April 22nd 2013

અવધુત

.                     .અવધુત                                      

તાઃ૨૨/૪/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવધુતની ઓળખાણ જગતમાં,સાચી ભક્તિએ થઈ જાય.
કળીયુગની કાયામાં ફરતા જીવો,કર્મધર્મથીજ લટકી જાય
.                …………………..અવધુતની ઓળખાણ જગતમાં
માયાની જ્યાં પહેરી લંગોટી,મન અહીં તહીં ભટકી જાય
ચટકી ભટકી રખડતાંજ જીવો,અપેક્ષાએ પગે લાગી જાય
દેખાવની દુનીયાના અવધુતો,આશીર્વાદે અથડાઇ જાય
મળે જ્યાં જીવે કળીયુગની કેડી,દુખસાગર છલકાઇ જાય
.               …………………..અવધુતની ઓળખાણ જગતમાં.
અવનીપર નાભટકે અવધુત,નાભીખ માગતા ફરી જાય
ઉજ્વળ જીવન દેખાવનો રાખી,અહીંતહીં એ આવી જાય
નાદેહની તાકાત અવનીએ,કે નાસદમાર્ગ કોઇએ દેવાય
ભટકી રહેલ જીવો કળીયુગમાં,મારૂતારૂ ના બંધને બંધાય
.         ……………………. અવધુતની ઓળખાણ જગતમાં

======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment