ચૈત્રી નોરતા
. .ચૈત્રી નોરતા
તાઃ૧૨/૪/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરબે ઘુમતી માડીને ચરણે વંદન વારંવાર
પવિત્ર ચૈત્રી નવરાત્રી,ઉજવે ભક્તો અપાર
. . …………ગરબે ઘુમતી માડીને.
ઢોલ નગારા વાગતા,માતાના ભક્તો નાચતા
તાલી તાલની સાથે,માને રાજી કરવા આવતા
અંબાજીથી મા અંબા આવે,કાળકા પાવાગઢથી
ચોટીલાથી ચામુંડા આવે,મામેલડી વલાસણથી
. ………..ગરબે ઘુમતી માડીને.
માડી તારી કૃપા મેળળતાં,આ જીવન પાવન થાય
ઉજ્વળ જીવન પામી લેતા,જન્મ સફળ થઈ જાય
મોહમાયાની ચાદર છુટતાં,મા કૃપા જીવ પર થાય
નવરાત્રીના નવ દીવસે,મા તારા દર્શન થઈ જાય
. ………….ગરબે ઘુમતી માડીને.
+++++++++++++++++++++++++++++++=