February 26th 2013

મનથી માગણી

.                      મનથી માગણી

તાઃ૨૬/૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાને સમજી લેતાં,કર્મની કેડી પાવન  થાય
મનથી થતી સાચીમાગણીએ,જીવન ઉજ્વળ થાય
.               ……………..ના કદી મોહ માયા મળતી જાય.
આગમન વિદાયના બંધન,પ્રભુ કૃપાએ જ મેળવાય
થયેલ કર્મ જીવનમાં સારા,જીવને શાંન્તિઆપી જાય
ભક્તિનો સંગાથ રહેતા,દેહની વ્યાધીઓ ભાગી જાય
એજ અપેક્ષા અંતરમાં રહેતી,જે ભક્તિએ મળી જાય
.                …………………..   શીતળતાને સમજી લેતાં.
માનવજીવન છે સત્કર્મની કેડી,સાચી રાહ આપી જાય
જલાસાંઇની થતી ભક્તિએ,જીવને મુક્તિએ દોરી જાય
નિર્મળતાના વાદળ સંગે,જીવનનીજ્યોત પ્રગટી જાય
સુખશાંન્તિનો સંગાથ મળતા,આજન્મ સફળ થઇ જાય
.                  ………………….શીતળતાને સમજી લેતાં.

=============================