August 19th 2015

પ્રેમજ્યોત

.                   .પ્રેમજ્યોત

તાઃ૧૯/૮/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળરાહ જીવનમાં મળતા,પાવનકર્મની કેડી મળી જાય
સુખદુઃખની આશાને છોડતા,જીવનો જન્મ સફળ થઈ જાય.
………એવી પ્રેમાળ પ્રેમની જ્યોત પ્રગટતા,કૃપા પ્રભુની થઈ જાય.
સત્કર્મની રાહ મળે જીવને,જ્યાં સંતજલાસાંઇની સેવા થાય
આંગણે આવે સુર્યદેવની દ્રષ્ટિ,જીવની પ્રભાત ઉજ્વળ થાય
મળે દેહને પવિત્ર રાહ જીવનમાં,ના અપેક્ષાય કોઇ અથડાય
ભક્તિરાહની સાચી કેડીએજ,સંસારમાં પ્રેમ સૌનો મળી જાય
………એવી પ્રેમાળ પ્રેમની જ્યોત પ્રગટતા,કૃપા પ્રભુની થઈ જાય.
માનવતાની મહેંક પ્રસરતા,નિર્મળ જ્યોત પ્રગટતી  જાય
માગણીમોહને દુર રાખી જીવતા,માબાપનો પ્રેમ મળી જાય
કર્મની સાચી કેડી મળે જીવને,જ્યાં પરમાત્માની કૃપા થાય
આજકાલને ભક્તિરાહે આંબતા,જીવનો જન્મસફળથઈજાય
………એવી પ્રેમાળ પ્રેમની જ્યોત પ્રગટતા,કૃપા પ્રભુની થઈ જાય.

==============================================