November 10th 2008

ભક્ત અને ભક્તિ.

                                     ભક્ત અને ભક્તિ
તાઃ૯/૧૧/૨૦૦૮                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

            જીવને જન્મ મળે એટલે કે દેહ ધારણ થાય અને તે જ્યારે સમજવાની કક્ષામાં
પગ મુકે અને મન કાર્યરત થાય એટલે તેદરેક બાબતે પોતાના લક્ષ નક્કી કરે છે.બાળક
સ્કુલમાં જાય તો ત્યાં તેનુ લક્ષ છે ભણવાનું એટલે કે તેમાતાસરસ્વતી નો ભક્ત કહેવાય,
તેવી જ રીતે જ્યારે ઘર સંસાર શરુ થાય ત્યારે તે પોતાની બુધ્ધીનો  ઉપયોગ કરી ઘર
ચલાવવા નાણાંની જરુર પડતા તેનુ લક્ષ ધન કમાવવાનું થાય ત્યારે તે માતાલક્ષ્મીનો
ભક્ત કહી શકાય.
           આમ જીવનના દરેક ક્ષેત્રે તે જીવ ભક્ત બને જ છે. અને જ્યારે શરીર નિવ્રુત્તીના
આરે આવે ત્યારે બીજા જીવો તેમની રીતે લક્ષને વળગી રહેછે જ્યારે મનુષ્ય પરમાત્માની
કૃપા પામવાનુ લક્ષ રાખી તે પ્રભુનો ભક્ત બને છે.અને આ જ રીતે જીવ તે લક્ષને પ્રાપ્ત
કરવા માટે જે મહેનત કરે તેને ભક્તિ કહેવાય કારણ ભક્ત તેના ધ્યેયને પહોંચવા પ્રયત્ન
કરે છે જેને સમઝણ શક્તિ પ્રમાણે ભક્તિ કહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment