October 27th 2009

જીવનસંગીત

                     જીવનસંગીત

તાઃ૨૬/૧૦/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અલખની અલબેલી લીલા,ના સમજી ના સમજાય
તાંતણે તાંતણા મળીને ચાલે,તોય દોર ના દેખાય
                              …….અલખની અલબેલી લીલા.
માનવજીવન મહેંકી ઉઠે,ને જીવન સત્કર્મે સચવાય
કદમકદમ પર પ્રેમ મળે,જ્યાં પ્રભુ કૃપા મળી જાય
સુખદુઃખનો એ સથવાર રહે,જે ભક્તિએ તરી જવાય
મોહમાયાના છુટતાબંધન,જીવને શીતળતાદઇ જાય
                             ……..અલખની અલબેલી લીલા.
સરગમનો સંબંધ સુરથી,સાંભળી શીતળતા  લેવાય
શાંન્તિ મનને દેતા સ્વરે,સ્પંદન પરમ પ્રેમના થાય
જીવનની જ્યોત ભક્તિએ,ને સંગીત સરગમે દેવાય
મળે જગમાં જ્યાં એ તાંતણે, જીવનસંગીત કહેવાય
                             ……..અલખની અલબેલી લીલા.

====================================