December 6th 2008

હું આધુનીક વૈરાગી

                       હું આધુનીક વૈરાગી

તાઃ૬/૧૨/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારા હાથની માળા ભઇ જગત જુએ છે,
           મારા પેટના લારા ના કોઇ ભઇ જાણે
થાક્યો જગમાં ના મળે સહારો
           બની ગયો ભઇ હું સાધુ ત્યારનો
                            ……મારા હાથની માળા ભઇ.
આવતા જોતો મદમોહ ભરેલા જીવોને
            ઉભરાતો મારે હૈયે આનંદ અનેરો
પગે પડે ત્યાં હું મદ મોહિત થાતો
           આશિશ દેતો ના લાયકાત ના આરો
                            ……મારા હાથની માળા ભઇ.
મને ભગવા કપડે સૌ પ્રભુ જ માને
         આ જગતમાં મને ઘણુય સુઝેના આજે
ના સહારો ના કોઇ આરો જગમાં
             માળા હાથે ના વ્યાધી કોઇ જગતમાં
                            ……મારા હાથની માળા ભઇ.

===================================

December 6th 2008

જલાસાંઇના સંગે

                    જલાસાંઇના સંગે
                  
તાઃ૬/૧૨/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

રટણ કરીશ હું રામરામનું,ને ભજ્યા કરીશ જલારામ
સાંઇરામ સાંઇરામ મનન કરીશ,
                         ને ભક્તિ સંગે વળગી રહીશ હું.
                             ….એવું રટણ કરીશ હું રામરામનું
મન નાકદી માયા ને વળગે, ના લાગે કાયાને મોહ
શાંન્તિ મનને મળી રહી ત્યાં,
                        જ્યાં ભક્તિભાવની કડી મળી છે
                             ….ત્યાં રટણ કરીશ હું રામરામનું
લાગી માયા રામનામની,સમજ મળી જ્યાં સંસ્કારની
રવિ,રમાને દીપલની સાથે,
                       પ્રદીપ પણ કરે ભક્તિ મુક્તિ કાજે
                         ….કાયમ રટણ કરીશ હું રામરામનું
આજકાલની રાહ ના જોતા,પળપળને નિરખી હું રહેતો
જલાસાંઇના આવીને સંગે,
                       મુક્તિ લેવા જગતના આ રંગે
                          ….એવું રટણ કરીશ હું રામરામનું.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

December 6th 2008

અપેક્ષા પ્રેમની

                      અપેક્ષા પ્રેમની 

તાઃ૧૮/૮/૧૯૮૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે મને પ્રેમ જો તારો, લાગે મને જીવન વ્હાલુ
માગ્યું મને એટલુ મળે તો,જીવનમાં જીવી હુજાણું
                                  ……મળે મને પ્રેમ જો તારો.
જશો કદીના તમે રુઠીને, મને તો તમારો બનાવો
કદીના મનમાં લાગશે,મને છોડી બીજુ અપનાવો
                                  ……મળે મને પ્રેમ જો તારો.
તમારા પ્રેમની જ્વાળાને, હુ તરસી આજ રહ્યો છુ
જીવનમાં માગુ સાથ તમારો,લો પકડી હાથ મારો
                                  ……મળે મને પ્રેમ જો તારો.
અવની પરના આ સંબંધને,દીલમા આજ વસાવો
ના ના કરતા ભુલી જગને, મારા હૈયે સાથ લાવો
                                   ……મળે મને પ્રેમ જો તારો.

==========================================

December 6th 2008

ભક્તિ કેરી ચાવી

                            ભક્તિ કેરી ચાવી      

તાઃ૫/૧૨/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું આવી ઉભો છુ દ્વાર તમારે ,લઇ ભક્તિ કેરી ચાવી
પ્રેમભાવના લેજો સ્વીકારી,કરજો ઉજ્વળ જીંદગીમારી
                  …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.

મનથી માળા રોજ કરુ છુ,ને સવાર સાંજ ધુપ દીપ
ભક્તિ હરપળ સંગે રાખી,રાખુ છુ પ્રભુ રામથી પ્રીત
શ્રધ્ધારાખી સ્મરણકરુ જ્યાં,લાગે ઉજ્વળ જીવનદીપ
મુક્ત જીવનેજ્યાં મળે શાંન્તી,ત્યાંછુટે જગતની રીત
                 …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.

સાચા સંતથીમળી દ્રષ્ટિજ્યાં,મોહમાયા થયા વિદાય
ના લાલચ કે લોભ મને, ભક્તિ મનને વરી કહેવાય
બાબાની જ્યાં કૃપા મળે, ને મળે જલાબાપાનો પ્રેમ
સાધુઓનો ના સાથ જોઇએ કે ના મોહ ભરેલા મંદીર
                 …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.

સંસાર સમાગમ સાથેહતો,તોય પ્રભુની મળીછે પ્રીત
સંતાનનો સહવાસ રાખીને,ભક્તિ મળી જીવને નીત
ના ભેખ લીધો કે ના જીદ,તોયમળી સાચી પ્રભુપ્રીત
સાચી રાહ મળે જીવનમાં,ના જીંદગી બને ભયભીત
                …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.

——————————————————-