October 27th 2007

સુવિચાર

                        સુવિચાર 

તાઃ૩૦/૧૧/૨૦૦૭                              દીપલ બ્રહ્મભટ્ટ, હ્યુસ્ટન.

* સંસારરુપી ચક્ર મનુષ્યને વળગેલ છે,જન્મ થાય તેનું મૃત્યું ચોક્કસ છે.પણ
…તેનો જન્મ સાર્થક છે જે મનુષ્ય જીવનની દરેક પળને પારખીને જીવે છે.
* આવેલાનું આગમન જે સ્નેહથી સ્વીકારે તે મનુષ્ય.
* સમયની કિંમત તે જાણી શકે,જે તેને વ્યર્થ ન જવાદે.
* માનવી આખર માટીમાં મળવાનો કારણ તે માટીમાંથી જ બન્યૉ છે.
* હ્રદયની ભાવના એ કહેવા કરતાં આંખોમાં સ્પષ્ટ જોઇ શકાય છે.
* પરમાત્માને શોધવા માટે પોતાના આત્માને ઓળખવો જોઇએ.
* મનુષ્યનું જીવન અને સંગીતની સરગમ એ બંન્ને સરખા છે.
* સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.
* બાહ્ય ચક્ષુ કુદરતને જુએ,અંતર ચક્ષુ પરમાત્માને જુએ.
* જીવનનું સાચું શિક્ષણ એ મળેલા સંસ્કાર છે.
* ગુરુ બે છે.એક આત્માનું કલ્યાણ કરે,બીજા જીવનનું.
* માગવું તે પામરતા છે,મળવું તે લાયકાત છે.
* મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે,ફળ તે તેની સાર્થકતા છે.
* તારું મારું એ અજ્ઞાનતા છે,અમારું તે સંસ્કાર છે અને તમારું એ સાચું જ્ઞાન છે.

નોંધઃ ઉપરોક્ત સુવિચાર મારી દીકરીના છે જેમાં હું પણ સહમત થઉ છું.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

((((((((((((((()))))))))))))))))((((((((((((()))))))))))))((((((((((((((

October 27th 2007

સંકલ્પ.

                                    સંકલ્પ
તાઃ૧૪/૮/૧૯૯૭.                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મ ધર્મના મર્મ જ જાણો, ભવસાગર તે તરી જવાનો
તનમન પર કાબુ જે રાખે, જીવન સાચું જીવી જવાનો
                                                          ……કર્મ ધર્મના.

અવતાર મળે છે એકજ સૌને, તરી જવું તે તમારે હાથે
આગળપાછળના વિચાર મધ્યે,કામરહે બાકી દેહપડતાં
                                                            …..કર્મ ધર્મના.

સદવિચારો ની રહી શ્રેણીમાં,આજનું કામ કરો ઝપટમાં
કાલકરતાંકરતાં તમો,પુરણકરશો આઅમુલ્ય જીવતરને
                                                              …..કર્મ ધર્મના.

કરતાં કરતાં અનેક જન્મે,મળ્યો છેઆ અમુલ્ય અવતાર
તારુંમારું જગમાં કરતાંકરતાં,પરદીપ બની શકેનહીંકોઇ
                                                             ……કર્મ ધર્મના.

********* ********** ******** ********