December 25th 2008

સવાર,એક અણસાર

                           સવાર,એક અણસાર

તાઃ૨૫/૧૨/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પંખીનો મધુર કલરવ મળી ગયો જ્યાં કિરણોએ ઉજાસ કર્યો
મધુર લહેરની મહેંક થતાં જ માનવ જીવને સહવાસ મળ્યો
                     …..એવા સુરજના આગમને આનંદ આનંદ થઇ ગયો.

નિંદર ત્યજીને માનવી  કુદરતની અજીબ કળાએ વણાઇ ગયો
આગમનના અણસારમાં ને જગતના પલકારમાં હરખાઇ રહ્યો
મંદમંદ લહેરે  જગત જીવો અવનીપર પ્રભાતે મલકાઇ ઉઠ્યા
કુદરતના એક તાંતણે મહેંક મળતાં જીવન ઉજ્વળ બની રહ્યા
                     …..એવા સુરજના આગમને આનંદ આનંદ થઇ ગયો.

શાંન્ત જગતમાં કુદરતની મહેંક મળતા પ્રેમનો સહવાસ થયો
આગમનઅવનીએ થતાં સોનેરીકીરણોએ ધરતીએ ઉજાસદીધો
સોડમ દેતા મધુર વાયરે માનવ મનના હ્રદયે ધબકાર લીધો
પશુપક્ષીનાકલરવ મધ્યે હૈયેહામધરી સંસારે પ્રેમભાવનાપીધી
                     …..એવા સુરજના આગમને આનંદ આનંદ થઇ ગયો.

 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@