April 19th 2013

વડીલને વંદન

.                            વડીલને વંદન

તાઃ૧૯/૪/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

વંદન વડીલને મનથી કરતાં,આશીર્વાદ મળી જાય
નિર્મળ જીવનની રાહ મળતાં,કર્મ પાવન થઈ જાય
.             ………………..વંદન વડીલને મનથી કરતાં.
જન્મ મળેલ અવનીએ જીવને,માનવીએ સાર્થક થાય
કર્મની કેડી મળે જીવને,જ્યાં જલાસાંઇકૃપા થઈ જાય
મનને આવી મળે શાંન્તિ,જીવનો જન્મસફળ કરી જાય
પાવનકેડી માનવતા એ મળતા,ધર્મબંધન મળી જાય 
.            …………………વંદન વડીલને મનથી કરતાં.
કર્મધર્મના અતુટ બંધન,જીવને મુક્તિમાર્ગે દોરી જાય
મળે માનવતાની મહેંક જીવનમાં,સદમાર્ગ મળી જાય
આવી આંગણે પ્રેમ મળતાં,માનવતા પણ મહેંકી જાય
એકજ આશીર્વાદ અંતરથી મળતાં,મુક્તિરાહ મળીજાય
.          ……………………વંદન વડીલને મનથી કરતાં.

====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment