October 4th 2009

ભક્તિની સાચી ભુખ

Shantiprasad-1

                      ભક્તિની સાચી ભુખ

તાઃ૩/૧૦/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનીજ્યાંલાગેભુખ,ત્યાં મંદીરમસ્જીદના જોઇએ
પરમાત્માનુસ્થાન ઘરમાં,સાધુસંત આવી ભજીજાય
                          ……..ભક્તિની ભુખ જ્યાં લાગે.
મનથી લાગે જ્યાં ભક્તિ, ત્યાં શ્રધ્ધાથી પ્રભુ ભજાય
ના સવાર સાંજ નડે,કે ના નડે ઘડીયાળના એ કાંટા
આવીને હૈયે હેત પણ મળે,જે જન્મ સફળ કરી જાય
ના સમયના વહેણ નડે,કે ના પૃથ્વીના કોઇ નરનાર
                          ……..ભક્તિની ભુખ જ્યાં લાગે.
સાધુસંતની પવિત્ર દ્રષ્ટિ,પણ સરળતામાં સમજાય
આવી સંસારના બારણે, ભક્તિની દોરી દેતા જાય
પ્રભુપ્રીત હૈયેથી આવે,ના પૈસા કે માળાથી લેવાય
મળે સંતજલાસાંઇનોપ્રેમ,જે સાચીભક્તિએ મેળવાય
                         ………ભક્તિની ભુખ જ્યાં લાગે.
વાણી વર્તન સરળ બને,ને સર્વ જીવોમાં પ્રેમ દીસે
માનવતાની મહેંક મીઠી, જીવ જગતમાં ફરી વળે
સફળ સંસારની સીડી સીધી,ભક્તિના ટેકે ચઢી રહો
પવિત્રઆંગણુ ને પાવનભક્તિ,પ્રેમે ઉજ્વળબનીરહે
                         ………ભક્તિની ભુખ જ્યાં લાગે.

*****************************************