March 22nd 2011

દીકરી દેજો

                          

 

 

 

 

 

 

 

 

 

 

 

                           દીકરી દેજો

તાઃ૧૯/૨/૨૦૧૧       (આણંદ)      પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીકરી દેજો પ્રેમથી,જે દે સૌને સન્માન
        વાણી વર્તન સ્નેહથી કુળને,કરી જાય બલવાન
                                    …………દીકરી દેજો પ્રેમથી.
સંસ્કાર મળેલા સાચવી,કુટુંબમાં ભળી જાય
     આંગણે આવેલ વડીલ પણ,વર્તનથી ઓળખી જાય
માન અને સન્માન મુકી,લાજ રાખી ભળી જાય
        ભક્તિ,પ્રેમ ને સંગે રાખી,પ્રેમથી સેવા કરી જાય
                                     …………દીકરી દેજો પ્રેમથી.
કદીક નીકળેલ કડવુ વચન,કોઇનું જીવન વેડફી જાય
     ડગલે ડગલુ સાચવી જીવતાં,આ જન્મ સફળ થઈ જાય
પતિ પ્રેમની અપેક્ષાએ,કદીય માબાપને ના ભુલાય
       જન્મ સફળની સીડી મળતાં,જીવન આ ઉજ્વળ થાય
                                     …………દીકરી દેજો પ્રેમથી.
આશાઓ રાખતાં દુર,જીવનમાં અપેક્ષા ભાગી જાય
      આશીર્વાદ મનથી મળતાં એક,જીવન આ સાર્થક થાય
ભાઇભાંડુનો સહવાસ રહે,ત્યાં સંતાન પણ હરખાય
      મળીજાય સૌનો સાથ જીવનમાં,ત્યાં દેખાવ ભાગી જાય
                                    …………દીકરી દેજો પ્રેમથી.

————————————————————————

     આ કાવ્ય મારા પુત્ર ચી.રવિના જીવનસાથી ના બંધનના દીવસે
પુજ્ય જલારામ બાપા અને પુજ્ય સાંઇબાબાની કૃપાથી લખેલ છે.
જે ચી.હીમાના પરિવારને પવિત્રદીવસની યાદરૂપે અમારા આણંદના
મકાનમાં પ્રેમથી અર્પણ.   લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.      તાઃ૧૯/૨/૨૦૧૧

====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment