December 23rd 2008

ત્રિલોક નાથ

                               ત્રિલોક નાથ 

તાઃ૨૨/૧૨/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રી બ્રહ્માજીની કૃપા થાય ત્યાં, જીવ અવનીએ આવી જાય
આગમન અવનીએ થતાં, પ્રભુકૃપાથી માનવજીવ મલકાય
મા સરસ્વતીની ભક્તિ કરતાં,માનવ જન્મ સફળ થઇ જાય
ના હા ના હા કરતાં જીવને,મુક્તિ આ જગમાંથી મળી જાય
                       ……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.
ભક્તિ કરતાં જીવને નિરખી, પ્રભુ શ્રી વિષ્ણુ પણ હરખાય
નારાયણ નારાયણ સ્મરણતાં, જીવને આનંદ આનંદ થાય
મા લક્ષ્મીની મહેંર મળતાં, જગની વ્યાધી સૌ ટળી જાય
લક્ષ્મી પુંજન જગમાં જોતાં, શ્રી નારાયણ પણ રાજી થાય
                        ……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.
માનવજીવનમાં મહેંક મળે તો, અંત જન્મનો ઉજ્વળ થાય
સંહાર સૃષ્ટિનો હાથમાં જેના,તેવાપ્રભુ શ્રીભોળાનાથ હરખાય
કરતાં મનથી ભક્તિ કાયમ,નારહે બાકી જગમાંકોઇ અરમાન
માતા પાર્વતીની કૃપા થાય,ને શ્રીગૌરીનંદન પણ રાજી થાય
                         ……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.
રીધ્ધી સીધ્ધીને સાથમાં લઇને, જ્યાં જીવનમાં આવી જાય
ના વ્યાધી જગતમાં જીવને,સદામહેંક માનવતાની મળીજાય
સિધ્ધિવિનાયક ને વિઘ્નહરતા,માનવજીવનને મહેંકાવી જાય
અંત માનવદેહનો સફળ થાય,ત્યાં સ્વર્ગ જીવને જ મળી જાય
                         ……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ