનની દ્વીધા તથા કમાવાની લાલચને ન રોકવાની ઇચ્છા છતાં રોકવી પડે. કારણ આપણા દેશમાં જન્મતાની સાથે મળેલ ભારતીયતાને કારણે કામધંધો તથા વેપાર એ સહજતાથી જ જીવનમાં વણી લેવાનું હતું તે વલણ ત્યજી આ દેશમાં આવી નવા દ્વારે ઉભા રહી મારે લાયક નોકરી શોધવાની ઉત્સુકતા સાથે બારણે ટકોરા મારું પણ બારણું ખુલતાં જ એમ લાગે કે મારે લાયક નથી. આનંદના વાદળો હતાશામાં ફેરવાઇ જતાં મનમાં ચિંતાઓના દાવાનળ ફાટી નીકળ્યા.ખરે હવે એમ લાગે કે મેં ચીંધેલી એક આંગળી જે અમેરીકા દર્શાવતી હતી, ત્યારે બાકીની ત્રણ મારી માતૃભુમી ભારત તરફ હતી.અને કહેતી હતી એક કરતાં ત્રણની તાકાત વધારે છે……….વાત સાચીને???????????????

—–$$$$$$$$———-$$$$$$$$———$$$$$$$$$——-