March 14th 2013

માળાની પકડ

.                     .માળાની પકડ      

તાઃ૧૪/૩/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માળા પકડતા હાથમાં,પ્રભુરામનુ સ્મરણ મનથી થાય
અંતરમાં શાંન્તિ અનુભવતા,જીવને શાંન્તિ મળી જાય
.                       ………………….માળા પકડતા હાથમાં.
પવિત્રકેડી મળે જીવનમાં,ત્યાં નાઆફત કોઇ અથડાય
સાંઇકૃપાના વાદળ વરસતાં,જીવને શાંન્તિ મળી જાય
મોહ માયાની ચાદર છુટતાં જ,સરળ જીવન થઈ જાય
મુક્તિ માર્ગની રાહ મેળવતા,આ જન્મ સફળ થઈજાય
.                       ………………….માળા પકડતા હાથમાં.
ભસ્મ મળે જ્યાં સાંઇબાબાની,મળેલ દેહ પવિત્ર થાય
ૐ સાંઇના એકજ સ્મરણે,આ જીવનપાવન થઈ જાય
મુકિતઆવી જ્યાં મળેજીવને,ત્યાં જન્મમૃત્યુ છુટી જાય
સાંઇબાબાના સરળ પ્રેમથી,પાવનકર્મ જીવનમાં થાય
.                    ……………………માળા પકડતા હાથમાં.

++++++++++++++++++++++++++++++++++++

March 14th 2013

જલારામ જ્યોત

.                            .જલારામ જ્યોત

તાઃ૧૪/૩/૨૦૧૩                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની જ્યોત નિરાળી,જીવને રાહ સાચી દઇ જાય
ભક્તિ પ્રેમથી એ મેળવતાં,જીવના કર્મબંધન છુટી જાય
.                  ………………….જલારામની જ્યોત નિરાળી.
નિર્મળ પ્રેમની એ જ કેડી છે,જીવ કળીયુગથી બચી જાય
માનવતાની ત્યાં મહેંક પ્રસરે,જ્યાં અન્નદાન પ્રેમથી થાય
મનથી કરેલ ભક્તિ જલારામની,જીવને શાંન્તિ મળીજાય
આંગણે આવી પ્રેમ મળે પ્રભુનો,જીવન ઉજ્વળ થઈ જાય
.                  ………………….જલારામની જ્યોત નિરાળી.
શ્રધ્ધાસાચી રાખી જીવતાં,જીવથી મોહમાયા ભાગી જાય
સુખ શાંન્તિના જ્યાં વાદળ વરસે,ના દુઃખ ઉમરે  દેખાય
જલારામની છે જ્યોત ઉજ્વળ,માનવજીવન મહેંકી જાય
પ્રભુકૃપાની એક જ કિરણે,જીવના જન્મ મરણ છુટી જાય
.                   …………………જલારામની જ્યોત નિરાળી.

==================================