October 13th 2009

માન અને સન્માન

                     માન અને સન્માન

તાઃ૧૨/૧૦/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સૃષ્ટિના સહવાસમાં રહેતા,માનવીનેસથવાર મળીજાય
જન્મ મળતાં મનુષ્યનો,માન  અને સન્માન મળી જાય
                              ……સૃષ્ટિના સહવાસમાં રહેતા.
કુદરતની આ લીલામાં સંસારની સીડીએ,પ્રેમ દેખાઇ જાય
નાનકડા દેહના આગમનેઘરમાં,માબાપને માન મળી જાય
હરખાતે હૈયે નીરખતાં,બાળક પર વ્હાલપ્રેમ ઉભરાઇ જાય
આવીને સમાજની લહેરમાં,સંતાનનુ એ માન મેળવી જાય
                              …….સૃષ્ટિના સહવાસમાં રહેતા.
મહેનત મનથી કરતાં જગમાં,વ્યાધી સૌ ત્યાંથી ભાગી જાય
સફળતાની અનેક લહેર મળતા,જગમાં સન્માન મળી જાય
મહેંક મહેનતની ને ઉજ્વળ આ જીવન,ભવિષ્યમાં થઇ જાય
માનની દોરીજ જીવથી છુટતાં,જગતમાં સન્માન મળી જાય
                              ……..સૃષ્ટિના સહવાસમાં રહેતા.

+++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment