March 24th 2011

તાલીના તાલ

                         તાલીના તાલ

તાઃ૬/૨/૨૦૧૧       (આણંદ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

તાલી પડતાં તાલ મળે,ત્યાં ધુન પ્રભુની થાય
જીવને સાચીરાહ મળે,જ્યાં ભક્તિ મનથી થાય
                        ………….તાલી પડતાં તાલ મળે.
તાલ જીવનમાં મળે છે સૌને,ધીમે ધીમે સમજાય
આગળ પાછળની વિચારધારા,સુખસાચુ દઈ જાય
                        ………….તાલી પડતાં તાલ મળે.
મળે જો માયા કળીયુગની,તો ચઢ ઉતર પણ થાય
જીવને મળેલ માયાએવી,જીવનમાં રાહ દોરી જાય
                        ………….તાલી પડતાં તાલ મળે.
ભક્તિના જ્યાં મળે તાલ,ત્યાં દેહે તકલીફો જોવાય
સાચી શ્રધ્ધા રાખી જીવતાંજ,ભક્તિસુખ મળી જાય
                        ………….તાલી પડતાં તાલ મળે.
જીવનની ઝંઝટના તાલે,ઘણું મળે ને ઘણું ખોવાય
આગળ ચાલે પ્રેમ હ્રદયનો,લય જીવને મળી જાય
                        ………….તાલી પડતાં તાલ મળે.
સહવાસ મળે સાચા સંતનો,ત્યાં ભક્તિ પ્રેમથી થાય
માનવતાની જ્યોતમળતાં,સંસાર આ સમજાઇ જાય
                        ………….તાલી પડતાં તાલ મળે.
દેખાદેખની કલમ ભઈ એવી,જે ના કોઇથીય  વંચાય
પડે જ્યાં પાટુ કુદરતનું,ત્યાં તાલ બધા જ સમજાય
                         ………….તાલી પડતાં તાલ મળે.

##################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment