August 8th 2015

પ્રેમના પગલા ને પાવન કેડી

                     Raisa                     

 

 

 

 

 

 

 

 

 

 

.

.                        શ્રી રઈશભાઈ મણીયાર

.                 ..પ્રેમના પગલા  ને  પાવન  કેડી

તાઃ૮/૮/૨૦૧૫.                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

હ્યુસ્ટન આવ્યા પ્રેમને પકડી,મળી ગયા સરસ્વતી સંતાન
કલમને પકડી જ્યોત પ્રગટાવી, મેળવી રહ્યા છે પ્રેમ અપાર
………..એવા વ્હાલા રઈશભાઈને મળીને,પ્રદીપને અનંત આનંદ થાય.
ઉજ્વળ રાહ પકડી જીવનમાં,જ્યાં કલમની કેડી નિર્મળ થાય
પ્રેમ પ્રસરાવી જગતમાં દેતા,અનંત કલમ પ્રેમી મળી જાય
નિર્મળતાનો સંગ રાખતા જીવનમાં,નાઅભિમાન કોઇ અથડાય
આવ્યા હ્યુસ્ટન કલમને પકડી, અમારુ સાચુ ગૌરવ કહેવાય
……….એવા વ્હાલા રઈશભાઈને મળીને, હ્યુસ્ટનના કલમપ્રેમી હરખાય.
માન મળે ને સન્માન થાય,એ જ માતાની કૃપા કહેવાય
અભિમાનને આંબે કલમની કેડી,ત્યાંજ માનવતા સહેવાય
ના મોહ અડે કે માયા મળે,જ્યાં કલમપ્રેમીઓ મળી જાય
સરળતાનો સંગ રાખતા જીવનમાં,સફળતા  મળી જાય
……….એવા વ્હાલા રઈશભાઈને મળતા, સાહિત્ય સરીતા વહેતી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

.        .માતા સરસ્વતીની  અસીમકૃપા પામી જગતમાં ગુજરાતી ભાષાની ઉજ્વળ કેડીને પ્રસરાવી સૌ કલમપ્રેમીઓને રાહ બતાવી નિર્મળ જીવન જીવતા શ્રી રઈશભાઈ મણીયાર અમારા હ્યુસ્ટનમાં આવી કલમ પ્રેમીઓને માતાની કૃપાથી કલમની કેડીની ઉજ્વળતા બતાવી આનંદ કરાવ્યો તે પ્રસંગની યાદ રૂપે અર્પંણ.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી ભેંટ.