March 4th 2013

જીવબંધન

.                            જીવબંધન

તાઃ૪/૩/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડે કર્મના બંધન,જગતે જન્મ મરણથી  સહેવાય
સમજણ સાચી જીવને મળતાં,જીવ પર પ્રભુકૃપા થઈ જાય
.                           …………………જીવને જકડે કર્મના બંધન.
અવનીપર ના આગમનને,જીવના કર્મ બંધન છે કહેવાય
શીતળતાનો સંગ રાખતા,જગતના લેણદેણથી  છટકાય
જગતની સૃષ્ટિછે કળીયુગી,જલાસાંઇની ભક્તિએ છુટાય
અંતરમાં આનંદ વરસતા,જીવને મુક્તિ માર્ગ મળી  જાય
.                          …………………..જીવને જકડે કર્મના બંધન.
માતાપિતા એ નિમીત બને છે,જે જીવને દેહ આપી જાય
સમજણ સાચી સંગે રાખતાં,માનવજીવન નિર્મળ થાય
અવનીના બંધન છે જીવના,દેહને અહીં તહી  લઈ જાય
આજે અહીં ને કાલે તહીં,એ જ સાચા જીવબંધન કહેવાય
.                       ……………………જીવને જકડે કર્મના બંધન.

+++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment