February 23rd 2013

સન્માન,હ્યુસ્ટનમાં

 

 

 

 

 

  

 

 

.

.

.                         સન્માન

            ડૉ. લલિતભાઇ પરીખનું  હ્યુસ્ટનમાં

 તાઃ૨૩/૨/૨૦૧૩                           લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી કેડી પિતાની કૃપાએ,એ જ ભણતર કહેવાય
શાળા શાળા કરતા કરતાં,એ તો પ્રોફેસર થઈ જાય
એવા નિખાલસ લલિતભાઈ,ક્લમ સર્જક કહેવાય.
.    ………..આવ્યા આજે એ હ્યુસ્ટનમાં,સાહિત્ય સરીતા હરખાય.
કલમ પકડી ૪૮થીહાથે, મહાત્મા ગાંધી નિમીત થાય
સફળતા મળતા સંગે,સાથ મા સરસ્વતીનો સમજાય
કાવ્ય લેખની સરળ કેડીતો,બાળપણથી જ પકડાય
પી.એચડીની શુષ્ક શોધમાં,તમારી કલમ સુકાતી ગઈ
.   …………..એવા વ્હાલા લલિતભાઇ,આજે હ્યુસ્ટન આવ્યા ભઈ.
નટવરભાઇએ આંગળી પકડી,કલમ ચાલતી થઈ
પ્રેરણા પ્રેમનો સંગ મળતાં,સિધ્ધીઓ મળતી ગઈ
સંતાનોની ઉજ્વલ કેડીને જોતાં,મનને શાંન્તિ થઈ
કલમની કેડી પકડી લેતા,આજે સરિતા મળી ગઈ
…………….એવા વ્હાલા લલિતભાઇ,આજે હ્યુસ્ટન આવ્યા ભઈ.

==============================================================

ડૉ.લલિતભાઇ પરીખને ગુજરાતી સાહિત્ય સરીતા,હ્યુસ્ટનના  શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી યાદગીરી રૂપે ભેંટ