February 6th 2013

પરમ કૃપા

.                  .પરમ કૃપા

તાઃ૬/૨/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ કૃપા પરમાત્માની,સાચી ભક્તિ એજ મળી જાય
આધી વ્યાધી ને આંબે જગે,એજ સાચી શ્રધ્ધા કહેવાય
.                       …………………પરમ કૃપા પરમાત્માની.
માળાના હાથમાં ફરતા મણકા,જણાય ભક્તિનો દેખાવ
ના શાંન્તિ મનનેમળે જીવનમાં,કે નારાહ કોઇ મેળવાય
માગણી પરમાત્માથી શાંન્તિની,તોય ના આફત રોકાય
મુક્તિ કેરા માર્ગને પામવા જીવને,મુંઝવણ મળતી જાય
.                        …………………પરમ કૃપા પરમાત્માની.
સંસારી સરગમનીકેડી મળતાં,જીવનેસરળતા મળતીજાય
કર્મબંધન સાચવી ચાલતા,જલાની પરમ કૃપા મળી જાય
મારુ તારુની લાલચ છુટતાં,સાંઇબાબાની કૃપાય મેળવાય
અંતઆવે દેહનો અવનીથી,ત્યાં જીવને મુક્તિ માર્ગ દેખાય
.                        ………………….પરમ કૃપા પરમાત્માની.

==============================

 

February 6th 2013

કુદરત

.                           .કુદરત                              

તાઃ૬/૨/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ હવાનો સંગ મળતા,જીવનમાં શાંન્તિ મળી ગઈ
અગમનિગમના ભેદ જોતા,જીવને કુદરત સમજાઇ ગઈ
.                       ……………….શીતળ હવાનો સંગ મળતા.
અવનીપર છે કુદરતની દ્રષ્ટિ,પ્રસંગથી  એ પરખાઇ ગઈ
જીવને મળેલ જન્મ જગત પર,કર્મની કેડીય પકડાઇ ગઈ
માનવ દેહની પરખ પ્રભુની,જે  સાચી રાહને આપતી થઈ
અસીમ કૃપા કુદરતની મળતા,જગે માનવતા મહેંકી ગઈ
.                       ……………….શીતળ હવાનો સંગ મળતા.
આંધી ક્યારે આવે અવનીએ,ને જાય ક્યારે આવતી વ્યાધી
કુદરતની આ અદભુત લીલા,ના જગતમાં કોઇએ છે જાણી
પરમ કૃપાળુ છે પરમાત્મા,જે સાચી ભક્તિએ કૃપાથઈ જાય
સંતની સાચીભક્તિ પ્રગટે,જ્યાં જીવથી રાહ સાચી પકડાય
.                     ……………….. શીતળ હવાનો સંગ મળતા.

+++++++++++++++++++++++++++++++++