April 9th 2013

ભક્તિસાચી

.                          .ભક્તિસાચી

 તાઃ૬/૪/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ સાચી મનથી કરતાં,નાવ્યાધી કોઇ જીવનમાં મળતાં
જીવ પર થાય કૃપાની વર્ષા,ઉજ્વળ જીવન સાર્થક બનતા
.                    …………………..ભક્તિ સાચી મનથી કરતાં.
મોહમાયાથી જકડે છે કળીયુગ,ના છટકે અવનીએ અવધુત
સરળ જીવનમાં વ્યાધીઓમળતી,માનવજીવનને એ ડગતી
ભક્તિ જલાસાંઇનીએવી.ના આધીવ્યાધી જીવને કદીઅડતી
મળી જાય જીવને જ્યાં શાંન્તિ,પામર જીવન પાવન બનતુ
.                     ……………………ભક્તિ સાચી મનથી કરતાં.

ભક્તિ સાચી શ્રધ્ધાએ કરતાં,અનેક રાહ જીવનમાં મળતા
નિર્મળતાનો સંગ પકડતા,પગલેપગલુ ત્યાં સાર્થક બનતા
લાગણીમોહને નેવે મુકતા,માનવજીવન ઉજ્વળ પણરહેતા
આવીદ્વારે કૃપા રહે જલાસાંઇની,અંતે મુક્તિ જીવને મળતી
.                       ……………………ભક્તિ સાચી મનથી કરતાં.

======================================