October 28th 2009

ગોકુળીયુ ગામ વિરપુર

                       ગોકુળીયુ ગામ વિરપુર

તાઃ૨૭/૧૦/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના આગગાડીના ધબકારા,કે ના મોટરગાડીના ધુમાડા
ક્યાંક સાયકલ ચલાવનારા,અહીંમાનવીચાલેપગપાળા
                             ………ના આગગાડીના ધબકારા.
ભક્તિનો રણકાર ગુંજે,ને રોજ પ્રભાતે આરતી સંભળાય
ઢોલ નગારા સંગે મંજીરા,જ્યાં સંત જલારામને ભજાય
પોકારપ્રેમનો ચારે કોર સંભળાય,ને અન્નદાનનો  ભંડાર
જગતજીવ અહીં આવી જતાં,એ દેહ શાંન્તિએ સહવાય
                            ……….ના આગગાડીના ધબકારા.
કુદરતની કરુણા જ્યાંવરસી,એ વિરપુર નામે ઓળખાય
પાવન સૌરાષ્ટની ધરતી,  જગતમાં પવિત્રતા મહેંકાય
ભક્તિનો સથવારો મળે,જ્યાં માનવી અન્ન મેળવી જાય
જલાબાપાને માતા વિરબાઇના,પવિત્ર બારણામળીજાય
                             ………ના આગગાડીના ધબકારા.
કળીયુગમાં સીતારો બનતા,મહેનત  દેહને પડે અપાર
લાગણી,માયા,મોહ છોડતા,દેહઅનહદ તકલીફે ભેંટાય
પ્રભુપરીક્ષા દેહની દેતા,સહનશીલતા ભક્તિએ લેવાય
સફળજીવન બની જતાં,પ્રભુ પ્રેમે ઝંડો ઝોલી દઇ જાય
                                ………ના આગગાડીના ધબકારા.

+++++++++++++++++++++++++++++++++++++