September 24th 2014

કલમપ્રેમી

                               શ્રી બળવંતભાઇ જાની 

Balvantbhai    Jani

 

 

 

 

.                                            .કલમપ્રેમી

 તાઃ૨૫/૯/૨૦૧૪                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

હ્યુસ્ટન આવ્યા પ્રેમ લઇને,ત્યાં મળી ગયા સૌ સરસ્વતી સંતાન
ઉજ્વળ કલમની કેડીએ,માતાની કૃપાએ મેળવી લીધા સન્માન
………..એવા શ્રી બળવંતભાઇ જાની,આવીને આજે પામી પ્રેમ હરખાય.
ભણતરની પવિત્રકેડી દીધી વિધ્યાર્થીને,ત્યાં એ પ્રોફેસર કહેવાય
આંગળી ચીંધી ઉજ્વળરાહની,જ્યાં તેમને કલમનીકેડી મળીજાય
ઉજ્વળ રાહ મળી કૃપાએ,જ્યાં માતા સરસ્વતીથી રાહ મેળવાય
કલમપ્રેમીની શાન તમે છો,જગતના ગુજરાતીઓને આનંદ થાય
………..એવા શ્રી બળવંતભાઇ જાની,આવીને આજે પામી પ્રેમ હરખાય.
સાચી રાહ મળી અવનીએ,એજ તો માતાની પરમ કૃપા કહેવાય
નિર્મળજીવન જીવતાગુજરાતીઓ,હ્યુસ્ટનમાં કલમકેડીએ હરખાય
આવી મળ્યા શ્રી બળવંતભાઇ,કલમપ્રેમીઓની આંખો ભીની થાય
સ્નેહાળ લાગણી ને પ્રેમની વર્ષાએ,આવેલ અતિથીને આનંદ થાય
…………એવા શ્રી બળવંતભાઇ જાની,આવીને આજેપામી પ્રેમ હરખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++
.                   .                                            . કલમજગતમાં જેમણે પ્રેમીઓને સાચી રાહ આપી અને જગતમાં ગુજરાતી ભાષાને
માતા સરસ્વતીની અસીમકૃપાએ વર્ષો સુધી આંગણી ચીંધી એવા સાચા રાહ દર્શક શ્રી બળવેતભાઇ
જાની આજે હ્યુસ્ટનના કલમપ્રેમીઓના પ્રેમને પારખી  પધાર્યા છે તે તેમના અનંતપ્રેમને યાદ રાખવા
માતાની કૃપાએ લખાયેલ આ કાવ્ય તેમને યાદગીરી રૂપે હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી સપ્રેમભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને કલમપ્રેમીઓના જય જલારામ.                     તાઃ૨૫/૯/૨૦૧૪.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment