October 16th 2009

કેટલા વાગ્યા

                     કેટલા વાગ્યા

તાઃ૧૫/૧૦/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયને પકડી ચાલતા,માનવ મહેંક મેળવી જાય
ઉજ્વળ જીવન મળી જતાં, જન્મ સફળ પણ થાય
                            ……..સમયને પકડી ચાલતા.
દેહ મળે જ્યાં અવનીએ,જીવના બંધન મળી જાય
કરતા કામ માનવતાથી,ત્યાં સ્નેહની વર્ષા જ થાય
સરળતાના બંધન પણ ચાલે, ના સમય છુટી જાય
પગલે પગલુ સાચવે,ત્યાં સમયની ઓળખાણ થાય
                               …..સમયને પકડી ચાલતા.
માટીની જ્યાં મમતાછુટે,ત્યાં જીવન ધન્ય થઇ જાય
પરમાત્માની કૃપા મળે જ્યાં,પાવન પવન લહેરાય
આગમનઅવનીએ મુક્તિમળે,નેશરણુ પ્રભુનુ લેવાય
સમય ના રાહ જુએ ક્યાંય,ને ક્યારે જીવન પુરુથાય
                             ……..સમયને પકડી ચાલતા.

====================================