December 13th 2008

માબાપ પ્રભુ રૂપ

                      માબાપ પ્રભુ રૂપ
 
તાઃ૧૨/૧૨/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંસુ આંખમાં આવી જાય,ને હૈયે સદા આનંદ ઉભરાય
બચપણ યાદ કરું હું ત્યારે,સાચો પ્રેમ માબાપનો દેખાય

કેવુ હાલરડું મા પ્રેમે ગાતી,જે  આંખમાં નિંદરને દઇ જાય
ઝુલણા  ઝુલતો નાનો આ દેહ, માની મમતાથી   હરખાય
આંગળી મારીપકડી પિતાજી,નીરખે નાનીપગલી પળવાર
ગબડુપારણેથી ત્યાં માતા દોડી,પકડે દેવાપ્રેમનો સથવાર
એવો  હતો મારા માબાપનો પ્રેમ, જેને હૈયે રહે સદાય હેત

અંબરને ના પામી શક્યો કે,નાપામી શક્યો જગના દેખાવ
મમતાની માયાના બંધન,મળ્યા મને જે પ્રેમ રીતે અપાર
આંખમાં માબાપની હુજોતો,સંતાનની ઉજ્વળ જીવનજ્યોત
ના હું ચુકવી શકુ રુણ આ ભવે,મળ્યામને માબાપ પ્રભુરુપ
એવો  હતો મારા માબાપનો પ્રેમ, જેને હૈયે રહે સદાય હેત

========================================