August 27th 2015

રામની માળા

Jay Ram

.                   .રામની માળા

તાઃ૨૭/૮/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામની માળા જપતા,માનવ જીવન ઉજ્વળ થાય
પ્રેમમળે પરમાત્માનો જીવને,ત્યાં પાવનરાહ મળીજાય
……..એજ લીલા અવિનાશીની,જે રાજા રાવણના દહનથી દેખાય.
કર્મના બંધન જગતમાં જીવને,ના કદી કોઇથી છટકાય
સત્કર્મનીકેડી મળે જીવને,જ્યાં રામનામની માળા થાય
સતયુગ કળીયુગ એછે લીલા,કર્મથીજીવોને સ્પર્શી જાય
મનથી કરેલ માળા રામની,આ જીવન પાવન કરી જાય
……..એજ લીલા અવિનાશીની,જે રાજા રાવણના દહનથી દેખાય.
રામનામની માળા જપતા,જલાની જ્યોત પ્રગટી જાય
પત્ની વિરબાઈનો સાથ મળતા,પરમાત્મા ભાગી જાય
નામોહ અડે કે કળીયુગ અડે,ત્યાં ઝોળી ઝંડો આપી જાય
માનવ જીવનની કેડી મળે,જે સંત સાંઇબાબાથી ચીંધાય
……..એજ લીલા અવિનાશીની,જે રાજા રાવણના દહનથી દેખાય.

===========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment