August 17th 2015

પ્રેમી વ્હેણ

.              .પ્રેમી વ્હેણ..

તાઃ૧૬/૮/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે છે જીવને જગતમાં,જ્યાં ના અપેક્ષા કોઇ હોય
આવી આંગણે પ્રભુની કૃપા રહે,જ્યાં નિર્મળ જીવન હોય
……….એજ જન્મ સફળતા જીવની,જે મુક્તિમાર્ગે દોરી જાય.
કર્મની પવિત્રકેડીને પામવા,માબાપનો પ્રેમ મળી જાય
સ્નેહમળે સંગાથીઓનો જીવને,જ્યાં નિખાલસજીવન હોય
કલમનીકેડી પકડી ચાલતા,સૌ  કલમપ્રેમીઓ મળીજાય
એજ સ્નેહાળરાત્રી આપે શાંન્તિ,જે પાવનપ્રેમ આપીજાય
……….એજ જન્મ સફળતા જીવની,જે મુક્તિમાર્ગે દોરી જાય.
નિર્મળતાનો સંગ સાચવતા,જીવને ઉજ્વળરાહ મળીજાય
મોહમાયાને દુર રાખતા જીવનમાં,સુખ શાંન્તિ મળી જાય
અપેક્ષાની ચાદરને ફેંકતાજ,માનવજીવન આ મહેંકી જાય
જલાસાંઇનો સંગ રાખતા જીવપર,પરમાત્માની કૃપા થાય
……….એજ જન્મ સફળતા જીવની,જે મુક્તિમાર્ગે દોરી જાય.

============================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment