December 31st 2008

લટકી ત્યાં અટકી

                       લટકી ત્યાં અટકી
 
 તાઃ૩૧/૧૨/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતમાયાની અનોખી લીલા ના સમજે માનવ મતી
દુનીયાદારીની  આ રીત મોહમાયાથી મળતી અનોખી
કુદરતકેરા ન્યાયમાં નજરલટકી ત્યાં જીંદગી ગઇઅટકી
                     …… નજર લટકી ત્યાં ભઇ જીંદગી અટકી ગઇ.

મોહ મળ્યા જ્યાં કોમળતાના ને લાગે આંખો મળી ગઇ
જગની સૃષ્ટિ સજતીદીઠી ત્યાં મનની વાતો પ્રસરીગઇ
પાવક પ્રેમની મહેંક મળી એક જ્યોતજીવને જડી અહીં
                      ……..ત્યાં માયાના બંધને જીંદગી ભટકી ગઇ.

સંસારસાગર ગાગર જેવો પ્રેમનો ઉભરો એક મલી ગયો
જ્યોતજીવનમાં પ્રગટીગઇ ત્યાં અંધકાર જગે ટળી ગયો
ના હા ના વ્યવહારમાં આજે પોકાર પ્રેમની લણી લીધી
                      …….જ્યાંપ્રેમની સાચીપ્રીત જીવને મળી ગઇ.

================================================

December 31st 2008

જાગી જજે

                               જાગી જજે

તાઃ૩૧/૧૨/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યોદયના અણસારને સમજી જીંદગીને તુ પામી લેજે
મળતી માનવતાના સહવાસને જીવનમાં મેળવી લજે
                               ………સુર્યોદયના અણસારને સમજી.

આગમનનોઅણસાર જીવનમાં પરમાત્મા તને કરી દેશે
સાચી કમાણી તારી મળી જતાં જગતજીવથી છુટી જશે
કરતાં સારા કામ જીવનમાં મહેંક માનવતાની દઇ જશે
નારહેશે અવનીએઆશ જીવનમાંજ્યાં સવાર મળી જશે
                                ………સુર્યોદયના અણસારને સમજી.

કરજે કામ દાન જીવનમાં ને દેજે અવનીધર આધારીને
સફળતાના સહવાસને માણી લેજે કર્મતણા બંધન જાણી
અવની તણા અવતારની મહેંક મેળવી મુક્તિ માણીલેજે
ના આશા કે નિરાશા રહેશે ધરતી પર સહવાસરહી જશે
                                 ………સુર્યોદયના અણસારને સમજી.

++++++++++++++++++++++++++++++++++++++++

December 31st 2008

નૈન અને નજર

                               નૈન અને નજર

તાઃ૩૦/૧૨/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

નૈન ખુલ્યા ત્યાં નજર મળી,
                    નજર મળી ત્યાં પ્રીત સાચી થઇ
મનગમત વાદળીઓ વચ્ચે
                     અંતરમા પ્રીતની હેલી પણ થઇ
                       ……..ભઇ પ્રીતની હેલી થઇ

કમળ ખીલેને સુગંધ પ્રેરે
                   સુગંધ પ્રેરે ત્યાં મૃદુતા વહેતી થઇ
પાગલ પ્રેમની એક ઝલક
                      જીંદગીમાં એક મહેંક મળી ગઇ
                      ……..જ્યાં પ્રીતની હેલી થઇ

સાગર સરખી ઉભરે લહેર પ્રેમની
                  લહેર પ્રેમની ઉભરે જીવે શાંતિ થઇ
હાથમાં હાથ મળી ગયાં.
                 ને પ્રેમની પાવક જ્વાળા મળી ગઇ
                  …..જ્યાં હૈયાથી પ્રીત વહેતી થઇ

હૈયામાં હામ ને મળે પ્રેમની દોર
                   પ્રેમની દોરથી લાગણી જાગી ગઇ
ઉમંગ જાગે ને મહેંકે જીવન
                ત્યાં જીવનમાં ટાઢક પણ આવી ગઇ
               …….ને જીંદગીની ચાહત મળી ગઇ

###############################################