March 24th 2011

તાલીના તાલ

                         તાલીના તાલ

તાઃ૬/૨/૨૦૧૧       (આણંદ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

તાલી પડતાં તાલ મળે,ત્યાં ધુન પ્રભુની થાય
જીવને સાચીરાહ મળે,જ્યાં ભક્તિ મનથી થાય
                        ………….તાલી પડતાં તાલ મળે.
તાલ જીવનમાં મળે છે સૌને,ધીમે ધીમે સમજાય
આગળ પાછળની વિચારધારા,સુખસાચુ દઈ જાય
                        ………….તાલી પડતાં તાલ મળે.
મળે જો માયા કળીયુગની,તો ચઢ ઉતર પણ થાય
જીવને મળેલ માયાએવી,જીવનમાં રાહ દોરી જાય
                        ………….તાલી પડતાં તાલ મળે.
ભક્તિના જ્યાં મળે તાલ,ત્યાં દેહે તકલીફો જોવાય
સાચી શ્રધ્ધા રાખી જીવતાંજ,ભક્તિસુખ મળી જાય
                        ………….તાલી પડતાં તાલ મળે.
જીવનની ઝંઝટના તાલે,ઘણું મળે ને ઘણું ખોવાય
આગળ ચાલે પ્રેમ હ્રદયનો,લય જીવને મળી જાય
                        ………….તાલી પડતાં તાલ મળે.
સહવાસ મળે સાચા સંતનો,ત્યાં ભક્તિ પ્રેમથી થાય
માનવતાની જ્યોતમળતાં,સંસાર આ સમજાઇ જાય
                        ………….તાલી પડતાં તાલ મળે.
દેખાદેખની કલમ ભઈ એવી,જે ના કોઇથીય  વંચાય
પડે જ્યાં પાટુ કુદરતનું,ત્યાં તાલ બધા જ સમજાય
                         ………….તાલી પડતાં તાલ મળે.

##################################

March 24th 2011

માગવાની રીત

                      માગવાની રીત

તાઃ૫/૨/૨૦૧૧       (ગોંડલ)        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માગવાથી મળે ભીખ,કે ના માગવાથી સન્માન
કુદરતકેરા ન્યાયમાં જીવપર,સદા કૃપાકરે ભગવાન
                     …………. ના માગવાથી મળે ભીખ.
હાથ ધરેલા માનવીના જગે,લાયકાતે ભરાઇ જાય
માગે મણ જ્યાં જીવજગે,ના પાશેર પણ મેળવાય
લાયકાત નારહે નિરાળી,જે જીવનાકર્મથી સમજાય
મળે વર્ષા પ્રેમની શિરે,જે બે હાથથીય ના પકડાય
                       …………ના માગવાથી મળે ભીખ.
ખોબે ખોબે ઉલેચે જીવો,જ્યાં દ્રષ્ટિ કુદરતથી દેવાય
અપંગદેહે ભીખજ માગે,જ્યાં દેખાવની ભક્તિ થાય
મુર્તિ મંદીરની માયા મળતાં,ધન પણ વેડફાઇજાય
ભરોસો રાખતા ભીખપર,આજીવ ભટક ભટક્તો જાય
                       …………ના માગવાથી મળે ભીખ.
માગણી સાચી માનવીની,જ્યાં જન્મસફળ થઈ જાય
ભક્તિમનથી પ્રેમે કરતાં,જીવને ભક્તિરાહ મળી જાય
મળેમાયા જ્યાં જલાસાંઇની,સાર્થકજન્મ આ થઇજાય
માગણી પહેલાં જ મળે આશીશ,ત્યાં પાવનકર્મ થાય
                       …………ના માગવાથી મળે ભીખ.

=++++++++++++++++++++++++++++++++=

March 24th 2011

કર્મની કેડી

                           કર્મની કેડી

તાઃ૫/૨/૨૦૧૧      (ગોંડલ)     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે પરમાત્માનો,ત્યાં પાવન કર્મ જ થાય
મોહમાયાના બંધન છુટતાં,જન્મ સફળ થઇજાય
                         ………..પ્રેમ મળે પરમાત્માનો.
આવી આંગણે પ્રેમ મળતાં,ભક્તિદ્વાર ખુલી જાય
અંતરમા આનંદની વર્ષા,જે સ્વર્ગ સુખ દઈ જાય
નિત્ય સવારની પુંજાએજ,કર્મની કેડી પણ દેખાય
આજકાલના બંધન છુટતાં,વ્યાધીઓ ભાગી જાય
                         ………..પ્રેમ મળે પરમાત્માનો.
કોમળતાની લહેરમળતાં,આ જીવન ઉજ્વળ થાય
માગણી મોહના દ્વાર તુટતાં,ભાગં ભાગ મટી જાય
કામદામનીવ્યાધીભાગે,જ્યાં સંતજલાસાંઇ ભજાય 
એક શ્રધ્ધા મળતાં જીવને,કુળ ઉજ્વળ થઈ જાય
                          ………..પ્રેમ મળે પરમાત્માનો.
માનવ જન્મ લાગે સાર્થક,જ્યાં પ્રેમે ભક્તિ થાય
રાહ મળતા સંતાનને દેહે,કુટુંબ પ્રેમ મળી જાય
સન્માન સાચી રાહ મળે,ત્યાંપરમપિતા હરખાય
અણસાર મળેછે દેહને,જે પવિત્ર કર્મજ કરી જાય
                         ………..પ્રેમ મળે પરમાત્માનો.

===============================